• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

ચાર રાજ્યોમાં થયેલી વિધાન પરિષદની 28 બેઠકોની ચૂંટણી બાદ પરિણામો અત્યંત રસાકસીભર્યા જોવા મળી રહ્યા છે. જ્યાં એક બાજુ સતત બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરતી કોંગ્રેસ માટે તો આ પરિણામ અત્યંત ચોંકાવનારા રહ્યા કારણ કે માંડ માંડ એક સીટ મળી છે. જાણો આ પરિણામોની વિગતવાર માહિતી.

Written ByViral Raval
Published: Oct 29, 2026, 10:09 AM IST|Updated: Oct 29, 2026, 10:23 AM IST
joinshare
બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગુજરાતના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા રાજકોટ જિલ્લાના ખેડૂતો જીદે ચઢ્યા! શરૂ કર્યું આ અભિયાન, ખેડૂતોની ઉગ્ર માંગ

ગુજરાતના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા રાજકોટ જિલ્લાના ખેડૂતો જીદે ચઢ્યા! શરૂ કર્યું આ અભિયાન, ખેડૂતોની ઉગ્ર માંગ

2

Mosquito Net Cleaning: મચ્છર જાળી સાફ કરવાની સરળ રીત, ઝીણામાં ઝીણી જાળી પણ એકવારમાં ક્લીન થઈ જશે

3

બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

4

PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, બનાસકાંઠાથી લઈને કેવડિયા સુધી વિકાસકાર્યોની ભેટ, જાણો કયા કયા કાર્યક્રમોમાં લેશે ભાગ?

5

Crack Heel Remedy: ફટાફટ મટવા લાગશે એડીમાં પડેલા ચીરા, આ ઘરેલુ ઈલાજ છે પગના વાઢિયાનો રામબાણ ઈલાજ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ચાર રાજ્યોની MLC ચૂંટણીના પરિણામોએ ખુબ ચકચાર જગાવી છે કારણ કે આ ચૂંટણી બેલેટપેપરથી થાય છે. સતત બેલેટપેપેરથી ચૂંટણીની માંગણી કરતી કોંગ્રેસ માટે તો જાણે સૂપડાં સાફ થઈ ગયા. જો કે સમ ખાવા પૂરતી એક સીટ માંડ માંડ મળી. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં કુલ 5 સીટો માટે ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિને ફક્ત 2 સીટ મળી. જ્યારે મહાવિકાસ આઘાડીને 3 સીટ મળી. આ બધા વચ્ચે સૌથી મોટો ઉલટફેર ભાજપના ગઢ નાગપુરમાં જોવા મળ્યો. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર અભિજીત ગોવિંદરાવ વંઝારીએ જીત મેળવી.

અત્રે જણાવવાનું કે આવું બીજીવાર બન્યું કે જ્યારે નાગપુર ડિવિઝન ગ્રેજ્યુએટ સીટ પરથી કોંગ્રેસે જીત મેળવી. નાગપુર એ ભાજપ અને ખાસ કરીને આરએસએસનો ગઢ  ગણાય છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ પોતે નાગપુર દક્ષિણ પશ્ચિમ સીટથી વિધાયક છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ નાગપુર લોકસભા સીટથી સાંસદ છે.

બંગાળની ખાડીમાં શું ચાલી રહ્યું છે, શક્તિશાળી અર્નબ બાદ વળી પાછું આવી શકે છે વાવાઝોડું?

મહારાષ્ટ્રની 5 સીટના પરિણામ

  • બુધવારે મોડી રાતે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય તરફથી બહાર પડેલા નિવેદન મુજબ મહારાષ્ટ્ર એમએલસી ચૂંટણીમાં અમરાવતી શિક્ષક સીટ પરથી શિવસેનાના કિરણ સરનાઈકને જીત મળી. 
  • પુણેની શિક્ષક સીટ પરથી ભાજપના ઉમેદવાર કૌસ્તુભ ગાવડે જીત્યા. 
  • પુણેની સ્નાતક સીટ પરથી એનસીપીના શરદ પવારના ઉમેદવાર હર્ષદા દેશમુખ-જાધવે જીત મેળવી. 
  • છત્રપતિ સંભાજી નગર સ્નાતક સીટ પરથી પણ એનસીપી એસપીના ઉમેદવાર ડો. પ્રતાપસિંહ પાટીલ જીત્યા. 
  • નાગપુર ડિવિઝન ગ્રેજ્યુએટ સીટ પરથી કોંગ્રેસના અભિજીત વંઝારી જીત્યા

ભાજપ માટે કેમ ઝટકો?

