• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /કારકિર્દી
  • /રેલવેમાં 1,265 સ્ટેશન માસ્ટરની જગ્યાઓ પર ભરતી: અરજી પ્રક્રિયા શરૂ, જાણો લાયકાત અને વિગત

રેલવેમાં 1,265 સ્ટેશન માસ્ટરની જગ્યાઓ પર ભરતી: અરજી પ્રક્રિયા શરૂ, જાણો લાયકાત અને વિગત

રેલવેમાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરતા પહેલા શૈક્ષણિક યોગ્યતા, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયાની શરતોનું સત્તાવાર નોટિફિકેશન ચેક કરી લેવું જોઈએ.

Written ByGokani Dhaval
Published: Oct 28, 2026, 03:09 PM IST|Updated: Oct 28, 2026, 03:11 PM IST
joinshare
રેલવેમાં 1,265 સ્ટેશન માસ્ટરની જગ્યાઓ પર ભરતી: અરજી પ્રક્રિયા શરૂ, જાણો લાયકાત અને વિગત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ચોથી T20માંથી બહાર થશે સંજુ સેમસન? વૈભવ સૂર્યવંશી અંગે પણ શ્રેયસ ઐયરને લેવો પડશે મોટો નિર્ણય

ચોથી T20માંથી બહાર થશે સંજુ સેમસન? વૈભવ સૂર્યવંશી અંગે પણ શ્રેયસ ઐયરને લેવો પડશે મોટો નિર્ણય

2

સ્પેનમાં 2 હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર અથડામણ, એક ટ્રેનને બીજી ટ્રેને પાછળથી ટક્કર મારી, 39 લોકોના મોત

3

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી: DA માં 3% નો વધારો, હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થયું

4

આયુષ મંત્રાલય પાસેથી જાણો યોગ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું અને કઈ ભુલો ન કરવી

5

બંગાળની ખાડીમાં શું ચાલી રહ્યું છે, શક્તિશાળી અર્નબ બાદ વળી પાછું આવી શકે છે વાવાઝોડું?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ સ્ટેશન માસ્ટરની જગ્યા ભરવા માટે અરજી પ્રક્રિયા 27 ઓક્ટોબર 2026થી શરૂ થઈ ગઈ છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2026 છે.

કેટલી જગ્યા પર થશે ભરતી?

સ્ટેશન માસ્ટર ભરતી માટે જારી રિપોર્ટોમાં જગ્યાની સંખ્યા અલગ-અલગ દર્શાવવામાં આવી છે. કેટલાક રિપોર્ટોમાં 1250 જ્યારે અન્યમાં 1265 પદનો ઉલ્લેખ છે. તેથી અરજી કરતા પહેલા સંબંધિત RRB ની સત્તાવાર સૂચનામાં કુલ પદોની સંખ્યા અને ઝોન અનુસાર ખાલી જગ્યાની જાણકારી મેળવી લેવી. ભરતીના નોટિફિકેશન પ્રમાણે સ્ટેશન માસ્ટર માટે ઉમેદવારની પાસે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.

કઈ રીતે થશે પસંદગી?

સ્ટેશન માસ્ટર પદ પર પસંદગી માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT), કમ્પ્યુટર આધારિત એપ્ટીટ્યૂડ ટેસ્ટ (CBAT), ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષા જેવી પ્રક્રિયાઓ સામેલ છે.

કઈ રીતે કરશો અરજી?


સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in  ઓપન કરો.

હોમપેજ પર ભરતી લિંકને ખોલો.

ત્યારબાદ લોગઇન કરો અને અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જાણકારી અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.

પરીક્ષાનું શહેર પસંદ કરો અને પછી ફી ભરો.

છેલ્લે બધુ ચેક કરી સબમિટ કરી દો.

https://www.rrbapply.gov.in/assets/forms/CEN_08_2026_StationMaster.pdf

કેટલી છે પરીક્ષા ફી?

RRB સ્ટેશન માસ્ટર 2026 માટે અરજી કરનાર સામાન્ય વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવી પડશે. તો અનામત વર્ગના ઉમેદવારો માટે ફી 250 રૂપિયા છે. રજીસ્ટ્રેશન ફી જમા કરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2026 છે.

કેટલો મળશે પગાર?

રેલવે સ્ટેશન માસ્ટર પદ પર નોકરી મળ્યા બાદ પે લેવલ-6 હેઠળ પગાર આપવામાં આવે છે. તેમાં 35400 રૂપિયા મહિના પ્રમાણે બેઝિક પગાર અને 4200 ગ્રેડ પે મળે છે. આ સિવાય અન્ય ભથ્થા અને સુવિધા મળે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs News