• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /રશિયાના વોરશિપ પર યૂક્રેનનો ડ્રોન હુમલો, ભયંકર વિસ્ફોટ પછી જળમગ્ન થયું જહાજ

રશિયાના વોરશિપ પર યૂક્રેનનો ડ્રોન હુમલો, ભયંકર વિસ્ફોટ પછી જળમગ્ન થયું જહાજ

રશિયા પર યૂક્રેન તરફથી સૌથી મોટો પ્રહાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર યૂક્રેન એ ડ્રોન વડે હુમલો કરી રશિયાના એક મોટો વોકશિપને નેસ્તોનાબૂદ કરી દીધું છે. આ ઘટના લીબિયાના બેનગાજી બંદર પર બની હતી. જેની વીડિયો પણ સામે આવ્યો છે.

Written ByKrupa Shah
Published: Nov 23, 2026, 08:13 IST|Updated: Nov 23, 2026, 08:18 IST
joinshare
રશિયાના વોરશિપ પર યૂક્રેનનો ડ્રોન હુમલો, ભયંકર વિસ્ફોટ પછી જળમગ્ન થયું જહાજ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
PM મોદી સાથે આજે મુલાકાત કરશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરારો

PM મોદી સાથે આજે મુલાકાત કરશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરારો

2

રશિયાના વોરશિપ પર યૂક્રેનનો ડ્રોન હુમલો, ભયંકર વિસ્ફોટ પછી જળમગ્ન થયું જહાજ

3

ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો

4

સિંધુ જલ સંધિ મુદ્દે હાથ કાપવાની ધમકી આપનાર પાક મંત્રીની દિલ્હીમાં બોલતી બંધ, કહ્યું જે કામ માટે આવ્યો તેના વિશે જ બોલીશ

5

50% DA થયા પછી બેઝિક પેમાં મર્જર, 3.833 ફિટમેન્ટ ફેક્ટરની પણ માંગ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં યુક્રેન તરફથી રશિયા પર સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર લીબિયાના બેનગાજી બંદર પર ઉભેલા રશિયાના વોરશિપ એટલે કે યુદ્ધ જહાજને યુક્રેને નિશાન બનાવ્યું છે. બંદર પર ઉભેલા રશિયાના યુદ્ધ જહાજ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો જેના કારણે યુદ્ધ જહાજમાં  બ્લાસ્ટ થયો અને આગ લાગી ગઈ. જે જહાજ પર હુમલો થયો તે રશિયાનું મર્કરી હોવાનું જાણવા મળ્યું છે.

રશિયાનું વોરશિપ મર્કરી

સેટેલાઈટ તસવીરો આપતી કંપની વૈંટોરના જણાવ્યા અનુસાર લિબિયાના બંદર પર ઉભેલું રશિયાનું મર્કરી બ્લાસ્ટ પછી દરિયામાં ડૂબી ગયું. આ ઘટનાનો વિડીયો પણ x અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે અચાનક જ વોરશિપમાં બ્લાસ્ટ થાય છે અને વિસ્ફોટ પછી ભયંકર આગ ફાટી નીકળે છે. આ વોરશિપ રશિયાનું હતું અને વોરશિપ પર હુમલો યુક્રેની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો તેવું પણ કહેવાય રહ્યું છે.

Insane footage of the moment Russian warship Merkury worth over 200 million exploded in port Benghazi Libya last night completely destroying it after its onboard ammunition detonated. Huge loss. https://t.co/8TRz9ic2CS

— WarMonitor🇺🇦🇬🇧 (@WarMonitor3) November 22, 2026

 

મીડિયા રિપોર્ટ અનુસાર રશિયાનું વોરશિપ મર્કરી લીબિયાના બંદર પર જરૂરી સામાન લેવા માટે અને ઇંધણ ભરાવવા માટે રોકાયું હતું. મોસ્કો અને લીબિયાના પ્રશાસન વચ્ચે સહયોગ સમજૂતી છે. જે અંતર્ગત રશિયાનું યુદ્ધ જહાજ મર્કરી લીબિયાના બંદર પર રોકાયું હતું. તે સમયે જ યુદ્ધ જહાજ પર ડ્રોન એટેક થયો. લીબિયા દ્વારા પણ યુદ્ધ જહાજ પર થયેલા ડ્રોન એટેકની પુષ્ટિ કરવામાં આવી છે.

2 ડ્રોન બંદર પર ઉભેલા રશિયાના વોરશિપ સાથે ટકરાયા

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર લીબિયાના સૈન્ય અધિકારીઓએ રશિયાના યુદ્ધ જહાજ પર હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું કે યુક્રેન તરફથી આ બંદર પર ઘણા બધા ડ્રોન છોડવામાં આવ્યા હતા તેમાંથી ચાર ડ્રોન ને હવામાં જ તોડી પાડવામાં આવ્યા પરંતુ 2 ડ્રોન બંદર પર ઉભેલા રશિયાના વોરશિપ સાથે ટકરાયા. ડ્રોન ટકરાયા ની સાથે જ રશિયાના વોરશિપ બ્લાસ્ટ થઈ ગયો અને વોરશિપ સંપૂર્ણ રીતે નેસ્તોનાબૂદ થઈ ગયું.

સ્થાનિક મીડિયા અનુસાર આ હુમલામાં લિબિયા અને રશિયાના સૈનિકોના મોત થયા હોવાનો પણ દાવો કરવામાં આવે છે પરંતુ હજુ સુધી આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે લિબિયા તરફથી રશિયાના વોરશિપ પર હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ યુક્રેન કે રશિયા તરફથી હજુ સુધી આ હુમલા મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News