સ્પેનના ટોલેડો પ્રાંત પાસે બુધવારે સવારે બે હાઈ સ્પીડ ટ્રેનો પરસ્પર અથડાતા 39 લોકોના જીવ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રેનફે અને ઈર્યોની એક ટ્રેન અથડાતા આ અકસ્માત સર્જાયો. એક જ ટ્રેક પર એક ટ્રેનની પાછળ દોડતી બીજી ટ્રેન આગળની ટ્રેનને અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓછામાં ઓછા બે ડબ્બા પાટા પરથી ઉતરીને ઢાળથી નીચે ઉતરી ગયા.
સ્પેનની રેલ વ્યવસ્થાને મેનેજ કરતી કંપની ADIFએ જણાવ્યું કે આ ઘટના બુધવારે સવારે ટોલેડો પ્રાંતમાં ઘટી. અકસ્માત બાદ તરત મેન્ડ્રિડ, સ્યુદાદ રિયલ અને અંડાલૂસિયા વચ્ચે દોડતી ટ્રેન સેવાને સંપૂર્ણ રીતે રોકવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે તપાસ પૂરી થાય અને પાટા સુરક્ષિત ન જણાય ત્યાં સુધી આ રૂટ્સ પર કોઈ ટ્રેન નહીં દોડે.
Choque entre un AVE de la línea Madrid-Andalucía y un tren de la compañía Iryo a la altura de Los Yébenes. Por desgracia, hay víctimas mortales y se desconoce el número de heridos en esa nueva tragedia ferroviaria. https://t.co/RAkiRnsl17
— Guaje Salvaje (@GuajeSalvaje) October 28, 2026
સરકારી બ્રોડકાસ્ટર TVE ના રિપોર્ટ મુજબ બંને ટ્રેનો એક જ દિશામાં દોડતી હતી. એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગમાં અથડાઈ. અથડામણ એટલી તે જોરદાર હતી કે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતની જગ્યાએ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઉર્દાના મેયર મેન્યુઅલ ગેલને TVEને જણાવ્યું કે અનેક મુસાફરો ઘાયલ છે.
સિવિલ પ્રોટેક્શન અધિકારીઓએ તેમના ટાઉન હોલ સાથે સંપર્ક કરીને મુસાફરોની સારવાર માટે એક સ્પોર્ટ્સ પેવેલિયન તૈયાર કરવાનું જણાવ્યું છે. સ્થાનિક પ્રશાસન ઘાયલોને પ્રાથમિક સારવાર આપવા અને જરૂર પડ્યે હોસ્પિટલ મોકલવાની તૈયારીમાં લાગ્યું છે.
બચાવકર્મીઓ ધ્વસ્ત થયેલા ડબ્બાઓને કાપીને લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા. આ સાથે જ મૃતકોની ઓળખ માટે તેમને મોર્ચ્યુરી પહોંચાડવામાં આવ્યા. પ્રધાનમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લેતા મામલાની તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ મૃતકો અને ઘાયલોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
અત્રે જણાવાનું કે સ્પેનના હાઈ સ્પીડ રેલવે નેટવર્ક માટે આ દુર્ઘટના એક મોટો ઝટકો મનાઈ રહ્યો છે. અગાઉ પણ આવો જ એક અકસ્માત જાન્યુઆરીમાં દક્ષિણી સ્પેનમાં થયો હતો. તે સમયે ગાડી પાટા પરથી ઉતરી ગઈ અને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી જેમાં 45 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત 2013ના અકસ્માત બાદ સ્પેનનો સૌથી જીવલેણ અકસ્માત હતો. 2013માં થયેલા ટ્રેન અકસ્માતમાં 80 લોકોના જીવ ગયા હતા.