IND vs PAK Live Streaming : સેમિફાઈનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ગોલ્ડ મેડલ માટેની મેચમાં ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ રોમાંચક ટક્કર તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે ફ્રીમાં લાઈવ જોઈ શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
IND vs WI: ભારતીય T20 ટીમ હાલમાં 2026ની એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય ટીમમાં હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
Prasidh Krishna : ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વનડે મેચ રમી શકશે નહીં. તેને બીજી મેચ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તે માત્ર 5 ઓવર જ બોલિંગ કરી શક્યો હતો. ત્યારે હવે તેના સ્થાને કોને સ્થાન મળશે, તે જોવાનું છે.
Cricket Rules : ક્રિકેટના 73 નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જે આજથી એટલે કે 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવ્યા છે. નિયમોમાં અનેક નાના-મોટા સુધારા પણ કરવામાં આવ્યા છે. MCCએ આ ફેરફારો અંગેની વિગતો જાહેર કરી છે.
Gautam Gambhir Statement: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડેમાં બંને ટીમોએ કુલ મળી 811 રન બનાવ્યા. ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 406 રનનો લક્ષ્ય હાસિલ કરી ઈતિહાસ રચી દીધો છે. પરંતુ કોચ ગૌતમ ગંભીર ખુશ નથી.
Ind vs WI 2nd ODI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં બીજી વનડે મેચ રમાઈ. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 7 વિકેટે 405 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમે 406 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેચ 8 વિકેટે જીતી લીધી છે. વનડેમાં પહેલીવાર ભારતે 400થી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.
Shubman Gill : ભારતીય કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં બેવડી સદી ફટકારી છે. ગિલે 62 બોલમાં સદી પૂરી કર્યા બાદ 117 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
Ind vs WI 2nd ODI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચ આજે ગુવાહાટીમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે વનડેમાં પહેલીવાર 400નો સ્કોર પાર કર્યો છે.
Rishabh Pant : રિષભ પંતે ભારતીય વનડે ટીમમાંથી બહાર થવા અંગે ખુલીને વાત કરી. તેણે સ્વીકાર્યું કે ટીમમાં સ્થાન ન મળવાથી ખોટું લાગે છે, પરંતુ વાપસી માટે સતત સખત મહેનત કરતા રહેવાના મહત્વ પર ભાર મૂક્યો.
Lakshya Raichandani : ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં 17 વર્ષીય બેટ્સમેન લક્ષ્ય રાયચંદાનીએ ઈતિહાસ રચ્યો છે. બેવડી સદી ફટકારીને રાયચંદાનીએ યુથ ટેસ્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.
T20 Bowling Rankings : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની આ ગોલ્ડન જીતમાં શ્રી ચારણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ત્રણ મેચોમાં કુલ 8 વિકેટ ઝડપીને મહિલા ક્રિકેટ સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી તરીકેનું સ્થાન મેળવ્યું હતું. હવે તે સૌથી વધુ રેટિંગ ધરાવતી બોલર બની ગઈ છે.
ODI World Cup Most Sixes: વિશ્વની ક્રિકેટ ટીમો હાલમાં 2027ના ODI વર્લ્ડ કપની તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે ચાલો તમને જણાવીએ કે દુનિયામાં કઈ ટીમના ખેલાડીએ વર્લ્ડ કપમાં સૌથી વધારે છગ્ગા મારવાનો રેકોર્ડ પોતાના નામે રાખ્યો છે. ભારતનો આ ખેલાડીએ ક્રિસ ગેલને પણ પાછળ છોડી પહેલા નંબર પર છે.
ODI Cricket Record : 27 સપ્ટેમ્બરના રોજ વનડે ક્રિકેટમાં માત્ર વિરાટ કોહલી અને શુભમન ગિલ જ નહીં, પરંતુ કુલ છ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ ફોર્મેટના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. ત્યારે બાકીના 4 ખેલાડીઓ કયા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Sachin Tendulkar : લગભગ 32 વર્ષ પહેલાં એટલે કે 9 સપ્ટેમ્બર 1994ના રોજ સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ વનડે સદી ફટકારી હતી. તે ઐતિહાસિક ઇનિંગ્સ પાછળની શું છે, કહાની ? તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું.
Virat Kohli : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ પહેલાં વિરાટ કોહલીએ પોતાના ભવિષ્ય અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે આવતા વર્ષનો વર્લ્ડ કપ તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે.
Asian Games 2026 : જાપાનમાં એશિયન ગેમ્સ 2026 ચાલી રહી છે. આઈચી-નાગોયામાં રમાઈ રહેલી આ ઈવેન્ટમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ત્યારે એક ક્રિકેટ ટીમ ચર્ચાનો વિષય બની છે અને આનું કારણ છે, તે ટીમમાં 9 ખેલાડીઓ એક જ સરનેમના છે. ટીમ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે તેની પ્લેઈંગ-11માં જ 7 ખેલાડીઓ એક જ સરનેમના જ હતા.
Rohit Sharma Record : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માના નામે એક એવો રેકોર્ડ છે, જે છેલ્લા 19 વર્ષથી કોઈ તોડી શક્યું નથી. ત્યારે આ રેકોર્ડ કયો છે અને ક્યારે બન્યો હતો આ રેકોર્ડ ? તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું.
Cricket Record : ભારતીય બેટ્સમેન અભિષેક શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. તેના નામે T20માં એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય રન પર આઉટ થવાનો અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે, 2026માં તે 10 વખત શૂન્ય રન પર આઉટ થયો છે. ત્યારે અન્ય કયા બેટ્સમેન છે, જેઓ એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ડક આઉટ થયા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.