સિંધુ જલ સંધિ મુદ્દે હાથ કાપવાની ધમકી આપનાર પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદ મલિક શંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં પત્રકારોએ જ્યારે મસૂદ મલિકને આતંકવાદ સિંધુ જલ સંધિ અને તેમની હાથ કાપવાની ધમકી અંગે પ્રશ્નો કર્યા તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, હાલ તેઓ શંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા આવ્યા છે અને આ સંગઠન સંબંધિત પ્રશ્નોના જ જવાબ આપશે. આ સિવાય સિંધુ જલ સંધી આતંકવાદ સહિતના મુદ્દે ભારત ઔપચારિક આમંત્રણ આપશે તો તે બધા જ દ્વિપક્ષીય મુદ્દા પર પ્રશ્નોના જવાબ આપશે અને ચર્ચા પણ કરશે.
દિલ્હીમાં શંઘાઈ સહયોગ સંગઠનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદ મલિક પણ ભારત આવ્યા હતા. આ તકે પાકિસ્તાનના મંત્રીને પત્રકારોએ દ્વિપક્ષીય વાતચીતને લઈને પ્રશ્નો કર્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતી વખતે મસૂદ મલિકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ભારત તરફથી અત્યારે તેમને શંઘાઇ સંગઠનમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે જ્યારે ભારત તરફથી તેમને દ્વિપક્ષીય વાર્તા કરવાનું આમંત્રણ મળશે તો તે દ્વિપક્ષીય મુદ્દા પર પ્રશ્નોના જવાબ આપશે. આ વાત કહીને પાકિસ્તાની મંત્રીએ આડકતરી રીતે એવું પણ કહી દીધું કે તે દ્વિપક્ષીઓ વાર્તા માટે તૈયાર છે બસ ભારત આમંત્રણ આપે એટલી વાર છે.
મુસાદિક મલિકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અત્યારે તેમને શંઘાઈ સંગઠનમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા છે તેમને દ્વિપક્ષીય મુદા પર વાતચીત કરવા માટે નથી બોલાવવામાં આવ્યા તેથી આ અંગે તે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે જવાબ નહીં આપે.. તેમનું કહેવું છે કે કોઈ નક્કી વ્યવસ્થા વિના દ્વિપક્ષીઓ મુદા પર ચર્ચા ન કરી શકાય. મુસાદિક મલિકે આ તકે એવું પણ કહ્યું કે કોઈ પણ પ્રકારની સાર્થક વાતચીત માટે ઔપચારિક માધ્યમ હોવું જરૂરી છે.
પાકિસ્તાની મંત્રી કે વધુમાં કહ્યું કે જો ભારત તરફથી ખાસ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે તેમને આમંત્રિત કરવામાં આવશે તો તે ચર્ચામાં ભાગ લેવા માટે તે ફરીથી જરૂર આવશે અને તમામ મુદ્દા પર પ્રશ્નોના જવાબ પણ આપશે. આવું કહીને પાકિસ્તાનના મંત્રીએ સ્પષ્ટતા કરી દીધી કે પાકિસ્તાન તરફથી સંવાદનો રસ્તો ખુલ્લો છે બસ તે ભારત પહેલ કરે તેની રાહ જોઈ રહ્યું છે. જોકે ભારત તરફથી તો પહેલા જ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ભારતમાં આતંકવાદને સમર્થન આપશે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વાતચીત નહીં થાય.
જણાવી દઈએ કે દિલ્હી આવેલા પાકિસ્તાનના મંત્રી મુસાદ્દીક મલિક એ જ વ્યક્તિ છે જેમણે સિંધુ જલ સંધી નિલંબિત થઈ હતી ત્યારે એવું કહ્યું હતું કે જે પણ પાકિસ્તાનના પાણીને અડશે તેના હાથ કાપી નાખવામાં આવશે. મુસાદિક મલિકે આપેલી આ ધમકીને લઈને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો તો પાકિસ્તાની મંત્રીએ જવાબ દેવાનું ટાળ્યું હતું.
મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જલ સંધી નિલંબિત થઈ ગઈ છે.. આ નિર્ણય ત્યારે લેવાયો જ્યારે 22 એપ્રિલ એ પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકો પર ગોળીઓ ચલાવી હતી. આ સમયે ઓપરેશન સિંદૂર ની સાથે ભારત તરફથી પાકિસ્તાન સાથેની સિંધુ જલ સંધિ પણ નિલંબિત કરવામાં આવી હતી. તે સમયે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે નહીં વહે. હવે આ તમામ મુદ્દા પર ભારતમાં આવીને મલિકે બોલવાનું ટાળ્યું હતું અને તેમણે કહી દીધું કે જો આ તમામ મુદ્દા પર વાત કરવા માટે ભારતે તેને આમંત્રણ આપવું પડશે ત્યાર પછી તે દ્વિપક્ષીય સંવાદ કરશે.
આતંકવાદના પ્રશ્ન પર મીડિયા સાથે વાતચીત કરતા વખતે મલિકે એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી ઘણી વખત દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચો પર પુરાવાના આદાન-પ્રદાનની રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદ એવો મુદ્દો છે જેનો સામનો ભારત સહિત ઘણા દેશો અને પાકિસ્તાન પણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઘણી વખત ભારતને કહ્યું છે કે આતંકવાદના પુરાવા દ્વિપક્ષીય સ્તરે રજૂ કરવામાં આવે. બહુપક્ષીય મંચ ભારત તેના પુરાવા સાથે આવે અને પાકિસ્તાન તેના પુરાવા સાથે આવે.