RS 1000 Note Fact Check: હાલના સમયમાં સોશિયલ મીડિયામાં મંદિરના ફોટાવાળી અને પીળા કલરની 1000 રૂપિયાની નોટનો ફોટો અને વીડિયો વાયરલ છે, દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) જલ્દી આ નોટ જાહેર કરવાની છે અથવા 15 તારીખથી તેને જાહેર ચલણમાં લાવવામાં આવશે. જો કો પ્રેસ ઈન્ફોરમેશન બ્યુરો(PIB)ની ફેક્ટ ચેક યુનિટે આ દાવાઓને ખોટા જણાવ્યા છે.
PIB ફેક્ટ ચેકે મંગળવારે તે સ્પષ્ટ કર્યું કે RBIએ 1000 રૂપિયાની નવી નોટ જાહેર કરવાને લઈને કોઈ જાહેરાત કરી નથી, સોશિયલ મીડિયામાં ઈસ્ટ્રાગ્રામ, એક્સ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર આ કથિત નોટનો ફોટો શેયર કરવામાં આવી રહ્યો છે, લોકો તેને નવી નોટ જણાવતાની સાથે તેને 15 તારીખથી જાહેર ચલણમાં આવવાનો દાવો પણ કરી રહ્યા છે.
PIB ફેક્ટ ચેકએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને 1000 રૂપિયાની નવી નોટ સાથે જોડાયેલા દાવા ફગાવી દીધા છે, એજન્સીએ લોકોને અપિલ કરી છે કે આ માહિતી પર ભરોસો કરવો અથવા શેર કરતા પહેલા ચેક જરૂર કરી લે.
🚨 FAKE ₹1,000 NOTE ALERT! Several social media posts claim that a new ₹1,000 note has been issued. #PIBFactCheck ❌ This claim is fake. ✅ The @RBI has made no announcement regarding the issuance of a new ₹1,000 note. 🔸 Verify information through official sources and do not share unverified claims. 💡 Come across suspicious content related to the Central Government? Report it to @PIBFactCheck. 📲 +91 8799711259 📩 factcheck@pib.gov.in
— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2026
PIB મુજબ RBIએ મંદિરના ફોટા વાળી પીળા કલરની 1000 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની જાહેરાત કરી નથી. એટલા માટે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાઓ પર ભરોસો કરવો જોઈએ નહીં.
ભારતમાં RBIની મહાત્મા ગાંધી(નવી) સિરીઝ પ્રમાણે 10,20,50,100,200 અને 500 રૂપિયાની નોટ ચલણમાં છે, તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી, જે બાદ જુની 500 અને 1000 રૂપિયાની નોટોનું લીગલ કરેન્સીનો દર્જો ખત્મ કરી દીધા હતા.
પછીથી નવી ડિઝાઈનની 500 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી, જ્યારે 1000 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી નથી, તે સમયે સૌથી મોટી નોટીમાં 2000 રૂપિયીની નોટ હતી, જો કે RBIએ મે 2023માં 2000 રૂપિયાની નોટ પણ ચલણમાંથી પાછી લેવાની જાહેરાત કરી હતી.
જો સોશિયલ મીડિયામાં કઈ નવી નોટનો ફોટો કે તેને જાહેર થવાના સમાચાર સામે આવે છે, તો તેના પર વિશ્વાસ કરતા પહેલા RBIની ઓફિશિયલ જાહેરાત કે માહિતી વિશે ચેક કરો, કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સમાચારની સાચી જાણકારી માટે PIB ફેક્ટ ચેક સાથે પણ કોન્ટેક્ટ કરી શકાય છે.
વોટ્સએપ હેલ્પલાઈન: +91 8799711259
ઈમેલ: factcheck@pib.gov.in