• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /એશિયામાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત, પીએમ મોદી બીજા સૌથી પ્રભાવશાળી નેતા

એશિયામાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત, પીએમ મોદી બીજા સૌથી પ્રભાવશાળી નેતા

એશિયા પાવર ઈન્ડેક્સ 2026 અનુસાર સાપેક્ષ આર્થિક ક્ષમતામાં સામાન્ય ઘટાડા અને ઘરેલું પડકારો છતાં ભારતે આ વર્ષે એશિયામાં વધુ પ્રભાવશાળી ભૂમિકા નિભાવી છે.

Written ByGokani Dhaval
Published: Nov 23, 2026, 11:10 IST|Updated: Nov 23, 2026, 11:12 IST
joinshare
એશિયામાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત, પીએમ મોદી બીજા સૌથી પ્રભાવશાળી નેતા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એશિયામાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત, પીએમ મોદી બીજા સૌથી પ્રભાવશાળી નેતા

એશિયામાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત, પીએમ મોદી બીજા સૌથી પ્રભાવશાળી નેતા

2

Photos: ગુજરાતના જૈન શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી બસ બેકાબૂ થઈ ઝાડ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ, સુરતના દંપત્તિનું મોત

3

720 રનનો ઐતિહાસિક સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો

4

When to Replace Mattress: બેડનું ગાદલું બદલવાનો યોગ્ય સમય કયો? જાણો ક્યારે આવી જાય છે તેની એક્સપાયરી

5

"તલવારો માત્ર રાખી નથી, જરૂરી પડ્યે ઉપયોગ પણ કરું છું", પુત્ર ચૂંટણી લડશે કે નહીં? જાણો શું જવાબ આપ્યો પરસોત્તમ સોલંકીએ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lowy Institute Report: ઓસ્ટ્રેલિયાના થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ' (Lowy Institute) દ્વારા તૈયાર કરવામાં આવેલા 'એશિયા પાવર ઇન્ડેક્સ 2026' (Asia Power Index 2026) માં, ભારતે એશિયાની ત્રીજી સૌથી મોટી મહાસત્તા તરીકે પોતાના સ્થાનને વધુ મજબૂત કર્યું છે. લેટેસ્ટ રેન્કિંગમાં ભારતે જાપાન અને રશિયાને પછાડતા ત્રીજું સ્થાન યથાવત રાખ્યું છે, જ્યારે તેના સમગ્ર પાવર સ્કોરમાં 0.5 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2025મા 40ના સ્કોરના મુકાબલે ભારતનો સ્કોર વધી 40.5 પોઈન્ટ પર પહોંચી ગયો છે.

અમેરિકા અને ચીન વચ્ચેનું અંતર ઘટ્યું

રિપોર્ટ પ્રમાણે એશિયાની સમગ્ર શક્તિ યાદીમાં અમેરિકા પ્રથમ અને ચીન બીજા સ્થાને યથાવત છે. જોકે 2018મા આ ઈન્ડેક્સની શરૂઆત બાદ પ્રથમવાર અમેરિકા અને ચીનની શક્તિ વચ્ચે અંતર ઓછું રહી ગયું છે. ખાસ કરી બંને દેશોની સૈન્ય ક્ષમતાઓનું અંતર અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે. લોવી ઈન્સ્ટિટ્યુટનું માનવું છે કે આ ઘટતું અંતર ચીનની સરસાઈથી વધુ વોશિંગટનની નીતિગત ચૂક અને કૂટનીતિક પ્રભાવમાં આવેલા ઘટાડાને કારણે છે.

કૂટનીતિ, રક્ષા અને સાંસ્કૃતિક પ્રભાવમાં ભારતની શક્તિ

એશિયા પાવર ઈન્ડેક્સ 2026 અનુસાર સાપેક્ષ આર્થિક ક્ષમતામાં સામાન્ય ઘટાડો અને ઘરેલું પડકાર છતાં ભારતે આ વર્ષે એશિયામાં ઘણી વધુ પ્રભાવશાળી ભૂમિકા નિભાવી છે. ભારતના સ્કોરમાં સુધાર પાછળ રક્ષા સંપર્કો, સાંસ્કૃતિક પ્રભાવ અને ભવિષ્યના સંસાધનોમાં થયેલા વધારાનું મોટું યોગદાન રહ્યું છે. ઈન્ડેક્સના મુખ્ય માપદંડો પર ભારતના પ્રદર્શનમાં આ ફેરફાર જોવા મળ્યો છે.

ભારતે 70.3 પોઈન્ટ મેળવ્યા, જોકે પાછલા વર્ષના મુકાબલે તેમાં 0.5 પોઈન્ટનો સામાન્ય ઘટાડો થયો છે.

ભવિષ્યના સંસાધનોના મોરચા પર ભારતનો સ્કોર 1.1 પોઈન્ટ વધી 56.2 પહોંચી ગયો, જે લાંબાગાળાના પ્રભાવને બનાવી રાખવાનો સંકેત આપે છે.

સાંસ્કૃતિક પ્રભાવ અને રક્ષા નેટવર્કના મામલામાં ભારતના સાંસ્કૃતિક પ્રભાવમાં 2.3 પોઈન્ટ (43.8 સ્કોર) અને રક્ષા નેટવર્કના મામલામાં 2.2 પોઈન્ટ (18.6 સ્કોર) નો ઉલ્લેખનીય વધારો થયો છે.

સૈન્ય ક્ષમતા અને આર્થિક ક્ષમતાના મામલામાં સૈન્ય ક્ષમતાનો સ્કોર 0.5 પોઈન્ટ સુધરી 48.5 થઈ ગયો, જ્યારે આર્થિક ક્ષમતાનો સ્કોર 0.7 ટકા ઘટી 26.4 રહ્યો.

આ પણ વાંચોઃ PM મોદી સાથે આજે મુલાકાત કરશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરારો

પ્રાદેશિક નેતૃત્વમાં પીએમ મોદીની મોટી છલાંબ

રિપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાદેશિક નેતૃત્વ અને કૂટનીતિક સક્રિયતાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાદેશિક નેતૃત્વના આકલનમાં પીએમ મોદીએ ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે અને તેઓ એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી નેતા બની ગયા છે. આ શ્રેણીમાં તેમની આગળ માત્ર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે.

બદલાઈ રહ્યાં છે એશિયાના સમીકરણ

એશિયાના 27 દેશો અને પ્રદેશોના સંસાધનો તથા પ્રભાવ પર આધારિત 'લોવી ઇન્સ્ટિટ્યૂટ' (Lowy Institute) ના આ મૂલ્યાંકન મુજબ, આ ક્ષેત્ર હવે વધુ સ્પર્ધાત્મક અને બહુધ્રુવીય સંતુલન તરફ આગળ વધી રહ્યું છે. જ્યાં એક તરફ અમેરિકાના પશ્ચિમ એશિયા પર ધ્યાન કેન્દ્રીત કરવા વચ્ચે તેમના સહયોગી દેશો (જેમ કે જાપાન, ફિલીપીન્સ અને ઓસ્ટ્રેલિયા) એ આપસી રક્ષા સહયોગ વધાર્યો છે, તો બીજીતરફ ચીન, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે રક્ષા તથા આર્થિક મામલામાં તાલમેલ ગાઢ થયો છે. આ હલચલો વચ્ચે ભારતનું 40.5 સ્કોરની સાથે ત્રીજા સ્થાન પર મજબૂત બન્યા રહેવું બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં તેના વ્યૂહાત્મક મહત્વને દર્શાવે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News