ભારતીય ખેલ જગતથી એક હચમચાવી નાખતા સમાચાર સામે આવ્યા છે જેણે હડકંપ મચાવ્યો છે. ભારતના પેરા એથલીટે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધુ. પેરા એશિયન ગેમ્સમાં 3 વાર ગોલ્ડ મેડલ જીતનાર નીરજ યાદવે 42 વર્ષની વયે આ અંતિમ પગલું ભર્યું. એજન્સીના રિપોર્ટ મુજબ કદાચ તેમણે કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો. નીરજ યાદવે જ્યારે 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
STORY | Top para athlete Neeraj Yadav dies by suicide Asian Para Games gold medallist Neeraj Yadav has allegedly died by suicide after consuming poison at his residence, with a postmortem examination underway at a Delhi hospital on Wednesday. S Satyanarayana, head coach of the Indian para-athletics team, confirmed the incident, saying he had learnt of the tragedy but that Yadav's body was still at the hospital. READ: https://t.co/Ye3jUCu4rh
— Press Trust of India (@PTI_News) October 28, 2026
ભારતીય પેરા એથલીટિક્સ ટીમના હેડ કોચ એસ સત્યનારાયણે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે તેમને આ દુખદ ઘટના વિશે જાણકારી મળી છે. તેમણે કહ્યું કે નીરજે આત્મહત્યા કરી છે અને આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રિપોર્ટ મુજબ નીરજ આ મહિને આઈચી નાગોયામાં થયેલા એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહતા. ડોપિંગ સસ્પેન્શનના કારણે તેમણે આ ટુર્નામેન્ટમાંથી બહાર રહેવું પડ્યું હતું. એવું કહેવાય છે કે ત્યારબાદ તેઓ ભાવનાત્મક રીતે ખુબ તણાવમાં હતા. જો કે તેમના મોતનું સટીક કારણ હજુ પણ સ્પષ્ટ થયું નથી.