WPL 2027 Auction : કોચીમાં આયોજીત વુમન્સ પ્રીમિયર લીગ 2027ની ઓક્શનમાં અનેક ખેલાડીઓને નવી ટીમો મળી ચે. ફ્રેન્ચાઈઝીઓએ પોતાની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બોલી લગાવી છે. આ દરમિયાન અનુભવી ભારતીય ખેલાડીઓને ખરીદદારો મળ્યા છે, જ્યારે ટીમોએ વિદેશી પ્રતિભાઓ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સોફી મોલિનેક્સ સૌથી વધુ મોંઘી ખેલાડી રહી. તેને યુપી વોરિયર્ઝ દ્વારા ₹1.1 કરોડમાં ખરીદવામાં આવી.
ભારતીય ખેલાડીઓમાં આક્રમક બેટર કિરણ નવગીરેને દિલ્હી કેપિટલ્સ દ્વારા ₹75 લાખમાં ખરીદવામાં આવી. પોતાની આક્રમક બેટિંગ સ્ટાઈલ માટે જાણીતી કિરણ પાસેથી આગામી સિઝનમાં ટીમ માટે શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે. બીજી તરફ યુવા વિકેટકીપર-બેટ્સમેન જી. કમલિનીને ગુજરાત જાયન્ટ્સ દ્વારા ₹40 લાખમાં ટીમમાં સામેલ કરવામાં આવી, જેનો ઉદ્દેશ ફ્રેન્ચાઈઝીની બેટિંગ લાઇનઅપને મજબૂત કરવાનો છે.
ટીમોએ અનુભવી ભારતીય ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે. યુપી વોરિયર્ઝએ સ્નેહ રાણા અને વિકેટકીપર સુષ્મા વર્માને ₹30-30 લાખમાં ખરીદ્યા છે, તેમનો અનુભવ ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાની ગ્રેસ હેરિસ ₹30 લાખમાં યુપી વોરિયર્ઝ સાથે જોડાઈ, જ્યારે આઇરિશ ઓલરાઉન્ડર ઓર્લાને ગુજરાત જાયન્ટ્સ દ્વારા 30 લાખમાં ખરીદવામાં આવી છે. આમ, વિવિધ ટીમોએ પોતાની ચોક્કસ જરૂરિયાતો મુજબ ભારતીય અને વિદેશી ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
ઓક્શન પહેલાં ટીમોએ પોતાની વર્તમાન ટીમો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ જે WPL 2026માં પ્લેઓફ સુધી પહોંચી હતી. તેમણે પોતાના મુખ્ય ખેલાડીઓને રીટેન કર્યા હતા.