  • નાગપુર ડિવિઝન ગ્રેજ્યુએટ સીટ પરથી કોંગ્રેસ બીજીવાર જીતી એ અનેક રીતે ખાસ ગણાઈ રહ્યું છે. 
  • દેશમાં ચાર રાજ્યોની 28 MLC સીટો માટે  થયેલા મતદાનમાં કોંગ્રેસને ફક્ત આ એક જ સીટ મળી છે. 
  • કોંગ્રેસને કર્ણાટકની 4 સીટો માટે જીતનો  ભરોસો હતો. પરંતુ અહીં તેઓ સફળ થઈ શક્યા નહીં. 
  • કોંગ્રેસને ભલે એક સીટ મળી હોય પરંતુ જે સીટ પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે તે ખાસમખાસ ગણી શકાય કારણ કે ભાજપનો ગઢ છે.

બેલેટ પેપરથી ચૂંટણી છતાં કોંગ્રેસને મોટો ઝટકો: MLC ચૂંટણીમાં એક પણ સીટ ન મળી, કર્ણાટકમાં પણ હાર

અભિજીત વંઝારી વિશે

અભિજીત વંઝારી એ કોંગ્રેસના  દિગ્ગજ નેતા અને વ્યવસાયે વકીલ છે. વંઝારી શિક્ષણ ક્ષેત્રે પણ ઊંડાણથી જોડાયેલા છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની સાથે છે. આ અગાઉ તેમણે વર્ષ 2020માં પણ નાગપુર ગ્રેજ્યુએટ સીટથી ચૂંટણી જીતી હતી. ત્યારબાદ પાર્ટીએ એકવાર ફરીથી તેમના પર ભરોસો મૂક્યો જેના પર તેઓ ખરા ઉતર્યા.

કર્ણાટકમાં મોટો ઝટકો મળ્યો કોંગ્રેસને

કોંગ્રેસ માટે આ પરિણામો ખુબ જ ચોંકાવનારા રહ્યા છે કારણ કે જ્યાં તેમની જ સરકાર છે તે કર્ણાટકમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા. 4 સીટ માટે ચૂંટણી થઈ હતી પરંતુ ખાતું જ ન ખુલ્યું. સૌથી ખાસ વાત એ છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે આમ છતાં એક પણ સીટ ન મળે તે તેમના માટે મોટો ઝટકો ગણી શકાય. કર્ણાટકમાં 3 સીટ પર ભાજપે અને એક સીટ જનતા દળ સેક્યુલરે જીતી. ચૂંટણી પરિણામને લઈને પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કોંગ્રેસની મજા લીધી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં પૂછ્યું કે બેલેટ પેપેરથી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટો મળી?  

ઉત્તર પ્રદેશનું પરિણામ

  • યુપીની કુલ 11 સીટો પર ચૂંટણી થઈ હતી. જેમાંથી 10 સીટોના પરિણામ આવી ગયા છે. ભાજપને 6 અને સમાજવાદી પાર્ટીને ફાળે 4 સીટ ગઈ છે. 
  • બધાની નજર વારાણસી ડિવિઝનની સ્નાતક સીટ પર છે. જ્યાં સપા આગળ છે. 
  • આ અગાઉ ભાજપ અહીંથી શિક્ષકની સીટ ગુમાવી ચૂકી છે. 
  • અત્રે જણાવવાનું કે વારાણસી એ પીએમ મોદીનો સંસદીય મતવિસ્તાર છે.

બિહારની 8 સીટો પર કોણ આગળ

  • બિહારની 8 સીટો માટે  થયેલી ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળું NDA 4 સીટ જીત્યું છે. 
  • જ્યારે એક વિધાયક પ્રશાંત કિશોરી જન સુરાજ પાર્ટી અને એક સીટ રાષ્ટ્રીય જનતા દળને મળી છે. 
  • બે સીટો પર અપક્ષનો વિજય થયો. 
  • ખાસ વાત એ છે કે હાલમાં જ પ્રશાંત કિશોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ખાલી પટેલી બાંકીપુર સીટ માટેની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. 
  • વિધાન પરિષદની શિક્ષકની ચાર સીટો  (પટણા, સારણ, દરભંગા, તિરહુત) પર વર્તમાન વિધાન પરિષદ ચૂંટણી હાર્યા. 
  • જ્યારે સ્નાતક વિસ્તારની 3 સીટો પટણા,  તિરહુત અને  કોસી પર જૂના ચહેરા જીત્યા. 
  • પટણા શિક્ષક સીટથી આરજેડીના ડો. સંજીવકુમારે છેલ્લા 30 વર્ષથી ચૂંટાતા ભાજપના નવલ કિશોર યાદવને હરાવ્યા. 
  • દરભંગામાં જનસુરાજના સુરેશ પ્રસાદ રાયે કોંગ્રેસના મદનમોહન ઝાને હરાવ્યા.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News