• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

Rule Change From 1 November: આવતી કાલથી નવો મહિનો નવેમ્બર શરૂ થઈ રહ્યો છે અને આ સાથે જ કેટલાક નિયમો પણ લાગૂ થઈ રહ્યા છે. આ બદલાતા નિયમો તમારા ખિસ્સાને કેવી અસર કરશે તે ખાસ જાણો.

Written ByViral Raval
Published: Oct 31, 2026, 09:16 AM IST|Updated: Oct 31, 2026, 09:20 AM IST
joinshare
1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

2

બહારગામ જતા પહેલાં સાવધાન! રાજકોટ પોલીસની નાગરિકોને ખાસ અપીલ- ‘સોશિયલ મીડિયા પર લોકેશન શેર ન કરો’

3

1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

4

Ajay Devgn: વિમલ ઈલાયચીની જાહેરાત મામલે અજય દેવગન હાઈકોર્ટમાં, કાર્યવાહીને ગણાવી ખોટી

5

Houthi Attacks: હુથી વિદ્રોહીઓની હિંમત વધી, મદીના પર એટેકનો પ્રયત્ન, રાષ્ટ્રપતિ ભવનને પણ નિશાન બનાવ્યું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

1 નવેમ્બરથી અનેક ફેરફાર જોવા મળશે જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. જીએસટીના રૂલ ચેન્જથી લઈને હાઈવે ટોલ પાસના રિચાર્જને લઈને નિયમો લાગૂ થઈ રહ્યા છે. વિગતો ખાસ જાણો.

LPG સિલિન્ડરના ભાવ

દર મહિનાની પહેલી તારીખે  ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં સંશોધન કરીને નવા ભાવ જાહેર કરે છે. ગત મહિને ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 62.50 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. જો કે 14 કિલોવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહતા. આવામાં 1 નવેમ્બરે ભાવમાં ચેન્જ જોવા મળી શકે છે. આ સાથે ATF એટલે કે હવાઈ ઈંધણના ભાવમાં પણ ચેન્જ જોવા મળી શકે છે.

1500 રૂપિયાનો ટોલ પાસ

કેન્દ્ર સરકાર ટોલ પાસ રૂલમાં ફેરફાર લાવી રહી છે. જે હેઠળ એક  નવેમ્બરથી ટોલ પ્લાઝા નજીક રહેતા લોકો માટે એક નવા ટોલપાસની જાહેરાત કરાઈ છે. 1500 રૂપિયાના એન્યુઅલ પાસનો ટોલપ્લાઝાની 20 કિમીની રેન્જમાં રહેતા પ્રાઈવેટ વ્હીકલ ઓનર તેનો ફાયદો ઉઠાવી શકે છે.

દારૂની ખરીદી પર પેમેન્ટ નિયમ

1 નવેમ્બરથી તમિલનાડુમાં દારૂના પેમેન્ટનો નિયમ બદલાઈ રહ્યો છે. તમિલનાડુ રાજ્ય વિમપન નિગમ (TASMAC)એ મોટો નિર્ણય લેતા હવે 1000 રૂપિયાથી મોંઘા દારૂની બોટલના છૂટક વેચાણ પર ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરાયું છે.

GST સંબંધિત નિયમ

1 નવેમ્બરથી જીએસટીસંબંધિત નિયમમાં પણ  ફેરફાર જોવા મળશે. વેપારીઓ અને નાના વેપારીઓને તેમાં રાહત મળી શકે  છે. રિપોર્ટ્સ મુજબ ટેક્સ રિફંડમાં વિલંબ ઘટાડવા અને વેપારીઓ પર ડોક્યુમેન્ટેશનનો બોજો ઘટાડવાની તૈયારીના ભાગ રૂપે કેલાક મામલાઓમાં રિફંડ ઓટોમેટિક એપ્રુવલની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ જે ગ્રાહકોને સીધા સામાન કે સર્વિસ આપતા હોય તેમના માટે નવી રિટર્ન વ્યવસ્થા આવશે.

SIM કાર્ડ રૂલ ચેન્જ

1નવેમ્બરથી જે નિયમો બદલાઈ રહ્યા છે તેમાં મોબાઈલ યૂઝર્સ સંબંધિત ફેરફાર પણ છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ હવે 1 નવેમ્બરથી નવા નિયમ લાગૂ થવા જઈ રહયા છે. દૂરસંચાર વિભાગ તરફથી બહાર પડેલા આદેશ પર નજર ફેરવીએ તો બધા મોબાઈલ યૂઝર્સને કોલરનું નામ દેખાડવું જરૂર રહેશે. વાત જાણે એમ છે કે અનેકવાર  અજાણ્યા નંબરથી ફોન આવતા કોલરનું નામ જાણવા માટે અનેક લોકો ટ્રુ કોલર જેવી મોબાઈલ એપનો ઉપયોગ કરતા હતા. આવમાં DoTએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને દિશા નિર્દેશ આપ્યા છે કે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP)ને 1 નવેમ્બર 2026થી લાગૂ કરે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News