• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /720 રનનો ઐતિહાસિક સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો

720 રનનો ઐતિહાસિક સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત થઈ છે. આ સાથે ટીમ ઈન્ડિયાની 12 વર્ષની પ્રતીક્ષા યથાવત રહી છે. 720 રનનો ઐતિહાસિક ટોટલ બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં.

Written ByGokani Dhaval
Published: Nov 23, 2026, 10:21 IST|Updated: Nov 23, 2026, 10:33 IST
joinshare
720 રનનો ઐતિહાસિક સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
720 રનનો ઐતિહાસિક સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો

720 રનનો ઐતિહાસિક સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો

2

When to Replace Mattress: બેડનું ગાદલું બદલવાનો યોગ્ય સમય કયો? જાણો ક્યારે આવી જાય છે તેની એક્સપાયરી

3

"તલવારો માત્ર રાખી નથી, જરૂરી પડ્યે ઉપયોગ પણ કરું છું", પુત્ર ચૂંટણી લડશે કે નહીં? જાણો શું જવાબ આપ્યો પરસોત્તમ સોલંકીએ

4

રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

5

ઈશા સિંહના સપોર્ટમાં ઉતર્યો રજત દલાલ, અવિનાશને ખુલ્લા શબ્દોમાં આપી ધમકી, અહીં જુઓ Video

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ પાંચમાં દિવસે ડ્રો પર સમાપ્ત થઈ છે. એક સમયે લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સરળતાથી જીત હાસિલ કરી લેશે. પરંતુ ન્યૂઝીલેન્ડના બેટરોના ધૈર્યએ મેચ ડ્રો કરાવી હતી. ન્યૂઝીલેન્ડે પાંચમાં દિવસે પોતાની બીજી ઈનિંગ 119/2 વિકેટથી રમતની શરૂઆત કરી હતી. રચિન રવીન્દ્ર અને ડેવોન કોનવે રમી રહ્યાં હતા. ભારતને જીત માટે 8 વિકેટની જરૂર હતી. ભારતીય ટીમે ત્રણ વિકેટ જલ્દી મેળવી અને કીવી ટીમનો સ્કોર 176/5 થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ ડ઼ેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની જોડીએ ભારતના મોઢામાંથી જીત છીનવી લીધી હતી.

મિચેલ ફિલિપ્સે બચાવી મેચ

મિચેલ અને ફિલિપ્સ અંત સુધી ઉભા રહ્યાં અને બંનેએ છઠ્ઠી વિકેટ માટે 63 (258 બોલ) રનની ભાગીદારી કરી. અહીં બંને બેટરોએ મેચ બચાવવાનું કામ શાનદાર રીતે પાર પાડ્યું. આ બંનેની સામે ભારતીય બોલરો નિષ્ફળ રહ્યાં. જો આ બંનેમાંથી એક વિકેટ મળી હોત તો મેચનું પરિણામ ભારતની તરફેણમાં આવી શકતું હતું.

બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. બુમરાહે બીજા બોલ પર કેપ્ટન ટોમ લાથમને આઉટ કર્યો હતો. પરંતુ ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. નિકોલ્સ 31 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રચિન અને કોનવેએ મોર્ચો સંભાળ્યો હતો. બંને બેટરોએ ચોથા દિવસના અંત સુધી કોઈ વિકેટ ગુમાવી નહીં.

Cracker of a review this is from captain Shubman Gill! ⚡️ ⚡️ Edged and taken brilliantly by Rishabh Pant! 👏 👏 Anshul Kamboj picks a wicket as New Zealand lose Tom Blundell. 👌 👌 Updates ▶️ https://t.co/SaMcNXtAVG #TeamIndia | #NZvIND https://t.co/2EfG13Pumk

— BCCI (@BCCI) November 23, 2026

 પાંચમાં દિવસે પ્રથમ સત્રમાં ભારતની વાપસી

પાંચમાં દિવસનું પ્રથમ સત્ર ભારતના નામે રહ્યો હતો, જ્યાં તેને બે વિકેટ મળી હતી. ડેવોન કોનવેને વોશિંગટન સુંદરે આઉટ કર્યો હતો. કોનવેએ 7 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તો રચિન રવીન્દ્રને પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો. ભારતીય ટીમને પાંચમી સફળતા અંશુલ કમ્બોજે અપાવી હતી, જેણે ટોમ બ્લંડેલને આઉટ કર્યો હતો. ત્યારબાદ મિચેલ અને ફિલિપ્સ ક્રીઝ પર જામી ગયા હતા. મિચેલે 186 બોલનો સામનો કરતા અણનમ 49 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમની પ્રથમ ઈનિંગઃ રાહુલ-પંતની સદી

ભારતીય બેટરોએ પ્રથમ ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અનુભવી ઓપનર કેએલ રાહુલે 9 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 290 બોલમાં 136 રન ફટકાર્યા હતા. તો રિષભ પંતે 153 બોલમાં 128 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 સિક્સ સામેલ છે. શુભમન ગિલ (98), યશસ્વી જાયસવાલ (85), દેવદત્ત પડિક્કલ (80) અને ધ્રુવ જુરેલની અડધી સદીની મદદથી ભારતે 720 રન બનાવ્યા હતા. આ ભારતનો ન્યૂઝીલેન્ડની ધરતી પર સૌથી મોટો સ્કોર છે.

ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગઃ નિકોલ્સ-ફિલિપ્સની સદી

ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં એક સમયે 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે છઠ્ઠી વિકેટ માટે 216 રનની ભાગીદારી કરી હતી. નિકોલ્સ 175 રન બનાવી અણનમ રહ્યો તો ફિલિપ્સે 118 રન બનાવ્યા હતા. ભારત માટે જસપ્રીત બુમરાહ ચાર વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો હતો. આ સિવાય આકાશદીપને ત્રણ, અંશુલ કમ્બોજને બે અને પ્રસિદ્ધ કૃષ્ણાને એક વિકેટ મળી હતી.
 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News