• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /દિવાળીની રાત્રે અમરેલીમાં જામશે અદભુત જંગ: સાવરકુંડલામાં છેલ્લા 50 વર્ષથી પરંપરાગત રીતે રમાય છે 'ઇંગોરીયા યુદ્ધ'!

દિવાળીની રાત્રે અમરેલીમાં જામશે અદભુત જંગ: સાવરકુંડલામાં છેલ્લા 50 વર્ષથી પરંપરાગત રીતે રમાય છે 'ઇંગોરીયા યુદ્ધ'!

Amreli News: છેલ્લા 50 વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પારંપારિક રીતે ખેલાતુ ઇંગોરીયાનુ યુધ્ધ અતિ રોમાંચક હોય છે. જેની તૈયારી સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી ઇંગોરીયા તૈયાર કરી રહ્યા છે. આ અહેવાલ કે જેમા ઇંગોરીયા શુ છે તેની તૈયારી...આ ઇંગોરીયા અને કોકાડા કેવી રીતે બનાવવામા આવે છે.

Written ByKinjal Patel
Published: Oct 28, 2026, 02:21 PM IST|Updated: Oct 28, 2026, 02:24 PM IST
joinshare
દિવાળીની રાત્રે અમરેલીમાં જામશે અદભુત જંગ: સાવરકુંડલામાં છેલ્લા 50 વર્ષથી પરંપરાગત રીતે રમાય છે 'ઇંગોરીયા યુદ્ધ'!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી: DA માં 3% નો વધારો, હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થયું

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી: DA માં 3% નો વધારો, હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થયું

2

આયુષ મંત્રાલય પાસેથી જાણો યોગ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું અને કઈ ભુલો ન કરવી

3

બંગાળની ખાડીમાં શું ચાલી રહ્યું છે, શક્તિશાળી અર્નબ બાદ વળી પાછું આવી શકે છે વાવાઝોડું?

4

રેલવેમાં 1,265 સ્ટેશન માસ્ટરની જગ્યાઓ પર ભરતી: અરજી પ્રક્રિયા શરૂ, જાણો લાયકાત અને વિગત

5

Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કેતન બગડા/અમરેલી: સાવરકુંડલા વિસ્તારમા આ ઇંગોરીયાનો છોડ છે જેમાથી ચીકુ જેવુ થતુ ફળ તેને ઇંગોરીયુ કહેવાય છે તેને તોડીને સુકવીને તેને ડ્રીલથી હોલ પાડીને ઇંગોરીયામા દારૂખાનુ ભરવામા આવે છે.આ દારૂખાનુ કેવી રીતે તૈયાર થાય છે તેના પર નજર કરીએ તો દેશી કોલસાને ખાંડી ભુક્કો કરાય છે. તેમા ગન્ધક સુરોખાર ભેળવી આ દારૂખાનુ તૈયાર કરવામા આવે છે.

ચીકુના ફળ જેવા દેખાતા ઇંગોરીયાને દારૂખાનુ ભરવામા આવે..

આ દારૂખાનુ તૈયાર થયા બાદ તેને આ સુકાયેલા અને ડ્રીલથી હોલ પાડેલા ચીકુના ફળ જેવા દેખાતા ઇંગોરીયાને દારૂખાનુ ભરવામા આવે છે અને તેને ખીલા જેવા સાધનથી ઠબકારી ખીચોખીચ ભરવામા આવે છે અને તૈયાર થઇ જાય છે લડાઇ માટેના ઇંગોરીયા.છેલ્લા થોડા વર્ષથી ઇંગોરીયાના વૃક્ષોનો નાશ થઇ રહ્યો હોય ઇંગોરીયા મુશ્કેલીથી મળે છે અને તેમા સખત મહેનત પણ પડે છે તેથી તેનુ સ્થાન હવે કોકડા એ લીધુ છે.

સેટેલાઇટ તસવીરમાં દેખાયો વાવાઝોડાનો ડરામણો નજારો! અડધા ભારત પર સાયક્લોન 'અર્નબ'નો છે ઘેરાવો

કોકડીને બન્ને બાજુ ડેમના કાચા પત્થર ની માટીની પેક કરવામા આવે છે..

આ દરજીને દોરાની મોટી સાઇઝની કોકડીને બન્ને બાજુ ડેમના કાચા પત્થર ની માટીની પેક કરવામા આવે છે ત્યાર બાદ કોકડાને વચ્ચે ડ્રીલથી હોલ પાડી તેમા પણ પત્થરની માટીની ડટ્ટી મારવામા આવે છે અને તૈયાર થાય છે. કોકડાનો મોટો જથ્થો.સાવરકુંડલામા તૈયાર થઇ રહેલા હજારો ઇંગોરીયા અને કોકડા એક જ રાતમા સામસામે ફેકીને ખતમ કરાય છે જે રમત અતિ રોમાંચીત અને દુર્લભ હોય છે.

ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય

આ અતિ રોમાંચકારી નિર્દોષ ભાવે ખેલાતુ યુધ્ધ સાવરકુંડલામા છેલ્લા સાઇઠ વર્ષ પહેલાથી ખેલાય છે. વર્ષો પહેલા સાવર અને કુંડલા એમ બે ભાગમા યુવાનો વહેચાઇ જતા અને રાત્રે દસ વાગ્યાથી સવાર સુધી સામસામે સળગતા ઇંગોરીયા ફેકી લડાઇ કરતા હતા. આ યુધ્ધ માત્ર સાવરકુંડલામા જ ખેલાય છે આ લડાઇને જોવા માટે સાવરકુંડલાના નગરજનોના ઘરે અનેક મહેમાનો આવે છે આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતુ નથી અને રોકેટ જેમ છનનન કરતુ આવતા ઇંગોરીયા કે કોકડાનો અવકાશી નજારો નહિ પણ ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.

Gujarat News Live: ગાંધીનગરમાં PSI એ કરી આત્મહત્યા, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને SCની રાહત, વડોદરામાં CMની રેલી પહેલા પોસ્ટરવોર

સાવરકુંડલાના યુવાનો ત્રણ થી ચાર મહિના અગાઉ મહેનત શરૂ કરી દે છે

દિવાળીની રાત્રે સાવરકુંડલામા ખેલાશે જંગ સામસામે થશે ભીષણ લડાઇ. મિત્રો બનશે દુશ્મનો નિર્દોષ દુશ્મનીની આ લડાઇ ચાલશે સવાર સુધી. ત્યારે વાત કરીએ આ કોકડા અને ઇંગોરીયાની શુ છે કિમ્મત તો કોકડા 8 થી 10 રુપિએ વેચાય છે અને ઇંગોરીયુ દસથી પન્દર રુપિયે વેચાય છે. સાવરકુંડલા શીવાકાશી બન્યુ છે અને આ નિર્દોષ રમતને નિહાળવી એ એક અમુલ્ય તક છે.સમગ્ર ભરતમાજ ઈંગોરીયાની રમત રમવામાં આવે છે.ઈંગોરીયા અને કોકડી ભરવા માટે સાવરકુંડલાના યુવાનો ત્રણ થી ચાર મહિના અગાઉ મહેનત શરૂ કરી દે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News