બજારમાં અલગ અલગ પ્રકારની ફરસી પુરી મળતી હોય છે. જેમાંથી સૌથી ખાસ અને સ્વાદિષ્ટ હોય છે સાત પડવાળી પુરી કે જેને ઘણા લોકો સતપડી પણ કહેતાં હોય છે. આ પુરી ખાસ એટલા માટે હોય છે તેમાં ખારી બિસ્કીટમાં પડે એવા લેયર થયેલા હોય છે. જેના કારણે આ પુરી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. સાત પડવાળી પુરી જોઈને લાગે કે આ પુરી બનાવવી મુશ્કેલ હશે પણ જો તમને પુરીમાં સાત પડ પાડવાની ટ્રિક ખબર હોય તો આ પુરી ઘરે સરળતાથી બનાવી શકો છો.
મેંદાનો લોટ અથવા ઘઉંનો લોટ
મોણ માટે તેલ અથવા ઘી
મીઠું
અધકચરું વાટેલું જીરું અને મરી
સાટા માટે ચોખાનો લોટ અને ઘી
તળવા માટે તેલ
આ પુરી બનાવ્યા પછી એરટાઈટ કંટેનરમાં ભરી લો. આ રીતે બનાવેલી પુરી તમે 10 થી 15 દિવસ સ્ટોર કરી શકો છો. જો કે આ પુરી એટલી ટેસ્ટી લાગે છે કે બનાવ્યાના 2 જ દિવસમાં ડબ્બો સાફ થઈ જશે.