• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /24 કલાકમાં 5 ભૂકંપના આંચકા અને અત્યંત વિનાશકારી વાવાઝોડું અર્નબ! બંને વચ્ચે છે કોઈ કનેક્શન?

24 કલાકમાં 5 ભૂકંપના આંચકા અને અત્યંત વિનાશકારી વાવાઝોડું અર્નબ! બંને વચ્ચે છે કોઈ કનેક્શન?

Cyclone Arnab And Earthquake Connection: અર્નબ વાવાઝોડું મધરાતે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું જે અતિ ગંભીર કેટેગરીનું વાવાઝોડું છે. હાલ આંધ્ર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં તે તબાહી મચાવી રહ્યું છે. પણ એક અન્ય ચોંકાવનારી વાત એ જોવા મળી કે વાવાઝોડા પહેલા કેટલાક રાજ્યોમાં ભૂકંપ પણ જોવા મળ્યો તો અનેક લોકોના મનમાં એવો સવાલ ઉભો થયો કે શું આ ભૂંકપના આંચકા અને વાવાઝોડાને કોઈ સંબંધ છે ખરો?

Written ByViral Raval
Published: Oct 28, 2026, 01:44 PM IST|Updated: Oct 28, 2026, 01:48 PM IST
joinshare
24 કલાકમાં 5 ભૂકંપના આંચકા અને અત્યંત વિનાશકારી વાવાઝોડું અર્નબ! બંને વચ્ચે છે કોઈ કનેક્શન?
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે

Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે

2

ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર: એકસાથે 3 ફોર્મેટમાં બદલાયા નંબર-1, અભિષેક શર્મા ફરી ટોપ પર

3

દિવાળીની રાત્રે અમરેલીમાં જામશે અદભુત જંગ: સાવરકુંડલામાં છેલ્લા 50 વર્ષથી પરંપરાગત રીતે રમાય છે 'ઇંગોરીયા યુદ્ધ'!

4

બેલેટ પેપરથી ચૂંટણી છતાં કોંગ્રેસને મોટો ઝટકો: MLC ચૂંટણીમાં એક પણ સીટ ન મળી, કર્ણાટકમાં પણ હાર

5

24 કલાકમાં 5 ભૂકંપના આંચકા અને અત્યંત વિનાશકારી વાવાઝોડું અર્નબ! બંને વચ્ચે છે કોઈ કનેક્શન?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

હાલ બંગાળની ખાડીમાંથી ઉઠેલા વાવાઝોડા અર્નબે લગભગ અડધા ભારતને ભરડામાં લઈ લીધુ છે. સેટેલાઈટ તસવીર અત્યંત ડરામણી સ્થિતિ સૂચવી રહી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે કહેર વર્તાઈ રહ્યો છે. આ તોફાનના કારણે બે રાજ્યોના દરિયાકાંઠા વિસ્તારોમાં મંગળવાર મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે 135 થી 140કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સમુદ્રમાં પણ ઊંચી ઊંચી લહેરો ઉઠી રહી છે. જેના કારણે પાણી રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં ઘૂસી ગયું છે.

હવે દેશમાં સ્થિતિ એવી છે કે એક બાજુ જ્યાં વાવાઝોડું અર્નબ અનેક રાજ્યોમાં ગંભીર સ્થિતિ સર્જી રહ્યું છે ત્યારે બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં પાંચવાર ધરા પણ ધ્રુજી છે જેણે લોકોની ચિંતામાં વધારો કર્યો છે કે આખરે આ શું થઈ રહ્યું છે?

ભીષણ વાવાઝોડું અર્નબ આંધ્રના દરિયાકાંઠે ત્રાટક્યું, ઘરોમાં ઘૂસ્યું પાણી, આ રાજ્યો સુધી તોફાનની અસર

24 કલાકમાં 5 વાર  ધરા ધ્રુજી

એવી સ્થિતિ પેદા થઈ રહી છે કે એકવાર ચોક્કસપણે એ વિચાર  આવે કે આખરે આ તે શું થઈ રહ્યું છે કે વાવાઝોડું આવ્યું અને ધરા પણ ધ્રુજી? કારણ કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર જણાવ્યું કે 27 અને 28 ઓક્ટોબર વચ્ચે દેશના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. એક બાજુ વાવાઝોડું અને પછી ધરતીકંપ....જેના કારણે લોકોના મનમાં પણ સવાલ ઉઠ્યો છે કે આ બંને વચ્ચે શું કોઈ કનેક્શન છે  ખરું?

