• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાજકોટ
  • /રાજકોટમાં હાઈબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ! સો.મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવેના ભાઈનું નામ સામે આવતાં ખળભળાટ

રાજકોટમાં હાઈબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ! સો.મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવેના ભાઈનું નામ સામે આવતાં ખળભળાટ

Rajkot : રાજકોટ શહેરમાં ગાંજાના ગેરકાયદે વેચાણ અને સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રૈયા રોડના હાઈબ્રિડ ગાંજાના કેસમાં કથિત પેડલર ગૌતમ દવેનું નામ સામે આવ્યું છે, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવેનો ભાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે લાખો રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને વેચવામાં આવતો હતો અને આ નેટવર્કમાં અન્ય કયા લોકો સામેલ છે.

Written ByDilip Chaudhary
Published: Oct 27, 2026, 10:27 PM IST|Updated: Oct 27, 2026, 10:32 PM IST
joinshare
રાજકોટમાં હાઈબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ! સો.મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવેના ભાઈનું નામ સામે આવતાં ખળભળાટ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, 6 રાશિઓ માટે ખુલશે કમાણીના નવા રસ્તા, રોકાણથી થશે મોટો લાભ!

શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, 6 રાશિઓ માટે ખુલશે કમાણીના નવા રસ્તા, રોકાણથી થશે મોટો લાભ!

2

રાજકોટમાં હાઈબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ! સો.મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવેના ભાઈનું નામ સામે આવતાં ખળભળાટ

3

ઊંઘતા હશોને ત્રાટકશે વાવાઝોડું અર્નબ? હવામાન વિભાગે આપ્યું નવું અપડેટ, જાણો ક્યાં મચાવશે તબાહી

4

બેંક એકાઉન્ટમાં વર્ષોથી નથી કર્યું કોઈ ટ્રાન્ઝેક્શન, શું ડૂબી જશે તમારા જમા પૈસા?

5

લોકો CA પાસે માગે છે રોકાણની સલાહ, પણ CA પોતે કોના પર કરે છે ભરોસો? મનીષ મલ્હોત્રાએ ખોલ્યું AIનું મોટું રહસ્ય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સાહિલ સપ્પા, રાજકોટ : રાજકોટ શહેર એસઓજીની ટીમે રૈયા રોડ પર યોગીરાજનગર શેરી નંબર-4માં આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-3માં દરોડો પાડીને 37 વર્ષીય પૂજા ભટ્ટને ઝડપી લીધી હતી. પોલીસને ફ્લેટમાંથી 680 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત મોબાઇલ ફોન અને વજનકાંટો સહિત કુલ 23.91 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં જપ્ત કરાયેલા હાઈબ્રિડ ગાંજાની કિંમત જ 23.80 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં પાવર કેપ્સુલના નામે છેતરપિંડી, અશ્લીલ ક્લિપ્સ મોકલી યુવાનોને ફસાવતા, પોલીસે 10ને દબોચ્યા

ગૌતમ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

પ્રાથમિક તપાસમાં પોલીસને પૂજા ભટ્ટના ભાણેજ અને કથિત પેડલર ગૌતમ દવેનું નામ જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગૌતમ દવે ગાંજાનો જથ્થો સાચવવા માટે પૂજા ભટ્ટને આપી ગયો હતો અને ત્યાંથી નાની-નાની પડીકીઓ બનાવી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની આશંકા છે. આ મામલે રાજકોટ શહેર એસઓજીમાં ફરજ બજાવતા બી.વી. ચુડાસમાએ પૂજા ભટ્ટ અને ગૌતમ દવે વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલે એફએસએલની મદદ પણ લેવામાં આવી છે. હાલ ગૌતમ દવેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગૌતમની ધરપકડ બાદ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવતો હતો, તે કોને વેચતો હતો અને આ કારોબારમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં તપાસ આગળ વધશે.

એક્ટ્રેસ અંકિતા દવેના ભાઈનું નામ સામે આવતા ખળભળાટ

આ સમગ્ર કેસમાં વધુ ચર્ચા ત્યારે શરૂ થઈ છે, જ્યારે પોલીસ તપાસમાં સામે આવેલા કથિત પેડલર ગૌતમ દવેનું નામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવે સાથે જોડાયું છે. અંકિતા દવે સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આશરે 48 લાખ ફોલોઅર્સ હોવાનું સામે આવ્યું છે. જોકે, અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે ગૌતમ દવે સામે ગાંજાના ગેરકાયદે કારોબારને લઈને આરોપો છે અને તેની ધરપકડ થવાની બાકી છે. તેની બહેન અંકિતા દવેની આ કેસમાં કોઈ ભૂમિકા હોવાનો ઉલ્લેખ પણ હાલ સામે આવેલી વિગતોમાં નથી.

પોલીસ પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા

બીજી તરફ, પોલીસ માટે હવે સૌથી મોટો સવાલ એ છે કે ગૌતમ દવે સુધી પહોંચીને હાઈબ્રિડ ગાંજાના સપ્લાયની કડી કેવી રીતે ખોલી શકાય. લાખો રૂપિયાની કિંમતનો ગાંજો ક્યાંથી આવ્યો, તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ અને છૂટક વેચાણ માટે કોને જથ્થો આપવામાં આવતો હતો, તે તમામ મુદ્દે તપાસ મહત્વપૂર્ણ બની રહેશે. હવે જોવાનું એ રહેશે કે ગૌતમ દવે પોલીસના હાથે ક્યારે ઝડપાય છે અને તેની પૂછપરછમાં નશાના આ કથિત કારોબારને લઈને કેવા ખુલાસા થાય છે.

નશાના કારોબારને ડામવા પોલીસની કાર્યવાહી

ગાંજાના સપ્લાયરો, પેડલરો અને જથ્થો મેળવવાના સ્ત્રોત સુધી પહોંચવું પોલીસ માટે સૌથી મોટો પડકાર રહેશે. ખાસ કરીને રૈયા રોડના કેસમાં કથિત પેડલર ગૌતમ દવેની ધરપકડ બાદ જ ગાંજાના સપ્લાયને લઈને વધુ સ્પષ્ટતા થઈ શકશે. રાજકોટમાં નશાના કારોબારને ડામવા માટે પોલીસની આ કાર્યવાહી કેટલી અસરકારક સાબિત થાય છે અને આગામી દિવસોમાં તપાસમાંથી કઈ નવી વિગતો બહાર આવે છે, તેના પર હવે સૌની નજર રહેશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News