વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતન ઈનામદારની ઉપસ્થિતિમાં યોજાયું સ્નેહમિલન. તેમણે કહ્યું કે હું 2027ની ચૂંટણી નથી લડવાનો એ વાત પર અડીખમ છું. હું મારી વાત પર અડીખમ છું પછી ઈશ્વરની ઈચ્છા. પંચાયતની ચૂંટણીને લઈને કાર્યકરોને MLAની શીખામણ. ચૂંટણીમાં મનભેદ થાય તો મોટું મન રાખીને ચૂંટણી લડવા અપીલ. ચૂંટણીના કારણે ગામની એકતા અને અખંડિતતા તૂટવી ન જોઈએ. આવનારા દિવસોમાં બધા સાથે રહીને સાવલીનો વિકાસ કરીશું.