ઘણીવાર લોકો જૂના બેંક ખાતાનો ઉપયોગ કરવાનું બંધ કરી દેતા હોય છે અને તેમાં જમા રકમ તરફ ધ્યાન આપતા નથી. ખાસ કરી નોકરી બદલવા, બીજા શહેરમાં શિફ્ટ થવા કે નવું બેંક ખાતું ખોલાવ્યા બાદ આવું જોવા મળે છે. તો ખાતામાં જમા રકમ પણ વર્ષો સુધી પડેલી રહે છે. તેવામાં જો લોકોના મનમાં સવાલ આવે છે કે શું લાંબા સમય સુધી ટ્રાન્ઝેક્શન ન કરવા પર તમારા પૈસા ડૂબી શકે છે?
મોટી વાત છે કે લાંબા સમય સુધી ટ્રાન્ઝેક્શન ન થવાથી તમારા પૈસા ખતમ થતાં નથી, પરંતુ બેંક ખાતા પર કેટલાક પ્રતિબંધ લાગી શકે છે. જો તમે લાંબા સમયથી બેંક ખાતાનો ઉપયોગ ક0ર્યો નથી તો આ સમાચાર તમારા માટે છે.
12 મહિના સુધી ટ્રાન્ઝેક્શન ન થવા પર બેંક ખાતાને ઇનએક્ટિવ માની શકે છે. પરંતુ ખાતાની સ્થિતિ બેંકના નિયમો પર નિર્ભર કરે છે. તો બેંક ખાતામાં સતત 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી ગ્રાહક તરફથી કોઈ ટ્રાન્ઝેક્શન થતું નથી તો તેને ઇનઓપરેટિવ કે ડોર્મેંટ એકાઉન્ટ કરી શકાય છે. ખાતું ઇનઓપરેટિવ થવાનો મતલબ તે નથી કે તેમાં જમા રકમ ખતમ થઈ જાય છે, પરંતુ બચત ખાતામાં લાગૂ નિયમ પ્રમાણે વ્યાજ મળતું રહે છે.
જો કોઈ બેંક ખાતામાં સતત 10 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય અને જમા રકમ પર દાવો ન કરવામાં આવે તો બેંક તે રકમને ભારતીય રિઝર્વ બેંકના ડિોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે તમારા પૈસા સરકારના થઈ ગયા છે કે તમે તેને પરત ન લઈ શકો. તેવામાં તમે કે તમારા કાયદાકીય વારસદાર ડોક્યુમેન્ટ જમા કરી બેંકમાંથી પૈસા પરત લેવાનો દાવો કરી શકે છે.
જે બેંકમાં તમારૂ જૂનું ખાતું છે, તેની સંબંધિત શાખાનો સંપર્ક કરો અને ખાતાને ફરી ચાલૂ કરવા માટે અરજી કરો. ત્યારબાદ બેંકની જરૂરિયાત પ્રમાણે જરૂરી KYC અપડેટ કરાવો. ખાતાને ફરી એક્ટિવ કરવા માટે બેંકનું નક્કી ફોર્મ ભરો કે અરજી કમા કરો. જરૂરી પ્રક્રિયા પૂરી થયા બાદ બેંક ખાતાને ફરી ચાલૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.