પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે 2026માં દેશવાસીઓને અપીલ કરી હતી કે જો ખુબ જરૂરી ન હોય તો એક વર્ષ સુધી સોનું ન ખરીદે. તે સમયે દેશમાં પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે કાચા તેલની કિંમતો વધી રહી હતી અને ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ હતું. સરકારની ચિંતા હતી કે સોનાની વધુ આયાત કરવાથી દેશની વિદેશી મુદ્રા ખર્ચમાં વધારો થઈ શકે છે.
હવે આશરે છ મહિના બાદ સોનાની કિંમતમાં મોટો ઘટાડો આવ્યો છે. તેવામાં આવો જાણીએ પીએમ મોદીની અપીલ સમયે સોનાનો ભાવ કેટલો હતો અને આજે તે કઈ કિંમતે મળી રહ્યું છે અને આ વચ્ચે સોનાના ભાવમાં કેટલો ઘટાડો આવ્યો છે.
પીએમ મોદીએ 10 મે 2026ના હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો જરૂર ન હોય તો એક વર્ષ સુધી સોનું ન ખરીદો. આ પહેલા એટલે કે 9 મેએ દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 15250 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. આ હિસાબથી 10 ગ્રામ સોનાનો ભાવ 152500 રૂપિયા હતો.
હવે 22 નવેમ્બરે 2026ના 24 કેરેટ સોનાનો ભાવ 12523 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યો હતો. એટલે કે 10 ગ્રામ સોનાની કિંમત 125230 રૂપિયા છે. તો 22 કેરેટ સોનાનો ભાવ 11480 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 10 ગ્રામ માટે 114800 રૂપિયા છે. તેમાં જીએસટી સામેલ નથી. જ્વેલરી ખરીદવા સમયે મેકિંગ ચાર્જ અને બીજી ફી જોડાવાથી બિલના પૈસા અલગ થઈ શકે છે.
જો પીએમ મોદીની અપીલના એક દિવસ પહેલાના 24 કેરેટ સોનાના ભાવની તુલના આજના રેટથી કરીએ તો 10 ગ્રામ સોનું 27270 રૂપિયા સસ્તુ થઈ ગયું છે. એટલે કે કિંમતમાં આશરે 17.9 ટકાનો ઘટાડો આવ્યો છે. મેમાં જ્યાં 10 ગ્રામ સોના માટે 1.52 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો હતો, તો હવે તેના આશરે 1.25 લાખ ચુકવવા પડશે.
21 નવેમ્બરે લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સોનાની કિંમતોમાં આવેલા ઘટાડાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમણે લોકોને ઓછું સોનું ખરીદવાની અપીલ કરી હતી અને દેશવાસીઓએ તેમની વાત માની છે. તેમના પ્રમાણે લોકોને હવે લાગે છે કે આ સલાહથી તેમના પૈસા બચી ગયા.
પરંતુ સોનાની કિંમતોમાં આવેલા ઘટાડાનું કારણ માત્ર લોકોની ખરીદી ઓછી થવાનું નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકી ડોલરની મજબૂતી, બોન્ડ યીલ્ડમાં વધારો અને અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વધારાની આશંકાએ સોનાની કિંમતોને નીચે ખેંચી છે.