IDBI Bank ના અધિગ્રહણની ચર્ચા વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે આઈડીબીઆઈ બેંક ફેયરફેક્સની વીમા અને ફાઇનાન્સ કંપનીઓને ખરીદવા માટે રોકડમાં ચુકવણી કરશે, ત્યારબાદ તે પૈસાનો ઉપયોગ કરી ફાયરફેક્સ IDBI બેંકનું અધિગ્રહણ કરશે? એટલે કે ખરીદનાર બેંકને ખરીદી રહ્યાં છે, બેંક પાસેથી ખરીદનારની કંપનીઓને ખરીદવાની આશા છે, અને બીજા સોદાના પૈસા પ્રથમ સોદાના ફન્ડિંગની યોજનાનો હિસ્સો છે. બેંક અધિગ્રહણને ફાઇનાન્સ કરવાની આ અનોખી પદ્ધતિ છે.
કેબિનેટ દ્વારા વેચાણને મંજૂરી આપવાના બીજા દિવસે એટલે કે 15 ઓક્ટોબરે ફેયરફેક્સના અધિકારીઓએ ખુદ રોકાણકારોની સાથે કોન્ફરન્સ કોલ પર આ વાત જણાવી. બિઝનેસવર્લ્ડ દ્વારા આ વાતચીતની ટ્રાન્સક્રિપ્ટની સમીક્ષા કરવામાં આવી છે.
રેમંડ જેમ્સ (Raymond James) ના એક વિશ્લેષકે સીધો સવાલ પૂછ્યો કે ફેયરફોક્સ પોતાની વીમા કંપની ગો ડિજિટ (Go Digit) ને IDBI હેઠળ કઈ રીતે લાવશે? શું IDBI પોતાના વધારાના રોકડનો ઉપયોગ બજાર મૂલ્ય પર શેર ખરીદવા માટે કરશે?
આ તે રીતે કામ કરે છે કે IDBI બેંકની પાસે વધારાડની મૂડી છે. તેથીડ તે બસ રોકડમાં ચુકવણી કરશે, અમે તેને ડીલ સમયે બજાર મૂલ્ય પર રોકડ ચુકવતા જોઈ રહ્યાં છીએ.
તે કોલ પર આ પહેલા વત્યે જણાવ્યું હતું કે ફેયરફોક્સ IDBI માટે ચુકવણી કઈ રીતે કરશેઃ હાથમાં રહેલ રોકડ, અમારી વીમા કંપનીઓમાંથી મળનાર ડિવિડન્ડ, સંભવિત સંપત્તિઓનું વેચાણ અને ડિજિટ તથા આઈઆઈએફએલ કેપિટલ (IIFL Capital) ના તેના સંબંધિત બજાર મૂલ્યો પર યોગદાન દ્વારા.
ફેયરફેક્સના અધ્યક્ષ પીટર ક્લાર્કે તેનો એક આંકડો રજૂ કર્યો. તેમણે કહ્યું કે આ ખરીદી માટે 5.6 બિલિયન ડોલરની જરૂર છે. ત્યાં સુધી કે ડિજિટલ ઈન્શ્યોરન્સ (લાઇફ ઈન્શ્યોરન્સ સહિત) અને આઈઆઈએફએલ કેપિટલના યોગદાનનો સવાલ છે. આ ત્રણ કંપનીઓ માટે લગભગ 3 બિલિયન ડોલર છે.
ક્લાર્કનો 3 બિલિયન ડોલરનો આ આંકડો 5.6 બિલિયન ડોલરની કુલ ખરીદ કિંમતના અડધાથી વધુ છે. હકીકતમાં બેંક ખુદ પોતાના અધિગ્રહણ માટે ચુકવણી કરવામાં મદદ કરી રહ્યું છે.
આ કહાનીના કેન્દ્રમાં એક મોટો સવાલ ઉભો કરે છે. શું ફેયરફોક્સ IDBI ને તેના પૈસાથી ખરીદી રહ્યું છે, કે પછી તેની જરૂરિયાતનો એક મોટો હિસ્સો ખુદ IDBI પાસેથી આવવાની આશા છે?

