• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /આ ભારતીય બોલરે ICC રેન્કિંગમાં રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો તોડ્યો રેકોર્ડ

આ ભારતીય બોલરે ICC રેન્કિંગમાં રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો તોડ્યો રેકોર્ડ

T20 Bowling Rankings : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની આ ગોલ્ડન જીતમાં શ્રી ચારણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ત્રણ મેચોમાં કુલ 8 વિકેટ ઝડપીને મહિલા ક્રિકેટ સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી તરીકેનું સ્થાન મેળવ્યું હતું. હવે તે સૌથી વધુ રેટિંગ ધરાવતી બોલર બની ગઈ છે.

Written ByDilip Chaudhary
Published: Sep 29, 2026, 04:15 PM IST|Updated: Sep 29, 2026, 04:18 PM IST
joinshare
આ ભારતીય બોલરે ICC રેન્કિંગમાં રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો તોડ્યો રેકોર્ડ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

T20 Bowling Rankings : ટીમ ઈન્ડિયાની યુવા સ્પિનર શ્રી ચારણીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ICC મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં એવો રેકોર્ડ બનાવ્યો છે જે અગાઉ કોઈ બોલરે હાંસલ કર્યો નથી. 817 રેટિંગ પોઈન્ટ્સ સાથે તે આ રેન્કિંગના ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ ધરાવતી બોલર બની ગઈ છે.

શ્રી ચારણીએ ઓસ્ટ્રેલિયાની સ્ટાર બોલર મેગન શુટનો રેકોર્ડ તોડ્યો છે. શુટે નવેમ્બર 2018માં ICC મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં 806 રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા. શ્રી ચારણીનું વર્તમાન રેટિંગ તેના કરતા 11 પોઈન્ટ વધારે છે. આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન બાદ તેની આ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ છે.

એશિયન ગેમ્સની ફાઇનલમાં શ્રીલંકા સામે ચારણીએ બોલિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 13 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ મેચમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના પ્રદર્શને માત્ર ભારતની જીતમાં જ યોગદાન આપ્યું નહોતું, પરંતુ તેના રેન્કિંગને પણ નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું હતું. સતત શાનદાર પ્રદર્શન દ્વારા તેણે મહિલા T20 ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

રેન્કિંગમાં સ્મૃતિ મંધાના પણ ચમકી

ભારતીય ખેલાડીઓને બેટિંગ રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. ફાઇનલમાં શાનદાર અડધી સદી ફટકારનાર સ્મૃતિ મંધાના એક સ્થાનની છલાંગ લગાવીને મહિલા T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ-5માં સામેલ થઈ ગઈ છે. શ્રીલંકા સામેની ફાઇનલમાં મંધાનાએ માત્ર 46 બોલમાં 79 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

તેણે શેફાલી વર્મા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે આ મેચમાં 216/3નો સ્કોર બનાવ્યો, જે એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. રિચા ઘોષને પણ તેની શાનદાર ઇનિંગ્સનું ફળ મળ્યું. શ્રીલંકા સામે 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા બાદ તે ત્રણ સ્થાનના ફાયદા સાથે 25મા ક્રમે પહોંચી ગઈ છે.

ક્રાંતિ ગૌડને પણ 4 સ્થાનનો ફાયદો

ભારતની ક્રાંતિ ગૌડ પણ ચાર સ્થાનના ફાયદા સાથે 53મા ક્રમે પહોંચી છે. તો પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના પણ બેટિંગ રેન્કિંગમાં ચાર સ્થાનના ફાયદા સાથે 23મા ક્રમે પહોંચી. પાકિસ્તાનની આલિયા રિયાઝ 64મા અને ગુલ ફિરોઝા 87મા ક્રમે છે. બાંગ્લાદેશની શર્મિન અખ્તરના રેન્કિંગમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો અને તે 10 સ્થાનના ફાયદા સાથે 35મા ક્રમે પહોંચી. બોલિંગ રેન્કિંગમાં પાકિસ્તાનની નાશરા સંધુ ટોપ 10માં પાછી ફરી છે, જ્યારે બાંગ્લાદેશની નાહિદા અખ્તર 29મા ક્રમે પહોંચી છે. ઉમ્મ-એ-હાનીએ 58 સ્થાનનો મોટો ઉછાળો મારીને 51મું સ્થાન મેળવ્યું. 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News