રાજકોટની જેમ હવે સુરત મહાનગરપાલિકા પણ વિવાદમાં આવી છે. સુરત કોર્પોરેશનની ભજીયાપાર્ટી ચર્ચાનું કેન્દ્ર બની છે. સભા માટે 130 કિલો ભજીયા વધુ રૂપિયા આપીને મંગાવ્યા? સભામાં તમામને સુરતી ઘારી પણ પીરસવામાં આવી હતી. ઘારી પાછળ 20000 રૂપિયાનો ખર્ચો થયો હતો. સામાન્ય સભામાં અંદાજે 200 લોકોએ નાસ્તો કર્યો હોવાનો અંદાજો છે. એક હિસાબ મુજબ 600 રૂપિયાનો નાસ્તો પ્રતિ વ્યક્તિ થયો. જો નાસ્તો જ 600 રૂપિયાનો થયો તો ભોજન રાખ્યું હોત તો શું થાત? સભા માટે 130 કિલો ભજીયા વધુ પૈસા આપીને