ધડાધડ અનુભવાયા ભૂકંપના આંચકા

  • NCS દ્વારા શેર કરાયેલી માહિતી મુજબ 27 ઓક્ટોબરની રાતે 22.52 કલાકે બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા. જેની તીવ્રતા 4.5ની હતી. 
  • સવારે 4.35 કલાકે અસમના ગોલપારામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
  • સવારે 7.29 કલાકે મ્યાંમારમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ મહેસૂસ થયો. 
  • સવારે 7.51 કલાકે કોરલ સીમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો મહેસૂસ થયો. 
  • સવારે 7.56 કલાકે મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સમાં 3.1ની તીવ્રતાનો આંચકો આવ્યો.

વાવાઝોડા અને ધરતીકંપ વચ્ચે કોઈ સંબંધ ખરો?

  • તમને જણાવી દઈએ કે આમ જોઈએ તો આ બંને અલગ અલગ કુદરતી ઘટનાઓ છે. 
  • ભૂકંપ જે ધરતીના પેટાળમાં સર્જાતી ઘટના છે જ્યારે વાવાઝોડું આકાશમાં બને છે અને જમીન પર કહેર વરસાવે છે. 
  • ભૂકંપ એ જમીનના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટ્સમાં અથડામણના કારણે આવે છે. 
  • જો કે આધુનિક ભૂ વિજ્ઞાન અને હવામાન વિજ્ઞાન મુજબ બંને વચ્ચે એક સામાન્ય  કનેક્શન પણ જોવા મળે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને સ્ટોર્મક્વેક (Stormquake) કહેવામાં આવે છે. 
  • વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ જેમ કોઈ અત્યંત પ્રભાવશાળી તોફાન સમુદ્રની ઉપર પોતાની તાકાત ભેગી કરે તો તે વિસ્તારના વાયુમંડળીય દબાણમાં કમી મહેસૂસ થાય છે. 
  • આ દબાણમાં કમી અને તોફાની પવનના કારણે સમુદ્રનું જળસ્તર ઝડપથી ઉપર ઉઠે છે, પછી એક સાથે જ્યારે લાખો કરોડો ટન પાણી સમુદ્ર તળ સાથે સતત અથડાય છે ત્યારે  ધરતીની ઉપરની સપાટી પર તબાણ મહેસૂસ થાય છે.

સેટેલાઇટ તસવીરમાં દેખાયો વાવાઝોડાનો ડરામણો નજારો! અડધા ભારત પર સાયક્લોન 'અર્નબ'નો છે ઘેરાવો

વૈજ્ઞાનિકોને કેમ છે ચિંતા

  • જો કે કેટલાક કેસોમાં સ્થિતિ અલગ પણ હોય છે. વૈજ્ઞાનિક એવું પણ માને છે કે આવા કેસોના પ્રમાણ મર્યાદિત છે, આવામાં તેના આધારા પર સામાન્ય રીતે એવું કહી ન શકાય કે  ચક્રવાત મોટા ભૂકંપ પેદા  કરે છે. 
  • તોફાન અર્ણબનું આવવું અને અલગ અલગ જગ્યાઓ પર ભૂકંપના ઝટકા મહેસૂસ થવા એ ભલે એક સામાન્ય કુદરતી  ઘટના લાગે પરંતુ વાસ્તવમાં આ એક ગંભીર ચેતવણી છે. 
  • જાણકારો એવું માને છે કે કાંઠા વિસ્તારો અને પૂર્વોત્તરના રાજ્યોમાં રહેતા લોકો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોએ હવે બેવડા મોરચે  તૈયારી રાખવી પડશે.

     

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News