ICC ના લેટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે. નવા રેન્કિંગમાં ત્રણ ખેલાડી નંબર-1 બની ગયા છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં 113 રનની ઈનિંગ રમ્યા બાદ અભિષેક શર્મા ફરી ટી20મા દુનિયાનો નંબર-1 બેટર બની ગયો છે. તો રવીન્દ્ર જાડેજાને પછાડી આફ્રિકાનો માર્કો યાનસેન ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. આ સિવાય યાનસેન ટેસ્ટ ફોર્મેટમાં દુનિયાનો ટોપ બોલર પણ બની ગયો છે.
અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટી20 મેચમાં 38 બોલમાં 113 રન ફટકાર્યા હતા. 897ના કરિયર રેટિંગની સાથે અભિષેક ફરી ટી20નો ટોપ બેટર બની ગયો છે. પાકિસ્તાનનો શાહિબઝાદા ફરહાન બીજા સ્થાને ખસી ગયો છે. તો ઈશાન કિશન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે ટી20 મેચ રમી શક્યો નહીં. ઈશાન કિશને તેનું નુકસાન ભોગવવું પડ્યું અને તે પ્રથમ સ્થાનથી ત્રીજા સ્થાને આવી ગયો છે.
1. અભિષેક શર્મા - 897 પોઈન્ટ
2. સાહિબઝાદા ફરહાન - 883 પોઈન્ટ
3. ઈશાન કિશન - 866 પોઈન્ટ
4. હેરી બ્રૂક - 793 પોઈન્ટ
5. જોસ બટલર - 789 પોઈન્ટ
New No.1 T20I batter 🏏 New No.1 Test bowler 🔥 New No.1 Test all-rounder 👊 A massive week in the ICC Men's Player Rankings as two in-form stars ascend to the top spots 😲 https://t.co/nwWCLiixZn
— ICC (@ICC) October 28, 2026
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 5 બોલરોની વાત કરીએ તો અત્યાર સુધી મિચેલ સ્ટાર્કનું રાજ હતું, પરંતુ અહીં માર્કો યાનસેને પોતાની સત્તા સ્થાપિત કરી છે. સ્ટાર્ક બીજા સ્થાને ખસી ગયો છે. ત્રીજા સ્થાન પર મેટ હેનરી છે, જ્યારે ઈંગ્લેન્ડનો ઓલી રોબિન્સન ચોથા અને ભારતનો જસપ્રીત બુમરાહ પાંચમાં સ્થાને છે.
આ પણ વાંચોઃ અત્યંત દુ:ખદ સમાચાર: એશિયન ગેમ્સમાં 3 વાર ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા પેરા એથલીટ નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
ICC Test Rankings માં ટોપ-5 બોલર
1. માર્કો યાનસેન - 876 પોઈન્ટ
2. મિચેલ સ્ટાર્ક - 861 પોઈન્ટ
3. મેટ હેનરી - 861 પોઈન્ટ
4. ઓલી રોબિન્સન - 856 પોઈન્ટ
5. જસપ્રીત બુમરાહ- 853 પોઈન્ટ
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-5 ઓલરાઉન્ડરની વાત કરીએ તો અહીં માર્કો યાનસેનને ફાયદો થયો છે. તે ભારતના જાડેજાને હટાવી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. જાડેજા બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને બાંગ્લાદેશનો મેહદી હસન મિરાઝ છે, જ્યારે ચોથા સ્થાને આફ્રિકાનો વિયાન મુલ્ડર છે. તો પાંચમાં સ્થાને મિચેલ સ્ટાર્ક છે.
ICC Test Rankings માં ટોપ-5 બોલર
1. માર્કો યાનસેન - 451 પોઈન્ટ
2. રવીન્દ્ર જાડેજા - 422 પોઈન્ટ
3. મેહદી હસન મિરાઝ - 319 પોઈન્ટ
4. વિયાન મુલ્ડર- 309 પોઈન્ટ
5. મિચેલ સ્ટાર્ક - 257 પોઈન્ટ