• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /કારકિર્દી
  • /સરકારી બેંકમાં નોકરીની સુવર્ણ તક! 1 લાખ સુધી મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજી

સરકારી બેંકમાં નોકરીની સુવર્ણ તક! 1 લાખ સુધી મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજી

SBI Recruitment 2026 : ભારતીય સ્ટેટ બેંક (SBI) દ્વારા SCO અંતર્ગત ડેટા સાયન્ટિસ્ટની 20 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 20 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

Written ByDilip Chaudhary
Published: Nov 22, 2026, 21:51 IST|Updated: Nov 22, 2026, 21:54 IST
joinshare
સરકારી બેંકમાં નોકરીની સુવર્ણ તક! 1 લાખ સુધી મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
સરકારી બેંકમાં નોકરીની સુવર્ણ તક! 1 લાખ સુધી મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજી

સરકારી બેંકમાં નોકરીની સુવર્ણ તક! 1 લાખ સુધી મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજી

2

Silver Price Global Crash: ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, ગ્લોબલ ક્રેશ વચ્ચે હાઈ લેવલથી 64% તૂટી... રોકાણકારોએ શું કરવું જોઈએ?

3

શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિના જાતકો પર 40 દિવસ સુધી થશે ધનવર્ષા!

4

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

5

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

SBI Recruitment 2026 :  જો તમે કોમ્પ્યુટર સાયન્સ, આઈટી, ડેટા સાયન્સ અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં અભ્યાસ કર્યો છે અને સરકારી બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) અંતર્ગત ડેટા સાયન્ટિસ્ટની કુલ 20 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 20 નવેમ્બર 2026થી શરૂ થઈ ચૂકી છે અને ઇચ્છુક ઉમેદવારો 10 ડિસેમ્બર 2026 સુધી અરજી કરી શકે છે.

યુવાનો માટે ખુશખબર! 7 હજાર સરકારી જગ્યાઓ પર ભરતી, 2 લાખ સુધી મળશે પગાર

જગ્યાઓની વિગતો, વયમર્યાદા

આ ભરતી અભિયાન હેઠળ ત્રણ અલગ-અલગ ગ્રેડમાં નિમણૂકો કરવામાં આવશે, જેના માટે વયમર્યાદા, લાયકાત અને અનુભવની ગણતરી 31 ઓક્ટોબર 2026ના આધારે કરવામાં આવશે.

ચીફ મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ) - ગ્રેડ SMGS-IV (2 જગ્યાઓ): આ માટે ઉંમર 27થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સાથે જ AI/ML ક્ષેત્રમાં ઓછામાં ઓછો 6 વર્ષનો પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ અનિવાર્ય છે, જેમાંથી 2 વર્ષથી વધુનો અનુભવ સ્કેલેબલ Python-બેઝ્ડ LLM, GenAI અથવા Agentic AI એપ્લિકેશન્સમાં હોવો જોઈએ.

મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ) - ગ્રેડ MMGS-III (14 જગ્યાઓ): આ માટે વયમર્યાદા 26થી 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર પાસે AI/MLમાં કુલ 4 વર્ષથી વધુનો અનુભવ હોવો જરૂરી છે, જેમાં 2 વર્ષથી વધુનો અનુભવ Python-બેઝ્ડ LLM/GenAI/Agentic AI સોલ્યુશન્સમાં હોવો જોઈએ.

ડેપ્યુટી મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ) - ગ્રેડ MMGS-II (4 જગ્યાઓ): આ માટે ઉંમર 24થી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદાર પાસે કુલ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, જેમાંથી ઓછામાં ઓછો 2 વર્ષનો ફુલ-ટાઈમ અનુભવ એનાલિટિક્સ/AI/ML/GenAIમાં અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ AI/ML/ડીપ લર્નિંગ/GenAI મોડલ વિકસાવવામાં હોવો જોઈએ.

સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે.

જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે?

અરજી કરનારા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોમ્પ્યુટર સાયન્સ, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ડેટા સાયન્સ અથવા AI & MLમાં B.E./B.Tech/M.Tech અથવા સમકક્ષ ડિગ્રી અથવા M.Sc (ડેટા સાયન્સ/સ્ટેટિસ્ટિક્સ/કોમ્પ્યુટર સાયન્સ), MA (સ્ટેટિસ્ટિક્સ), M.Stat અથવા MCAની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંનેમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ હોવો અનિવાર્ય છે.

આકર્ષક પગારધોરણ અને અરજી ફી

પસંદગી પામેલા અધિકારીઓને આકર્ષક પગાર પેકેજની સાથે DA, HRA, CCA, PF, NPS, મેડિકલ અને બેંકના અન્ય ભથ્થાંનો લાભ મળશે.

ચીફ મેનેજર: શરૂઆતનો બેઝિક પગાર રૂ. 1,02,300 (સ્કેલ: રૂ. 1,02,300થી રૂ. 1,20,940).

મેનેજર: શરૂઆતનો બેઝિક પગાર રૂ. 85,920 (સ્કેલ: રૂ. 85,920થી રૂ. 1,05,280).

ડેપ્યુટી મેનેજર: શરૂઆતનો બેઝિક પગાર રૂ. 64,820 (સ્કેલ: રૂ. 64,820થી રૂ. 93,960).

અરજી ફીની વાત કરીએ તો સામાન્ય, EWS અને OBC વર્ગના ઉમેદવારોએ રૂ. 750 ફી ચૂકવવાની રહેશે, જ્યારે SC, ST અને દિવ્યાંગ (PwBD) શ્રેણીના ઉમેદવારો માટે અરજી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

ઇચ્છુક ઉમેદવારો છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2026 પહેલાં સત્તાવાર વેબસાઇટ sbi.bank.in પર જઈને પોતાની અરજી કરી શકે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs News