• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

ભારતમાં સોનાના ભાવ 14 મહિનાના સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે. જાન્યુઆરી 2026મા રેકોર્ડ હાઈથી સોનું આશરે 59000 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જાણો આ ભારે ઘટાડાના ત્રણ કારણો.

Written ByGokani Dhaval
Published: Nov 23, 2026, 08:49 IST|Updated: Nov 23, 2026, 08:53 IST
joinshare
રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

2

ઈશા સિંહના સપોર્ટમાં ઉતર્યો રજત દલાલ, અવિનાશને ખુલ્લા શબ્દોમાં આપી ધમકી, અહીં જુઓ Video

3

PM મોદી સાથે આજે મુલાકાત કરશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરારો

4

રશિયાના વોરશિપ પર યૂક્રેનનો ડ્રોન હુમલો, ભયંકર વિસ્ફોટ પછી જળમગ્ન થયું જહાજ

5

ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Price Drop 2026: સોનાની કિંમતોમાં ઘણા કેટલાક મહિનાથી ચાલી રહેલા ઉતાર-પઢાવે સામાન્ય ખરીદદારોથી લઈને મોટા રોકાણકારોને ચોંકાવી દીધા છે. વર્ષ 2026મા જે સોનું આસમાને પહોંચ્યું હતું, હવે તેની ચમક સતત ફીકી પડી રહી છે. જાન્યુઆરી 2026મા ભારતીય બજારમાં સોનું 1,80,779 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ત્યારબાદ સોનામાં બિવાલીનો દબાવ રહ્યો. લેટેસ્ટ કારોબારમાં એમસીએક્સ પર સોનાનો ભાવ 1,21,949 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો છે. એટલે કે પોતાના શિખરથી સોનું 59000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ ગયું છે.

માત્ર ભારત જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ સ્થિતિ છે. વૈશ્વિક માર્કેટમાં સોનાની કિંમત 3539 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ છે, જે પોતાના 5,626.80 ડોલરના રેકોર્ડ હાઈથી આશરે 2087 ડોલર ઓછી છે. વર્ષની શરૂઆતમાં આ ઘટાડાનું કારણ એઆઈ બબલ (AI Bubble) ને માનવામાં આવી રહ્યું હતું, પરંતુ બાદમાં અમેરિકી બોન્ડ યીલ્ડમાં આવેલી તેજીએ સોનાની કમર તોડી દીધી.

સોનામાં થયેલા ઘટાડા પાછળના 3 મોટા કારણો

બજારના જાણકારોનું માનવું છે કે સોનાની કિમત પર આ સમયે Bears નો કબજો છે. એક્સપર્ટ સોનાની કિંમતમાં આવેલા આ ઘટાડા પાછળ ત્રણ મુખ્ય કારણ ગણાવે છે.

પ્રથમ મોટું કારણ અમેરિકી ફેડરલ રિઝર્વનું કડક વલણ છે. બજારમાં તે વાતની ચર્ચા છે કે ફેડ વ્યાજદરોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. કોટક નિયોના કોમિડિટી રિસર્ચ એવીપી કાયનાત ચૈનવાલા પ્રમાણે રોકાણકારો ફેડના કડક વલણ પ્રમાણે પોતાની રણનીતિ બદલી રહ્યાં છે. સ્પોટ ગોલ્ડ કેટલાક સમય માટે 3515 ડોલર પ્રતિ ઔંસ સુધી નીચે પહોંચી ગયું હતું, જે ડિસેમ્બર 2025 બાદનું સૌથી નીચલું સ્તર છે. ત્યારબાદ સ્થિતિમાં સુધારો થયો અને 3570 ડોલરની નજીક આવ્યું. ઓક્ટોબરની બેઠકની મિનટ્સ અને નીતિ નિર્માતાઓના નિવેદનથી સ્પષ્ટ છે કે મોંઘવારી કાબુમાં આવી નથી તો ડિસેમ્બર બાદ પણ વ્યાજદર ઊંચા રહી શકે છે.

