ભારતે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ અને બીજી ટી20 મેચમાં જીત મેળવી હતી. વેલિંગટનમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 199 રનનો ટાર્ગેટ 40 બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી. બંનેએ 5 ઓવરમાં 100 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો, તેવામાં વૈભવને બહાર કરવો મુશ્કેલ છે.
ઈશાન કિશન ઈજાને કારણે બે મેચ રમી શક્યો નથી. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે તેની જાંઘમાં લો-ગ્રેડ એડક્ટર સ્ટ્રેન છે. હવે ચોથી ટી20 મેચ પહેલા કિશનની ઈજા અંગે અપડેટ આવ્યું નથી. પરંતુ તેણે ઓકલેન્ડમાં બેટિંગ પ્રેક્ટિસ કરી હતી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે ફિટ થઈ ગયો છે. હવે સવાલ છે કે ઈશાન કિશનની વાપસી થશે તો શું વૈભવ સૂર્યવંશીએ બહાર બેસવું પડશે? ઈશાન કિશન બહાર થતાં વૈભવને તક મળી હતી.
સંભાવના છે કે જો ઈશાન કિશન ફિટ થઈ જાય છે તો પણ બીસીસીઆઈ તેને મેચમાં ઉતારવાની ઉતાવળ કરશે નહીં. ટીમ ઈન્ડિયા સિરીઝમાં અજેય સરસાઈ મેળવી ચુકી છે. તેવામાં ચોથી ટી20 મેચમાં વૈભવ રમી શકે છે.
વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજૂ સેમસન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, નમન ધીર, અક્ષર પટેલ, નિતીશ કુમાર રેડ્ડી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.