8 નવેમ્બર સુધીમાં નેટફ્લિક્સ સહિતના ઓટીટી પ્લેટફોર્મ પર બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મો અને મનોરંજનથી ભરપૂર વેબ સિરીઝ રીલીઝ થવાની છે. સિરીઝમાં પણ ફેમિલી ડ્રામા, રોમેન્ટિક, હોરર, બાયોગ્રાફી અને થ્રિલર વેબ સીરીઝ જોવા મળશે. સાથે જ આ વીકમાં બાળકોને પસંદ પડે તેવા મુવી પણ ઓટીટી પર આવવાના છે. બોલીવુડની બ્લોકબસ્ટર રોમેન્ટિક ફિલ્મો પણ આ વીકમાં ઓટીપી પર સ્ટ્રીમ થશે. તો ચાલો તમને જણાવીએ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આ વીકમાં શું નવું આવશે.
રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાની બ્લોકબસ્ટર ફિલ્મ બાજીરાવ મસ્તાની નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. 3 નવેમ્બર થી આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાશે. બાજીરાવ મસ્તાની એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું આઈએમડીબી રેટિંગ 7.3 નું છે.
આ વીકમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ની વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મ કરવામાં આવશે. આ ફિલ્મ પણ સંજય લીલા ભણસાલી એ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ છે ગોલિયોં કી રાસલીલા રામલીલા. નેટફ્લિક્સ પર આ ફિલ્મ 3 નવેમ્બર થી સ્ટ્રીમ થશે.
નેટફ્લિક્સ પર 5 નવેમ્બરથી દિલવાલી દિવાલી ફિલ્મ જોઈ શકાશે. આ એક કોમેડી પારિવારિક ફિલ્મ છે. આ ફિલ્મ પરિવારની ખુશીઓ અને પરિવારની જૂની યાદોના મહત્વને દર્શાવતી ફિલ્મ છે. ફિલ્મનું ડાયરેક્શન રિતેશ મેનન એ કર્યું છે. ફિલ્મમાં મિહિર આહુજા, મનોજ પાહવા, નીલુ કોહલી સહિતના કલાકારો જોવા મળશે.
હોરર થ્રિલર ફિલ્મો કે સિરીઝ જોવાના શોખીનો માટે નેટફ્લિક્સ પર કૌરીબુરી મંદિર નામની સિરીઝ રિલીઝ થવાની છે. નેટફ્લિક્સ પર આ વેબ સિરીઝ 6 નવેમ્બર થી સ્ટ્રીમ થશે. આ હોરર થ્રીલર સીરીઝ મૂળ બંગાળી ભાષાની છે. પરંતુ નેટફ્લિક્સ પર હિન્દીમાં પણ જોઈ શકાશે. આ વેબ સીરીઝ એક જુના શ્રાપિત મંદિર, તંત્ર મંત્ર જેવા વિષયો આસપાસ ફરે છે.
નેટફ્લિક્સ પર 4 નવેમ્બરથી બાળકોને ગમે તેવી ડોગ્સ પરફેક્ટ ક્રિસમસ નામની ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કુતરાઓની લોયલ્ટી અને પરિવારમાં તેના મહત્વના દર્શાવે છે. ક્રિસમસ પહેલા એક પરિવારનો એક વ્યક્તિ કોમામાં સરી પડે છે આવા મુશ્કેલ સમયમાં પરિવારના બે કુતરા કેવી રીતે પરિવારના લોકોને બાંધી રાખે છે તે દર્શાવવામાં આવ્યું છે.
પ્રાઈમ વિડીયો પર 4 નવેમ્બર થી બાયોગ્રાફિકલ સિરીઝ ધ ગ્રેટેસ્ટ જોવા મળશે. ધ ગ્રેટેસ્ટ આઠ એપિસોડની બાયોગ્રાફિકલ વેબ સિરીઝ છે. આ વેબ સીરીઝ મુક્કેબાજ મોહમ્મદ અલીના જીવન પરથી બનાવેલી છે. પ્રાઇમ વીડિયો પર આ વેબ સીરીઝ 4 નવેમ્બરથી જોઈ શકાશે.