• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો

ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

Reported ByKaran RajputEdited ByKaran Rajput
Published: Nov 23, 2026, 08:00 IST|Updated: Nov 23, 2026, 08:00 IST
joinshare
ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો
Image Credit: ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો

ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો

2

સિંધુ જલ સંધિ મુદ્દે હાથ કાપવાની ધમકી આપનાર પાક મંત્રીની દિલ્હીમાં બોલતી બંધ, કહ્યું જે કામ માટે આવ્યો તેના વિશે જ બોલીશ

3

50% DA થયા પછી બેઝિક પેમાં મર્જર, 3.833 ફિટમેન્ટ ફેક્ટરની પણ માંગ

4

સરકારી બેંકમાં નોકરીની સુવર્ણ તક! 1 લાખ સુધી મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજી

5

Silver Price Global Crash: ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, ગ્લોબલ ક્રેશ વચ્ચે હાઈ લેવલથી 64% તૂટી... રોકાણકારોએ શું કરવું જોઈએ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ‘વર્ક ફ્રોમ હોમ’ કરવું પડશે 
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાલ વર્ક ફ્રોમ હોમ કરવાનો વખત આવ્યો છે. મુખ્યમંત્રી ત્રણ દિવસ આદિવાસી જિલ્લાના પ્રવાસે ગયા. આ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયને રિનોવેશન કરવાની શરૂઆત થઈ. પહેલા ગણતરી હતી કે ત્રણ દિવસમાં મુખ્યમંત્રી પરત ફરે એ પહેલા રિનોવેશન કરી દેવામાં આવશે. જોકે મુખ્યમંત્રી પરત આવી ગયા છે પણ હજુ મુખ્યમંત્રી કાર્યાલયનું રિનોવેશનનું કામ ચાલુ છે. એટલે દાહોદથી પરત ફર્યા પછી પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવ્યા નથી. આ રિનોવેશન હજુ થોડા દિવસ ચાલે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. એટલે મુખ્યમંત્રી કાર્યાલયમાં નહીં પણ તેમના નિવાસ્થાનથી જ કામગીરી કરશે. મુખ્યમંત્રી કાર્યાલયનું રિનોવેશન ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જોકે એકાદ સપ્તાહ સુધી મુખ્યમંત્રીએ વર્ક ફ્રમ હોમ કરવું પડશે.

ભાજપનો મંત્ર આદિવાસી, પાટીદાર અને ઓબીસી એટલે 2027 માં બહુમતી
ગુજરાત વિધાનસભાની 2027 ની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી ભાજપ કેન્દ્રિત વિવાદો ઉભા થઈ રહ્યા છે. ‘મુખ્યમંત્રી કયા સમાજનો’ તે વિવાદ ઉભો રાજકીય સમીકરણોને કારણે કરવામાં આવ્યો. સરકાર અને ભાજપનું સંગઠન અત્યારે આદિવાસી મતદારો પ્રભાવિત જિલ્લામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રીએ ત્રણ દિવસ દાહોદમાં આદિવાસીઓ વચ્ચે પસાર કર્યા. આ અગાઉ ભાજપના ત્રણ મંત્રીઓ આદિવાસી જિલ્લામાં પ્રવાસ કરી આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આદિવાસી વિસ્તારમાં અગાઉ બે વખત પ્રવાસ કરી ચૂક્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત આદિવાસી મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રીની જેમ જ ત્રણ દિવસ આદિવાસી વિસ્તારમાં રાતવાસો કરશે. 

હવે આદિવાસી મતદારો સિવાય ગુજરાતમાં ઓબીસી મતદારોની સંખ્યા વિશેષ છે અને એટલે જ ભાજપના ધારાસભ્ય પ્રબુભા માણેકે ‘કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ’ તે વિવાદ ઉભો કર્યો. તેના સમર્થનમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી મેદાનમાં આવ્યા. તેમની સાથે પાટીદાર સમાજમાં ‘મુખ્યમંત્રી પાટીદાર જ રહેશે’ તેવી વાત આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યાની ભૂલ પાટીદારોને સમજાઈ. ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તે જોવાનું પણ આહવાન થયું. એટલે આ તમામ વિવાદોમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતા કે ભાજપ પ્રેરિત પાટીદાર નેતાઓ હોવાનું જાણવા મળે છે. ગુજરાતના જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં લઈએ તો 14 જિલ્લા આદિવાસી પ્રભાવિત ઉમરગામથી અંબાજીનો પટ્ટો રહેલો છે. 

ગુજરાતનો દરિયા કિનારો કોળી ઠાકોર કે કોળી પટેલથી પ્રભાવિત છે. ઓબીસીની જ્ઞાતિઓમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ ઠાકોર જોવા મળે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર, સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ અને કોળી ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. પાટીદાર મતદારો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત પ્રભાવિત વિસ્તાર છે. આ ત્રણેયના જ્ઞાતિ સમીકરણો વિધાનસભા બેઠકો પ્રમાણે જોઈએ તો કમ સે કમ 140 થી વધુ બેઠકો ઉપર પ્રભાવ પડે છે. એટલે ભાજપની રાજકીય ગણતરી સીધી રીતે 140 બેઠકો ઉપર પ્રભાવ પાડતા મતદારો પર જ્ઞાતિગત સમીકરણોથી પ્રભાવિત કરવાના છે. આ વિવાદોથી ભાજપને સીધો મોટો ફાયદો અન્ય સ્થાનિક પ્રશ્નો જેવા કે ખેડૂત આંદોલન, ખાતરની અછત સહિત સ્થાનિક મુદ્દાઓ સાઇડ પર જતા રહે છે.