એક તસવીરના ચાર પાસાં
બિઝનેસવર્લ્ડના રિપોર્ટમાં આ વેચાણ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
DIPAM ની 13 ઓગસ્ટની વચગાળાની નોટથી સામે આવ્યું કે અધિકારીઓએ ફેયરફોક્સની બોલી ખોલી, 94.42 ની રિઝર્વ પ્રાઇસને નકારી દીધી અને ત્યારબાદ નવા મૂલ્યાંકનના આદેશ આપ્યા. નવું મૂલ્યાંકન 75.99 રૂપિયા પર આવ્યું, જે ફેયરફોક્સના 81થી ઓછું હતું. સરકારનું કહેવું છે કે તેની પ્રક્રિયાઓ દિશાનિર્દેશ છે, નિયમ નહીં અને આ પ્રક્રિયા ડબલ બ્લાઇન્ડ હતી.
વેચાણના સાત મહિના દરમિયાન LIC ના એક ડિરેક્ટર જે LIC ની રોકાણ સમિતિમાં બેસતા હતા, તેઓ ફેયરફોક્સ દ્વારા નિયંત્રિત કંપની થોમસ કુક ઈન્ડિયાના બોર્ડમાં પણ હતા. LIC આઈડીબીઆઈની 30.24 ટકા ભાગીદારી વેચી રહી હતી. LIC એ તે સ્પષ્ટ ન કર્યું કે તેમણે આ ભૂમિકાનો ખુલાસો કર્યો હતો કે તે પ્રક્રિયાથી અલગ રહ્યાં હતા.
કેબિનેટની મંજૂરીના એક દિવસ બાદ ફેયરફેક્સે જાહેરાત કરી કે તે Go Digit અને IIFL Capital માં પોતાની ભાગીદારીને તેના સંબંધિત બજાર મૂલ્યો પર આઈડીબીઆઈ બેંકને સ્થાણાંતરિત કરશે. 'Go Digit Life' શેર બજારમાં લિસ્ટેડ નથી અને તેનું કોઈ બજાર મૂલ્ય નથી. ત્રણમાંથીડ કોઈનું પણ સ્વતંત્ર મૂલ્યાંકન જાહેર કરવામાં આવ્યું નથી.
હવે ફેયરફેક્સના પોતાના અધિકારીઓ કહી રહ્યાં છે કે આઈડીબીઆઈ આ કંપનીઓ માટે રોકડમાં ચુકવણી કરશે અને તે રોકડ આઈડીબીઆઈના અધિગ્રહણ માટે ચુકવણીમાં મદદ કરશે.
તેમાંથી દરેક વાતને અલગથી સમજાવી શકાય છે. પરંતુ કુલ મળી આ એક એવા વેચાણને દર્શાવે છે, જેમાં બોલી જોયા બાદ કિંમત નક્કી કરવામાં આવી, વિક્રેતાનો એક ડિરેક્ટર ખરીદનારના સમૂહના બોર્ડમાં બેઠો હતો, અને ખરીદનારના ફન્ડિંગની યોજના તે બેંકના પૈસા પર નિર્ભર કરે છે, જેને તે ખરીદી રહ્યો છે.

પૈસા કઈ રીતે થશે ટ્રાન્સફર?
| ફેયરફેક્સ સરકાર અને LIC પાસેથી IDBI ની 60.72 ટકા ભાગીદારી 71 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે ₹52,878 કરોડમાં ખરીદે છે. આ કેબિનેટના નિર્ણયના દિવસના બજાર મૂલ્યથી ઓછી છે. | 30 સપ્ટેમ્બર સુધીમાં ₹61,164 કરોડની નેટ વર્થ ધરાવતી, નિયમન હેઠળની બેંક IDBI પર ફેયરફેક્સનું નિયંત્રણ આવી ગયું છે. |
| IDBI ફેયરફેક્સની Go Digit General, Go Digit Life અને IIFL Capital માં ભાગીદારીને ફેયરફેક્સના શબ્દોમાં તેના સંબંધિત બજાર મૂલ્યો પર ખરીદે છે. | આ પૈસા ફેયરફેક્સ ગ્રુપની પાસે જાય છે. તેના અધિકારીઓએ આ યોગદાનોને તે સ્ત્રોતમાં ગણાવ્યા છે, જે IDBI માટે ચુકવણી કરશે. |
| ક્લાર્કનો 3 બિલિયન ડોલરનો આંકડો ફેયરફેક્સ દ્વારા ત્રણેય વ્યાવસાયોનો સ્યવં જણાવવામાં આવેલું મૂલ્ય છે, ન કે કોઈ પૂર્ણ ચુકવણી. ડીલની કિંમત પ્રમાણે તે લગભગ 28300 કરોડ કે ફેયરફેક્સ દ્વારા IDBI માટે આપવામાં આવી રહેલા પૈસાના 54 ટકા છે. | ATB Cormark ના એક અન્ય વિશ્લેષક જેફએ કોલ પર વત્યની સામે આ યોજનાનો સાર રાખ્યો- ડિજિટ અને આઈઆઈએફએલને સામેલ કરવામાં આવશે. તમે રોકડ લેશો, કદાચ સરપ્લસ કેપિટલ (વધારાની મૂડી) માંથી. |
| વત્યે પોતાનો જવાબ શરૂ કરતા કહ્યું- હાં, જેફ આ સાચું છે અને પછી તેઓ માલિકીની સરહદો પર વાત કરવા લાગ્યા. | કોઈપણ માળખું અંતિમ નથી અને વત્યે ઉલ્લેખ કર્યો કે આઈડીબીઆઈ એક જાહેર કંપની છે. પરંતુ જ્યારે સીધું પૂછવામાં આવ્યું કે, આઈડીબીઆઈ કઈ રીતે ચુકવણી કરશે, તો તેમનો જવાબ રોકડ હતો. |

IDBI ની વધારાની મૂડી (Excess Capital) આપમેળે આવી નથી.
એક દાયકા પહેલા આઈડીબીઆઈ ભારતની સૌથી સંકટગ્રસ્ત બેંકોમાંથી એક હતી. તેનો પુનરૂદ્ધાર માટે સરકાર અને રાજ્યની માલિકીવાળી વીમા કંપની એલઆઈસીએ પૈસા લગાવ્યા, જેણે 2019મા તેનું નિયંત્રણ હાસિલ કર્યું. તે વર્ષે કેબિનેટે સરકાર અને એલઆઈસી વચ્ચે વિભાજીત 9300 કરોડની વધુ સહાયતાને મંજૂરી આપી.
વત્સે ખુદ કોલ પર તે સ્વીકાર્યું. તેમણે કહ્યું કે આઈડીબીઆઈ 2016થી 2020ના ગાળામાં મુશ્કેલીમાં પડી હતી, જેમાં લગભગ 6.4 બિલિયન અમેરિકી ડોલરની સંચિત ખોટ થઈ હતી, જેને એલઆઈસી અને ભારત સરકાર દ્વારા ફાઇનાન્સ કરવામાં આવ્યું હતું.
આ ફેરફાર કામ કરી ગયો. 30 સપ્ટેમ્બર 2026ના IDBIનો Capital Adequacy Ratio 27.10 ટકા પર હતો. આ 11.5% (જેમાં 'કેપિટલ કન્ઝર્વેશન બફર'નો સમાવેશ થાય છે) ની નિયમનકારી લઘુત્તમ મર્યાદા કરતાં બમણાથી પણ વધુ છે.
કેપિટલ રેશિયો તિજોરીમાં રાખેલી રોકડ નથી. પરંતુ આ તે તાકાત છે જેને જનતાના પૈસાથી ફરી બનાવવામાં આવી છે.
તે મજબૂતી હવે ફેયરફેક્સના રોકાણ પ્રસ્તાવનું કેન્દ્ર છે અને ફેયરફેક્સના ચેરમેનનું કહેવું છે કે બેંકની વધારાની મૂડી ફેયરફેક્સની પોતાની કંપનીઓ માટે રોકડમાં ચુકવણી કરશે.
કોલ પર વત્સે IDBI ને 27 ટકાની મૂળી સાથે નાણાકીય રૂપથી મજબૂત અને તેને ખરીદવાને જીવનમાં એકવાર મળનાર અવસર ગણાવ્યો. બેંકના ભવિષ્યના ડિવિડન્ડ વિશે તેમણે કહ્યું- આ ખુબ સારી રીતે રજીસ્ટર્ડ છે અને તેથી તે પૈસા અમારી પાસે આવશે.

