અર્નબ વાવાઝોડું અતિ વિનાશકારી વાવાઝોડું બનીને ત્રાટક્યું અને હવે એવી ચર્ચાઓ છે કે બંગાળની ખાડીમાં વધુ એક તોફાન સર્જાઈ શકે છે. મૌસમ મોડલ મુજબ અર્નબ દરિયાકાંઠો પાર કરી જાય ત્યારબાદ થોડા દિવસો પછી એક નવું લો પ્રેશર બની શકે છે. જે ઓડિશા તરફ આગળ વધી શકે છે. જો કે વિશેષજ્ઞ કહે છે કે આ પૂર્વાનુમાન હજુ નિશ્ચિત નથી, મૌસમ બદલાઈ શકવાની શક્યતા પણ રહેલી છે.
અત્રે જણાવવાનું કે બંગાળની ખાડીમાં ઉઠેલું વાવાઝોડું અર્નબ આજે આંધ્ર પ્રદેશ અને યમનના કાંઠાઓ વચ્ચે યનમની દક્ષિણે ત્રાટક્યું. હાલ તેની પવનની ઝડપ 115થી 125 કિમી પ્રતિ કલાક છે. જ્યારે ઝાપટાઓની ઝડપ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પહેલા આ વાવાઝોડું અત્યંત ભયાનક અને શક્તિશાળી વાવાઝોડાની કેટેગરીમાં હતું જો કે લેન્ડફોલ બાદ નબળું પડ્યું છે. આઈએમડી સતત તેના પર બાજ નજર રાખી રહ્યું છે. વાવાઝોડાના પગલે અનેક રાજ્યોના કાંઠા વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવે બીજું વાવાઝોડું કેમ ચર્ચામાં આવ્યું છે એ પણ જાણો.
તમને જણાવી દઈએ કે બંગાળની ખાડી ઓક્ટોબર નવેમ્બર મહિનામાં સક્રિય રહે છે. ગરમ દરિયાઈ પાણી અને અનુકૂળ પવન નવા તોફાનને ઊભું કરી શકે છે. એક મોટું ચક્રવાત નબળું પડયા બાદ આસપાસનો ભેજ અને ઉર્જા નવા તોફાનને પ્રોત્સાહિત કરી શકે છે. પરંતુ દર વખતે દરેક મોડલ સાચા પડતા નથી. આથી જે સત્તાવાર બુલેટિન બહાર પડે તેના પર ધ્યાન આપવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ.
હાલ તો જો કે અર્નબ વાવાઝોડું ચિંતાનું કારણ બનેલું છે. લેન્ડફોલ પૂરું થયા બાદ તે નબળું પડી જાય પછી જ બીજા વાવાઝોડા અંગે તસવીર સ્પષ્ટ થશે. આઈએમડી દ્વારા સત્તાવાર અપડેટ પર ધ્યાન આપવું અને લોકોએ અફવાઓથી દોરવાઈ જવું નહીં. બંગાળની ખાડીમાં હવામાનનો આ બેવડો પડકાર એ પણ યાદ અપાવે છે કે દરિયાકાંઠાવાળા રાજ્યોએ હંમેશા આવી સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.