• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /દિવાળી પહેલાં ખાદ્યતેલના ભાવમાં ભડકો! નવી સીઝનમાં જ સીંગતેલ અને કપાસિયાના ભાવ વધ્યા, જાણો નવા ભાવ

દિવાળી પહેલાં ખાદ્યતેલના ભાવમાં ભડકો! નવી સીઝનમાં જ સીંગતેલ અને કપાસિયાના ભાવ વધ્યા, જાણો નવા ભાવ

Rajkot Edible Oil Prices: રાજ્યમાં તહેવારો અને નવી સીઝન સમયે જ ખાદ્યતેલ અને મગફળીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેણે સામાન્ય જનતા અને ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. સીંગતેલ પ્રતિ ડબ્બાના ભાવમાં 15નો વધારો થતાં નવો ભાવ 2970 થી 3030 સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા પ્રતિ ડબ્બાના ભાવમાં 20નો વધારો થતાં નવો ભાવ 2575 થી 2625 થયો છે. ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં 400 થી 500નો વધારો નોંધાયો છે.

Written ByKinjal Patel
Published: Oct 31, 2026, 12:33 PM IST|Updated: Oct 31, 2026, 12:35 PM IST
joinshare
દિવાળી પહેલાં ખાદ્યતેલના ભાવમાં ભડકો! નવી સીઝનમાં જ સીંગતેલ અને કપાસિયાના ભાવ વધ્યા, જાણો નવા ભાવ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
શેખ હસીનાને પરત લાવવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ, બાંગ્લાદેશે કહ્યું: હવે નિર્ણય ભારતે લેવાનો છે

શેખ હસીનાને પરત લાવવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ, બાંગ્લાદેશે કહ્યું: હવે નિર્ણય ભારતે લેવાનો છે

2

ઝી ન્યૂઝનું ઓપરેશન 'કાલા પાણી', સત્ય બોલવા બદલ ગ્રામજનોને ધમકી આપ્યાનો આરોપ

3

ઘર ખરીદનારા અને ભાડૂઆતો માટે ખુશખબર, મોદી સરકાર આપશે પૈસાથી સહાય

4

ઠાકોર સમાજના સ્નેહમિલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર, ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરના કર્યા વખાણ

5

Heroની નવી સરપ્રાઇઝ! રસ્તા પર દોડતી જોવા મળી નવી બાઈક, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajkot Edible Oil Prices: દિવાળી પહેલા ગૃહિણીઓને ફરી એક મોટો ઝટકો મળ્યો છે. જી હા...રાજકોટ સહિત સમગ્ર રાજ્યની મહિલાઓની દિવાળી બગડે એવા માઠા સમાચાર સામે આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થતાં બજારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. નવી સિઝન સમયે જ સીંગતેલમાં 15 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો છે.

દેશભરમાં ગુજરાત પોલીસના આ 6 અધિકારીઓનો ડંકો: રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત 'દક્ષતા પદક-2026'થી સન્માનિત

દિવાળી ટાણે ખાદ્યતેલના ભાવમાં ભડકો

નવી સિઝનની શરૂઆતમાં જ ખાદ્યતેલના ભાવ વધતાં ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. સીંગતેલમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે સીંગતેલનો પ્રતિ ડબ્બાનો ભાવ 2970 રૂપિયાથી વધીને 3030 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલમાં પણ પ્રતિ ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે, જેનાથી તેનો ભાવ 2575 રૂપિયાથી વધીને 2625 રૂપિયા થયો છે.

જાણો શું છે ખાદ્યતેલના ભાવવધારા પાછળનું મુખ્ય કારણ?

ચાલુ વર્ષે ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે મગફળીના ઉત્પાદન પર મોટી અસર પડી છે. વરસાદની ખેંચને લીધે ખેડૂતો જોઈએ એવું વાવેતર કરી શક્યા નથી. બીજી બાજુ વરસાદ ખેંચાવાના કારણે વાવેતર અને પાકની ગુણવત્તા પર અસર થતાં આ વખતે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની ભારે આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ખતરો, ખેડૂતો ચિંતામાં...!

મગફળીની ઓછી આવક થતાં નવી સીઝનમાં ખાદ્યતેલના ભાવમાં ઉછાળો

ગુજરાતના ગંજ બજારોમાં મગફળીની નવી આવક શરૂ તો થઈ છે, પરંતુ ઉત્પાદન ઓછું હોવાના કારણે આવક પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે.  ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ/મણ 400 થી 500 રૂપિયાનો સીધો વધારો થયો છે. નવી મગફળીની ઓછી આવક અને ઊંચા કાચા માલના ભાવના પરિણામે ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

સમાચારના મુખ્ય અંશો:-

  • રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં વધારો.
  • સિઝન સમયે જ સીંગતેલમાં 15 રૂપિયાનો વધારો..
  • કપાસિયા તેલમાં 20 રૂપિયાનો વધારો થયો.
  • સિંગતેલનો પ્રતિ ડબ્બાનો ભાવ 2970 થી 3030 રૂપિયાએ પહોંચ્યો..
  • કપાસિયાનો પ્રતિ ડબ્બાનો ભાવ 2575 થી 2625 રૂપિયાએ પહોંચ્યો 
  • મગફળીના ઓછા ઉત્પાદનને લઈને ભાવમાં વધારો.
  • ઓછા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન ઘટ્યું..
  • ગત વર્ષ કરતાં મગફળીના ભાવમાં 400 થી 500 રૂપિયાનો વધારો.
  • નવી મગફળીની ઓછી આવક ના પગલે ભાવ વધારો..

બહારગામ જતા પહેલાં સાવધાન! રાજકોટ પોલીસની નાગરિકોને ખાસ અપીલ- ‘સોશિયલ મીડિયા પર લોકેશન શેર ન કરો’

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News