મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાનો ગુસ્સો દિલ્હીમાં એક મોદી સમર્થક કાશ્મીર મુસ્લિમ યુવક પર કાઢ્યો. શ્રીનગરથી આવેલા યુવકે આરોપ લગાવ્યો કે જ્ઞાનેશકુમાર, ઈવીએમ અને મોદીના સમર્થનમાં તેમણે વાત કરી તો તેમને માર મારવામાં આવ્યો. તે યુવકે કહ્યું કે તે દેશને નેપાળ અને બાંગ્લાદેશ બનવા દેવા નથી માંગતો.