પારિવારિક મનોરંજન ફિલ્મ જોવા લોકો આતુર એટલા માટે છે કે આ ફિલ્મમાં પહેલીવાર પંકજ ત્રિપાઠી અને અદિતી રાવ હૈદરી એક સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મનું ટ્રેલર પણ મજેદાર છે. ફિલ્મના ટ્રેલર પરથી લાગે છે કે ફિલ્મ રોમકોમ છે. ફિલ્મમાં લવ સ્ટોરી, કોમેડી, ડ્રામા જોવા મળશે.
ફિલ્મ પારિવારિક મનોરંજન ફિલ્મ વરુણ શર્માના નિર્દેશનમાં બની છે. આ ફિલ્મ દિવાળી પછીના વીકેન્ડમાં ઓટીટી પર જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ 13 નવેમ્બર છે. દિવાળી પછી ઓટીટી પર નવી ફિલ્મ સ્ટ્રીમ થશે. આ ફિલ્મ સોની લિવ પર રિલીઝ થવાની છે.
પંકજ ત્રિપાઠી વર્સેટાઈલ એક્ટર છે. પંકજ ત્રિપાઠીની લોકપ્રિયતા તેની આગવી અદાકારીના કારણે વધી છે. હવે પંકજ ત્રિપાઠી એક રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે અને તે પણ બોલીવુડની સુંદર અભિનેત્રી અદિતી રાવ હૈદરી સાથે. આ ફિલ્મના ટીઝરને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. પારિવારિક મનોરંજન ફિલ્મના નામ પરથી જ ક્લીયર કરી દેવામાં આવ્યું છે કે આ ફિલ્મ પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી હશે.
ફિલ્મ મેકર્સના જણાવ્યા અનુસાર આ ફિલ્મ પરિવાર, સંબંધો, લોકોના જીવનની સામાન્ય સ્થિતિ, એકબીજા સાથેની લાગણી દર્શાવે છે. આ ફિલ્મ એવી છે જે પરિવારના લોકોને એકબીજાની નજીક લાવશે. ફિલ્મ મેકર્સ દ્વારા કરવામાં આવેલો આ દાવો સાચો સાબિત થશે કે નહીં તે 13 નવેમ્બર 2026 ના રોજ જાણવા મળશે.