• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ગુજરાતમાં કમોસમી વરસાદની ભારે આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ખતરો, ખેડૂતો ચિંતામાં...!

ગુજરાતમાં કમોસમી વરસાદની ભારે આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ખતરો, ખેડૂતો ચિંતામાં...!

Written ByKinjal Patel
Published: Oct 31, 2026, 10:31 AM IST|Updated: Oct 31, 2026, 10:34 AM IST
joinshare
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આખો દિવસ ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તથા આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન બપોરની ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 31 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના 7 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પલળતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. હજુ પણ માવઠાની આગાહી છે.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય1/4

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસરથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે પણ રાજ્યના 7 જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ભેજ અને વાદળછાયો માહોલ સર્જાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી2/4

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 31 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હાવેલી. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
ખેતરોમાં પાકને ભારે નુકસાનની ભીતિ: ગુજરાતના ખેડૂતોની વધી શકે છે મુશ્કેલી3/4

ખેતરોમાં પાકને ભારે નુકસાનની ભીતિ: ગુજરાતના ખેડૂતોની વધી શકે છે મુશ્કેલી

ગુજરાતમાં દિવાળી ટાણે કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર કૃષિ ક્ષેત્રે જોવા મળી રહી છે. રાજકોટના જસદણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે પડેલા વરસાદને લીધે ખેતરોમાં કાપીને મુકેલા મગફળીના પાથરા પલળી ગયા છે. આ સિવાય કપાસ, સોયાબીન અને એરંડા જેવા તૈયાર પાકોને પણ વ્યાપક નુકસાન જવાની આશંકાથી ખેડૂતો ઘેરા સંકટમાં મુકાયા છે.
રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો4/4

રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો

રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાપટાંને કારણે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેથી લોકોને બપોરની ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે દિવસ બાદ તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
TAGS:
Gujarati News
Ambalal Patel

Trending

  • News
  • Photos
  • Videos
દેશભરમાં ગુજરાત પોલીસના આ 6 અધિકારીઓનો ડંકો: રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત 'દક્ષતા પદક-2026'થી સન્માનિત

દેશભરમાં ગુજરાત પોલીસના આ 6 અધિકારીઓનો ડંકો: રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત 'દક્ષતા પદક-2026'થી સન્માનિત

2

Thick Curd: 5 સ્ટેપ્સ ફોલો કરી ખાસ વાસણમાં જમાવો દૂધ, માર્કેટ જેવું જ પાણી વિનાનું દહીં ઘરે જામશે

3

Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

4

બહારગામ જતા પહેલાં સાવધાન! રાજકોટ પોલીસની નાગરિકોને ખાસ અપીલ- ‘સોશિયલ મીડિયા પર લોકેશન શેર ન કરો’

5

1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.