વેચાણ બાદ પણ સરકાર અને એલઆઈસીની પાસે આઈડીબીઆઈની 34 ટકા ભાગીદારી રહેશે. પરંતુ તે કોઈ વિશેષ અધિકાર ન રાખવા પર સહમત થયા છે.
13 ઓગસ્ટ 2026ના DIPAM ની આંતરિક નોટમાં આ નિર્ણયનો રેકોર્ડ છે. સરકારે શેર વેચાણ સમજુતિને તે માટે પસંદ કરી કારણ કે આઈડીબીઆઈ બેંકના મેનેજમેન્ય નિયંત્રણનું હસ્તાંતરણ થઈ રહ્યું છે અને તે વાતને ધ્યાનમાં રાખવામાં આવી છે કે સોદા બાદ ભારત સરકાર અને એલઆઈસીને કરાર હેઠળ કોઈ વિશેષ અધિકાર આપવામાં આવી રહ્યાં નથી (પેરેગ્રાફ 2.6). શું તેનો મતલબ છે કે તેમની પાસે શેરધારકના રૂપમાં મત આપવાનો કોઈ અધિકાર નહીં હોય? સરકાર પાસેથી આ મુદ્દે સ્પષ્ટતાની જરૂર છે. સરકારનું તે પણ કહેવું છે કે બંને આઈડીબીઆઈ બોર્ડમાંથી પોતાના નોમિનીને હટાવી લેશે.
તે જ નોંધમાં ખરીદદાર તરીકે ફેરફેક્સ (Fairfax) ની ભલામણ કરવામાં આવી છે. તેમાં ફેરફેક્સની તે યોજનાનો કોઈ ઉલ્લેખ નથી—જેના હેઠળ ગો ડિજિટ (Go Digit) અને આઈઆઈએફએલ કેપિટલ (IIFL Capital) નું અધિગ્રહણ આઈડીબીઆઈ (IDBI) દ્વારા થવાનું છે—તેમજ સરકારને આ બાબતની જાણ હતી કે કેમ, તેનો પણ તેમાં કોઈ ઉલ્લેખ નથી. ફેરફેક્સે આ યોજનાની જાહેરાત 14 ઓક્ટોબરે કરી હતી, જે દિવસે કેબિનેટે આ વેચાણને મંજૂરી આપી હતી.
ફેયરફેક્સનું કહેવું છે કે આ યોજનાથી એક એકીકૃત નાણાકીય સેવા કંપનીનું નિર્માણ થશે, જે ભારતીયોની નાણાકીય જરૂરિયાત માટે વન-સ્ટોપ સમાધાન પ્રદાન કરી શકે છે. ડિજિટ, આઈડીબીઆઈના ગ્રાહકોને વીમો વેચી શકે છે. કોલ પર વત્સે કહ્યું કે ફેયરફેક્સ આ વ્યવસાયોના વિલક કે રીબ્રાન્ડિંગ નહીં કરે, અમે ક્યારેય તાલમેલમાં વિશ્વાસ કર્યો નથી.
એક દાયકા કરતા ઓછા સમય પહેલા શરૂ થયેલી 'Go Digit હવે એક લિસ્ટેડ અને લાભદાયક વીમા કંપની છે. IIFL Capital એક સ્થાપિત બ્રોકર છે. આઈડીબીઆઈના ગ્રાહકોને ડિજિટનો વીમો વેચવાથી IDBI માટે કમાણી થાય છે, જેનાથી સરકાર અને LIC સહિત તેના બધા શેરધારકોનો ફાયદો થશે.
પરંતુ વ્યવસાય સારા છે કે નહીં, તે એક સવાલ છે. શરતો કોણ નક્કી કરશે, તે બીજો સવાલ છે. ફેયરફેક્સ ખરીદદાર હશે. IDBI ના નિયંત્રક શેરધારકના રૂપમાં, ખરીદદારના પક્ષમાં પણ તેનો નિર્ણય અંતિમ હશે. જો કિંમત અને સમય ટેબલ બીજી પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે તો એક સારો વ્યવસાય પણ બેંકના અન્ય શેરધારકોને નુકસાન પહોંચાડી શકે છે.
આ આર્ટિકલ બિઝનેસવર્લ્ડના રિપોર્ટના આધારે લખવામાં આવ્યો છે.