અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવનાર વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કાળી ચૌદસે થતા અનાજ અને પાણીના બગાડનો મુદ્દો ઉઠાવ્યો છે. જયંત પંડ્યાએ આ મામલે રાજ્ય સરકારને પત્ર લખીને કાળી ચૌદસના દિવસે ચોકમાં કરવામાં આવતી કુંડાળાની વિધિ દરમિયાન અનાજ અને પાણીનો બગાડ અટકાવવા માંગ કરી છે. કુંડાળામાં મૂકવામાં આવતા ખાદ્ય અનાજનો બગાડ રોકવા માટે સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, લોકોને જાગૃત કરવા માટે મોરબીમાં વિજ્ઞાન જાથા દ્વારા પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવશે. હવે