મંત્રી પુત્રએ માતાનો સંકલ્પ પૂરો કર્યો 
ભારતીય સંસ્કૃતિમાં માતાપિતાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. શ્રવણને પુત્ર તરીકે આદર્શ ગણવામાં આવે છે. શ્રવણ જેવું જ કામ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના એક મંત્રીએ કર્યું છે. પોતાના પિતાના મૃત્યુ બાદ પોતાના જ ગામના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ માતાએ રાખ્યો હતો. આ વાત માત્ર પુત્ર અને માતા બે જણ જાણતા હતા. મંત્રીના પિતા આ મંદિરમાં નિયમિત આવતા અને ભગવાનની પ્રાર્થના કરતા એટલે કે મંદિર માટે એક અલગ લગાવ પિતાના હૃદયમાં હતો. આ વાત સારી રીતે જાણતા પુત્રએ માતાનો સંકલ્પ પૂરો કરવાનો નિર્ધાર કર્યો. આખરે દેવપોઢી અગિયારસના દિવસે માતાનો સંકલ્પ પુત્રએ પૂરો કરી, પોતાની માતા સાથે મંદિરના દર્શન કર્યા. મંદિરનો જીર્ણોદ્ધાર કરી વતનના મંદિરની ભેટ ગ્રામજનોને આપી. સચિવાલયમાં Gen-Z ના જમાનામાં પણ આ પ્રકારના મંત્રી પુત્રની ચર્ચા ખૂબ થઈ રહી છે.

ગાય ફરી મંત્રીમંડળમાં વિસ્તારમાં આવી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરંપરા આગળ વધશે
મંત્રીમંડળના સિનિયર કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ગીર ગાયની જોડી લાવ્યા છે. મંત્રીમંડળમાં તેમના નિવાસ્થાને જ ગાયની જોડીનું લાલન પાલન કરવામાં આવી રહ્યું છે. આમ તો મંત્રીમંડળમાં ગાય રાખવી તેનો એક અલગ ઈતિહાસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાયને ઘરે રાખવી તેવી અપીલ કરી હતી. નરેન્દ્ર મોદીની આ અપીલને કારણે તેમના મંત્રીમંડળના અનેક મંત્રીઓ પોતાના નિવાસ્થાનમાં ગાય રાખતા હતા. જોકે ધીમે ધીમે તે ઓછું અને બિલકુલ બંધ થયું. 

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવનમાં આવ્યા તે સમયથી રાજભવનમાં ગાય રાખે છે. હવે આ પરંપરાને આગળ ધપાવતા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ પોતાના નિવાસ્થાને ગાયનું લાલન પાલન શરૂ કર્યું છે. જીતુ વાઘાણી વતનમાં ખેતી પણ કરે છે એટલે તેમના માટે ગાયનું લાલન પાલન અઘરું નહીં બને. ગાંધીનગરમાં એક  આઈએએસ દંપતી પણ પોતાના નિવાસ્થાનમાં ગાય રાખતા હતા. નિવૃત્તિ બાદ તેઓને રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર પદે પણ મૂકવામાં આવ્યા હતા. જ્યારે તેમની પત્નીને પણ નિવૃત્તિ બાદ સરકારે મહત્વની જવાબદારી સોંપી હતી.

સરકારી બાબુઓ માટે 2027 નું વર્ષ પ્રમોશન અને બદલી વાળું બનશે 
રાજ્ય સરકારમાં મુખ્ય સચિવ એમ. કે. દાસથી માંડીને વર્ગ 3 સુધીના સચિવાલય કેટર અધિકારીઓ માટે ડિસેમ્બર અને 2027 નું વર્ષ મહત્વનું બનશે. રાજ્ય પોલીસ માટે પણ મહત્વનું બની રહેશે. મુખ્ય સચિવ એમ. કે. દાસ ડિસેમ્બર માસમાં નિવૃત્ત થઈ રહ્યા છે. લગભગ એમ. કે દાસને ત્રણથી છ મહિના સુધીનું એક્સટેન્શન મળશે તેવી સંભાવના છે. જો એક્સટેન્શન નહીં આપવામાં આવે તો રાજ્યના મુખ્ય સચિવ પદે મહિલા મુખ્ય સચિવ બનશે. ભૂતકાળમાં ડો. મંજુલા સુભ્રમણિયમ બાદ બીજી મહિલા સીએસ મળી શકે છે. આ ઉપરાંત તાજેતરમાં જ ગૃહ વિભાગે રાજ્ય પોલીસના 150 થી વધુ PI ને DYSP ના પ્રમોશનની ફાઈલ તૈયાર કરી છે તે કામગીરી પણ ડિસેમ્બર કે જાન્યુઆરી 2027માં પૂર્ણ કરવામાં આવશે તેવી સંભાવના છે. સચિવાલયમાં વર્ગ-3 ના સરકારી અધિકારીઓને વર્ગ-2 માં પ્રમોશન આપવામાં આવ્યા છે. હજુ પણ આ કતાર લાંબી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સરકાર દ્વારા કલેક્ટરથી લઈને કમિશનર સુધી ફેરબદલ કરવામાં આવશે.
 

Add Zee News as a Preferred Source