• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /ઈશા સિંહના સપોર્ટમાં ઉતર્યો રજત દલાલ, અવિનાશને ખુલ્લા શબ્દોમાં આપી ધમકી, અહીં જુઓ Video

ઈશા સિંહના સપોર્ટમાં ઉતર્યો રજત દલાલ, અવિનાશને ખુલ્લા શબ્દોમાં આપી ધમકી, અહીં જુઓ Video

અવિનાશ મિશ્રા અને ઈશા સિંહ વચ્ચે બ્રેકઅપ થયા પછી ધમકીઓનો દોર શરુ થયો છે. તેમાં પણ હવે ઈશા સિંહના સપોર્ટમાં રજત દલાલ આવ્યો છે અને તેણે અવિનાશને સુધરી જવાનું કહી ખુલ્લા શબ્દોમાં ધમકી આપી છે.

Written ByKrupa Shah
Published: Nov 23, 2026, 08:44 IST|Updated: Nov 23, 2026, 08:48 IST
joinshare
ઈશા સિંહના સપોર્ટમાં ઉતર્યો રજત દલાલ, અવિનાશને ખુલ્લા શબ્દોમાં આપી ધમકી, અહીં જુઓ Video

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

રેકોર્ડ હાઈથી ₹59,000 સસ્તું થયું સોનું; Gold ખરીદવાની સુવર્ણ તક કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી?

2

ઈશા સિંહના સપોર્ટમાં ઉતર્યો રજત દલાલ, અવિનાશને ખુલ્લા શબ્દોમાં આપી ધમકી, અહીં જુઓ Video

3

PM મોદી સાથે આજે મુલાકાત કરશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરારો

4

રશિયાના વોરશિપ પર યૂક્રેનનો ડ્રોન હુમલો, ભયંકર વિસ્ફોટ પછી જળમગ્ન થયું જહાજ

5

ગાંધીનગરના કાવાદાવા : CM ભુપેન્દ્ર પટેલ કેમ કરી રહ્યા છે 'વર્ક ફ્રોમ હોમ'? જાણો સચિવાલયની અંદરની વાતો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં હાલ ઈશા સિંહ અને અવિનાશ મિશ્રાનું બ્રેકઅપ ચર્ચાનો વિષય છે. થોડા દિવસ પહેલા જ અવિનાશ મિશ્રા અને ઈશા સિંહ પતિ પત્ની ઔર પંગા સીઝન 2 ના સ્પેશિયલ એપિસોડમાં ગેસ્ટ બનીને ગયા હતા. આ એપિસોડમાં તેમને સીઝન 3 ની પહેલી જોડી તરીકે ખિતાબ પણ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ તેના થોડા જ દિવસ પછી બંનેના બ્રેકઅપની ખબર સામે આવી.

ઈશાના સપોર્ટમાં રજત દલાલ

ટીવી સ્ટાર ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા વચ્ચે થયેલા બ્રેકઅપનો મામલો ગંભીર થતો જોવા મળે છે. તાજેતરમાં જ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં અવિનાશ એક ક્લબમાં બેવફા નીકલી હૈ તું ગીત પ્લે કરાવ્યું અને પછી ડાન્સ કરતો જોવા મળ્યો. આ વિડીયો વાયરલ થયા પછી ઈશા સિંહ ને બહેન માનતો રજત દલાલ ઈશાના સપોર્ટમાં ઉતર્યો છે અને અવિનાશને ધમકી આપી દીધી છે. રજત દલાલ નો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

Bigg boss શો માંથી ઘણી બધી જોડીઓ બની છે જેમાંથી એક ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા પણ છે. અવિનાશ મિશ્રાએ તાજેતરમાં જ ખતરો કે ખિલાડી રિયાલિટી શો પણ જીત્યો હતો ત્યાર પછી પણ ઈશા અને અવિનાશ એકબીજા સાથે જ જોવા મળતા હતા. પરંતુ હવે આ જોડી તૂટી ચૂકી છે. જ્યારથી અવિનાશ અને ઈશાના બ્રેકઅપની ખબર સામે આવી છે ત્યારથી એકબીજા પર આરોપ લગાવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે.

અવિનાશનો પાર્ટી વીડિયો વાયરલ

એક તરફ એવું કહેવાય રહ્યું છે કે અવિનાશ મિશ્રાએ ઈશા સાથે દગો કર્યો હતો તો બીજી તરફ તાજેતરમાં જ અવિનાશ બ્રેકઅપ પછી એક પાર્ટી કરતો જોવા મળ્યો અને તેમાં બેવફા નીકલી હૈ તુ ગીત પર તેને ડાન્સ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં જ એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે અવિનાશ એ ઈશાને બેવફા કહી છે એટલે કે બ્રેકઅપનું કારણ ઈશા છે. આ વાત પર ભડકેલા રજત દલાલે અવિનાશ માટે ધમકી ભર્યો વિડીયો શેર કર્યો છે.

રજત દલાલની અવિનાશને ધમકી

અવિનાશનો વિડીયો વાયરલ થયા પછી ઈશાને ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જે વાતને લઈને ઈશાને પોતાની બહેન માનતો રજત દલાલ ખુલીને સામે આવ્યો છે. વીડિયોમાં રજત દલાલે અવિનાશ મિશ્રાનું નામ નથી લીધું પરંતુ નામ લીધા વિના જ રજત દલાલે અવિનાશને કહી દીધું છે કે તે પોતાની લિમિટમાં રહે. અને વાતને અહીં જ પૂરી કરી દે. જો અવિનાશ વાતને આગળ વધારશે તો પછી રજત દલાલ પોતે કેટલાક નામ સાથે પુરાવા રજૂ કરી દેશે જે અવિનાશને ભારે પડી જશે.

Rajat Dalal, who shares a brotherly bond with Eisha Singh, has strongly reacted to the Eisha-Avinash breakup controversy. He openly called out Avinash over the alleged cheating and issued a direct warning. https://t.co/58s7jBKR1y

— BBTak (@BiggBoss_Tak) November 22, 2026

 

અવિનાશની હરકત પર ઈશા સિંહની પોસ્ટ

મહત્વનું છે કે અવિનાશનો બેવફા નીકલી હે તું વિડીયો વાયરલ થયા પછી ઈશા એ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ instagram પર સ્ટોરી શેર કરી હતી અને અવિનાશનું નામ લીધા વિના તેને કહી દીધું હતું કે તે બ્રેકઅપની વાત પર ચૂપ છે તેના મતલબ એવો નથી કે તે નબળી છે. તેણે એવું પણ કહ્યું કે જે લોકો સંબંધોને પ્રાઇવેટ કહીને જ્ઞાન આપતા હોય છે તેમણે બ્રેકઅપ ને પબ્લિક એન્ટરટેનમેન્ટ નો ટોપિક ન બનાવવો જોઈએ. ઈશાએ એવું પણ કહી દીધું કે જો તેને વધારે ઉકસાવવામાં આવશે તો તે નામ સહિત બધા જ પુરાવા જાહેર કરી દેશે. ઈશાએ તેની સ્ટોરીમાં નામ લીધા વિના એવું પણ કહી દીધું કે તેણે અવિનાશ પર વિશ્વાસ કર્યો તે તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news