Ind vs WI 2nd ODI : ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી મેચ 8 વિકેટે જીતી લીધી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 406 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ભારતે 43.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ભારતની ઐતિહાસિક જીત
ભારતે વનડેમાં પહેલીવાર 400થી વધુનો ટાર્ગેટ ચેઝ કરીને ઈતિહાસ રચ્યો છે. 400થી વધુ રન ચેઝ કરવા મામલે ભારત હવે બીજા નંબરની ટીમ બની ગઈ છે. અગાઉ દક્ષિણ આફ્રિકાએ 435 રનનો ટાર્ગેટ પાર કર્યો હતો. આ સાથે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતીને 3 મેચોની શ્રેણી પણ જીતી લીધી છે.
A night for the 𝗵𝗶𝘀𝘁𝗼𝗿𝘆 𝗯𝗼𝗼𝗸𝘀 📚✨#TeamIndia register their highest successful ODI run chase to take an unassailable 2️⃣-0️⃣ lead in the series 👏👏
Scorecard ▶️ https://t.co/6XCYRtZLAi#INDvWI | @mflone_ pic.twitter.com/wiEGxX2pCt— BCCI (@BCCI) September 30, 2026
શુભમન ગિલની રેકોર્ડબ્રેક બેવડી સદી
ભારતનો અગાઉનો સૌથી મોટો સફળ રન ચેઝ 2013માં ઓસ્ટ્રેલિયા સામે 360 રનનો હતો. કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્મા આ જીતના હીરો હતા. ગિલે શાનદાર બેવડી સદી ફટકારી અને વનડેમાં રન ચેઝ દરમિયાન સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો. તેણે 132 બોલમાં 28 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 223 રન બનાવ્યા.
રોહિત શર્માએ 75 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. ગિલ અને રોહિત વચ્ચે 150 બોલમાં 255 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલીએ 19 બોલમાં 29 રન બનાવ્યા, જ્યારે ઋતુરાજ ગાયકવાડે 37 બોલમાં અણનમ 31 રનની ઇનિંગ રમી.
📸 𝘿𝙤𝙪𝙗𝙡𝙚 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙞𝙤𝙣 𝙎𝙝𝙪𝙗𝙢𝙖𝙣 𝙂𝙞𝙡𝙡
Frames that will occupy a special place in our memory 🤩
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ShubmanGill pic.twitter.com/9W1DzMamkH— BCCI (@BCCI) September 30, 2026
શુભમન ગિલના આ મેચમાં રેકોર્ડ