અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ઢાંકવા માટે કપડાંની વ્યવસ્થા ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરિવારજનોને બહારથી કાપડ કે થેલી લાવવા સૂચના અપાતી હોવાનો મામલો ચર્ચામાં છે. આરોગ્ય વિભાગના પરિપત્ર છતાં આવી સ્થિતિ સર્જાતા સિવિલ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.