• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર બોલર બહાર, જાણો હવે કોની થશે એન્ટ્રી

ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર બોલર બહાર, જાણો હવે કોની થશે એન્ટ્રી

IND vs NZ: 4 નવેમ્બરથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પાંચ મેચોની આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શરૂઆતમાં તેને પ્રથમ ત્રણ વનડે મેચો માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો સમાવેશ ફિટનેસ ક્લિયરન્સ મળવાની શરતે કરવામાં આવ્યો હતો.

Written ByDilip Chaudhary
Published: Oct 28, 2026, 06:30 PM IST|Updated: Oct 28, 2026, 06:34 PM IST
joinshare
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર બોલર બહાર, જાણો હવે કોની થશે એન્ટ્રી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દિવાળી ટાણે મીઠાઈઓમાં ભેળસેળનું મોટું કાવતરાનો પર્દાફાશ: અમદાવાદમાં 40 હજાર કિલોથી વધુ શંકાસ્પદ માવો સીઝ

દિવાળી ટાણે મીઠાઈઓમાં ભેળસેળનું મોટું કાવતરાનો પર્દાફાશ: અમદાવાદમાં 40 હજાર કિલોથી વધુ શંકાસ્પદ માવો સીઝ

2

WPL 2027 ઓક્શનના 10 સૌથી મોંઘા ખેલાડી, ઓસ્ટ્રેલિયાની કેપ્ટન પર રૂપિયાનો વરસાદ, આ ભારતીય ખેલાડીને પણ લાગ્યો જેકપોટ

3

વડોદરાના માંડવી વિસ્તારમાં સોની પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી હાહાકાર, માતા, પુત્ર-પુત્રીએ જીવન ટૂંકાવ્યું

4

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું મોટું સંકટ! ત્રણ દિવસ પડશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

5

ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર બોલર બહાર, જાણો હવે કોની થશે એન્ટ્રી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IND vs NZ: ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ન્યુઝીલેન્ડ સામેની આગામી પાંચ વનડે મેચોની શ્રેણીમાં રમશે નહીં. તે હજુ સુધી હેમસ્ટ્રિંગની ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થયો નથી. BCCIના એક સૂત્રએ બુધવારે સમાચાર એજન્સી PTIને આ માહિતી આપી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થવાની છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણે રમાયેલી વનડે શ્રેણી દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાને ઈજા થઈ હતી. તે હાલમાં સ્વસ્થ થઈ રહ્યો છે અને 1 તથા 2 નવેમ્બરે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેની મેચ સિમ્યુલેશન અને ફિટનેસ ટેસ્ટ આપશે.

ચોથી T20માંથી બહાર થશે સંજુ સેમસન? વૈભવ સૂર્યવંશી અંગે પણ શ્રેયસ ઐયરને લેવો પડશે મોટો નિર્ણય

સૂત્રના જણાવ્યા અનુસાર, ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિનું માનવું છે કે પ્રસિદ્ધે વનડેને બદલે ટેસ્ટ ક્રિકેટ માટે સંપૂર્ણ ફિટનેસ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે ટેસ્ટ ફોર્મેટમાં તેની વધારે જરૂર છે.

આકિબ નબીને મળશે તક?

જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને ભારતીય વડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. લિંકન ખાતે ભારત A અને ન્યુઝીલેન્ડ A વચ્ચે રમાયેલી પ્રથમ અનૌપચારિક રેડ-બોલ મેચમાં આકિબે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. હવે એ જોવાનું રહે છે કે પસંદગીકારો પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને આકિબ નબીને ટીમમાં સામેલ કરશે કે પછી કોઈ અન્ય વિકલ્પ પર વિચાર કરશે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે વનડે કાર્યક્રમ

  • પ્રથમ વનડે: 4 નવેમ્બર, 2026, ઓકલેન્ડ
  • બીજી વનડે: 7 નવેમ્બર, 2026, વેલિંગ્ટન
  • ત્રીજી વનડે: 10 નવેમ્બર, 2026, હેમિલ્ટન
  • ચોથી વનડે: 13 નવેમ્બર, 2026, માઉન્ટ મૌંગાનુઈ
  • પાંચમી વનડે: 15 નવેમ્બર, 2026, માઉન્ટ મૌંગાનુઈ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ કાર્યક્રમ

  • પ્રથમ ટેસ્ટ: 19 નવેમ્બર, 2026, વેલિંગ્ટન
  • બીજી ટેસ્ટ: 27 નવેમ્બર, 2026, ક્રાઈસ્ટચર્ચ

ન્યૂઝીલેન્ડ પ્રવાસની પ્રથમ ત્રણ વનડે માટે ભારતીય ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

ન્યૂઝીલેન્ડ પ્રવાસની છેલ્લી બે વનડે માટે ભારતીય ટીમ:

શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને વાઈસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.

ટેસ્ટ શ્રેણી માટેની ભારતીય ટીમઃ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિકલ, ઋષભ પંત (વિકેટકીપર)*, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ. (*ફિટનેસ ક્લિયરન્સને આધીન)

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News