• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી: DA માં 3% નો વધારો, હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થયું

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી: DA માં 3% નો વધારો, હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થયું

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા પોતાના કર્મચારીઓને ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આવો જાણીએ આ વધારા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે.

Written ByGokani Dhaval
Published: Oct 28, 2026, 03:42 PM IST|Updated: Oct 28, 2026, 03:44 PM IST
joinshare
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી: DA માં 3% નો વધારો, હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થયું

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ચોથી T20માંથી બહાર થશે સંજુ સેમસન? વૈભવ સૂર્યવંશી અંગે પણ શ્રેયસ ઐયરને લેવો પડશે મોટો નિર્ણય

ચોથી T20માંથી બહાર થશે સંજુ સેમસન? વૈભવ સૂર્યવંશી અંગે પણ શ્રેયસ ઐયરને લેવો પડશે મોટો નિર્ણય

2

સ્પેનમાં 2 હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર અથડામણ, એક ટ્રેનને બીજી ટ્રેને પાછળથી ટક્કર મારી, 39 લોકોના મોત

3

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી: DA માં 3% નો વધારો, હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થયું

4

આયુષ મંત્રાલય પાસેથી જાણો યોગ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું અને કઈ ભુલો ન કરવી

5

બંગાળની ખાડીમાં શું ચાલી રહ્યું છે, શક્તિશાળી અર્નબ બાદ વળી પાછું આવી શકે છે વાવાઝોડું?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

DA Hike: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાને મંજૂરી આપી છે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વર્તમાન 60 ટકાથી વધી 63 ટકા થઈ ગયું છે. આ વધારો જુલાઈ 2026ના ડીએ સંશોધન હેઠળ કરવામાં આવ્યો છે. તેનાથી 55 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરોને ફાયદો થશે. DAમાં વધારા બાદ કર્મચારીઓના માસિક પગારમાં કેટલો વધારો થશે અને નવો દર ક્યારથી લાગૂ થશે? આવો જાણીએ.....

હવે કેટલું થઈ જશે મોંઘવારી ભથ્થું?

એપ્રિલમાં થયેલા વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને મૂળ વેતનના 60 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું. હવે 3 ટકાના નવા વધારા બાદ મોંઘવારી ભથ્થું 63 ટકા થઈ જશે. તેનાથી કર્મચારીઓના માસિક પગારમાં વધારો થશે. તો પેન્શનરોને મોંઘવારી રાહત દ્વારા ફાયદો મળે છે. કેન્દ્ર સરકાર મોંઘવારીની અસરને ઘટાડવા માટે વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સંશોધન કરે છે. આ સંશોધન સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈથી લાગૂ થાય છે. DA કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે DR પેન્શનરોને આપવામાં આવે છે.

હવે કેટલો વધશે પગાર

કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ ડીએ 60 ટકાથી વધી 63 ટકા થઈ ગયું છે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં દર મહિને 540 રૂપિયાથી લઈને 3000 રૂપિયા કે તેનાથી વધુનો વધારો થશે. ઉદાહરણ માટે 18000 રૂપિયા બેઝિક પે વાળા કર્મચારીઓને દર મહિને 540 રૂપિયા, 25000 રૂપિયા બેઝિક પેવાળાને 750 રૂપિયા, 50000 રૂપિયા બેઝિક પે હોય તેને 1500 રૂપિયા અને 1 લાખ બેઝિક પે હોય તેને 3000 રૂપિયા વધારાના મળશે.

આ પણ વાંચોઃ બેંક એકાઉન્ટમાં વર્ષોથી નથી કર્યું કોઈ ટ્રાન્ઝેક્શન, શું ડૂબી જશે તમારા જમા પૈસા?

શું હોય છે મોંઘવારી ભથ્થું (DA)?

મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓને અપાતું વધારાનું ભથ્થું છે. તેનો ઉદ્દેશ્ય મોંઘવારીને કારણે કર્મચારીઓની ખરીદી ક્ષમતા પર પડનાર અસરને ઘટાડવાનો છે. તેની ગણતરી કર્મચારીના મૂળ પગારના ટકાના આધારે કરવામાં આવે છે. ડીએમાં વધારો થવા પર કર્મચારીઓની કુલ માસિક આવકમાં વધારો થાય છે. તો પેન્શનરોને મોંઘવારી રાહતનો લાભ મળે છે. નવો દર લાગૂ થવાની તારીખના આધાર પર કર્મચારીઓને એરિયરનો લાભ પણ મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News