નિલેશ જોષી/દમણ: રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ફુડ એન્ડ ડ્રગ વિભાગે દમણના રીંગણવાળા વિસ્તારમાં સપાટો બોલાવી એક કંપનીમાંથી 8.2 ટન ભેળસેડિયું ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારે દિવાળીના તહેવારો અગાઉ જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આ કાર્યવાહીના કારણે ખળભડાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને દેશમાં ભેળસેળિયા ખાધ પદાર્થો ઝડપવાના બનાવો સામે આવી રહ્યા છે.
સુકુન બ્રાન્ડ નેમ સાથે શુદ્ધ ઘી ના નામે તેનું વેચાણ કરવામાં આવતું...
મિલાવટ ખોરાક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે ધીમું ઝેર સમાન પદાર્થો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટો બોલાવતી આ કાર્યવાહી કરી હતી.. જેમાં રીંગણવાળા માં આવેલ મેસર્સ સાવતા ફૂડ પ્રોડક્ટસ નામની એક કંપનીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન કંપનીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો મળી આવ્યો હતો .જેના એનએબીએલ પરીક્ષણ કરતા તેના સેમ્પલો ફેલ થયા હતા. અને મળી આવેલો જથ્થો નકલી ઘી હોવાનું બહાર આવ્યું હતું .અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું હતું કે આ જગ્યાએ છેલ્લા 20 વર્ષથી આ કંપની ચાલી આવતી હતી. જેમાં સુકુન બ્રાન્ડ નેમ સાથે શુદ્ધ ઘી ના નામે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
ધમનીઓમાં બ્લોકેજ, હાર્ટ એટેક ની પણ શક્યતાઓ વધી જાય છે...
જોકે આ વખતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આ કાર્યવાહીમાં અસલી ઘીના નામે નકલી ઘી બનાવી અને લોકોને ઝેર વેચવામાં આવી રહ્યુ હોવાનો પરદાફાસ થયો હતો. કે અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યુ છે કે આ કંપનીમાંથી મળી આવેલ 8.2 ટન ભેળસેળિયા ઘીની RM વેલ્યુ 24 ના બદલે માત્ર 1.32 જ મળી આવી હતી .મતલબ ઘી ના નામે વેચવામાં આવતા આ પદાર્થમાં મોટેભાગે વનસ્પતિ અને પામ ઓઇલનો મહતમ ઉપયોગ કરવામાં આવતો હોવાનો બહાર આવ્યું હતું. ત્યારે આવા ભેળસેળિયા ઘી ને આરોગવાથી ધમનીઓમાં બ્લોકેજ આવી શકે છે અને હાર્ટ એટેક ની પણ શક્યતાઓ વધાઈ વધી જાય છે.
આગામી તપાસમાં અનેક ચોકાવનારા ખુલાસા થવાની શકયતા
આથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી શુદ્ધ ઘીના નામે ઝેર નો વેપાર કરતી આ કંપની ની હકીકત બહાર આવતાં જ ચકચાર મચી ગઈ છે. સ્થળ પરથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 8.2 ટન શકુન બ્રાન્ડ નેમ સાથેના ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત કરી કમ્પની સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ કાર્યવાહી બાદ હવે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે 20 વર્ષ થી ચાલતી આ કંપની દ્વારા અત્યાર સુધી કેટલું ઘી ઉત્પાદન કરી અને આ કંપની દ્વારા કયા કયા સપ્લાય કરવામાં આવી રહ્યું હતું..?? તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આથી આગામી તપાસમાં અનેક ચોકાવનારા ખુલાસા થવાની શકયતા જોવાઇ રહી છે.