બીજુ કારણ અમેરિકી ડોલરની મજબૂતી અને ઊંચા બોન્ડ યીલ્ડ છે. ફેડના રેટ હાઇકની ચર્ચાઓથી અમેરિકી ડોલર 19 મહિનાના ઉપલા સ્તર પર પહોંચી ગયો છે. આ સાથે અમેરિકી ટ્રેઝરી યીલ્ડ પણ વધી છે. જ્યારે ડોલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થાય છે તો સોના-ચાંદી જેવી ઘાતુઓનું આકર્ષણ ઓછું થઈ જાય છે, કારણ કે તેના પર કોઈ વ્યાજ મળતું નથી. આ સિવાય એઆઈ સાથે જોડાયેલા શેરોમાં આવેલા ઘટાડાને કારણે પણ રોકાણકારો રોકડ ભેગી કરવા માટે સોનું વેચી રહ્યાં છે.

આ પણ વાંચોઃ PM મોદીએ જ્યારે સોનું ન ખરીદવાનું કહ્યું હતું ત્યારે શું હતા ભાવ, આજે શું કિંમત છે?

ત્રીજું મોટું કારણ ભારતીય રૂપિયામાં આવેલી મજબૂતી છે. ઘરેલું બજારમાં સોનાનો ભાવ નક્કી કરવામાં રૂપિયા-ડોલરની ચાલ મહત્વની હોય છે. આ સપ્તાહે રૂપિયો મજબૂત થઈ ડોલરના મુકાબલે 92.66ના સ્તરે આવી ગયો. એનરિચ મનીના સીઈઓ પોનમુડી આરનું કહેવું છે કે રૂપિયાની મજબૂતીથી સોનાની આયાત સસ્તી થઈ જાય છે. આ સપ્તાહે USD/INR માં આશરે 1.7 ટકાનો ઘટાડો થયો, જેથી આંતરરાષ્ટ્રીય બજારના મુકાબલે ભારતમાં MCX પર સોનાના ભાવ ઝડપથી નીચે ગયા.

બજારના ક્યા સ્તરો પર રાખવી પડશે નજર?

કોમોડિટી બજારના જાણકારો અનુસાર આગામી દિવસો સોના માટે મહત્વના છે. નિષ્ણાંતો પ્રમાણે બજારમાં 3500 ડોલરનું સ્તર સોના માટે એક મજબૂત સપોર્ટ છે. બજારની નજર હવે 9 ડિસેમ્બર 2026ના યોજાનાર ફેડની પોલિસી બેઠક પર ટકેલી છે. જો 3500 ડોલરનું સ્તર તૂટે છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 3300 ડોલર પ્રતિ ઔંસ સુધી નીચે આવી શકે છે. તો ઉપરની તરફ 3650થી 3700 ડોલર પર રેજિસ્ટેન્સ દેખાડી રહ્યું છે.

શું અત્યારે સોનું ખરીદવા માટે યોગ્ય સમય છે?

આવનાર સપ્તાહ કોમોડિટી બજાર માટે મહત્વનું રહેવાનું છે. 23 નનવેમ્બરે અમેરિકાના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિઝ પીએમઆઈ આંકડા આવવાના છે. ત્યારબાદ 25 નવેમ્બરે ઓક્ટોબરનો પીસીઆઈ મોંઘવારી ડેટા જારી થશે, જેને ફેડ સૌથી વધુ મહત્વ આપે છે. ગુરૂવારે અમેરિકી બજાર બંધ રહેશે, તેવામાં ઓછી લિક્વિડિટીને કારણે કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

બજાર જાણકારો પ્રમાણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય, બંને બજારોમાં સોનું ઓવરસોલ્ડ ઝોનમાં પહોંચી ગયું છે. તેવામાં અહીંથી કિંમતોમાં બાઉન્સ બેક એટલે કે વાપસીની આશા છે. જો અમેરિકી ફેડ વ્યાજદરોમાં 50 બેસિસ પોઈન્ટથી ઓછો ઘટાડો કરે છે અને અમેરિકામાં મોંઘવારીના આંકડા સારા આવે છે, તો સોનામાં નીચલા સ્તરો પર ફરી જોરદાર ખરીદી પરત ફરી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold