• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રજા ન મળતાં લાચારી અને ભારે હૈયે યુપી-બિહાર પરત ફર્યા શ્રમિકો! સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું

રજા ન મળતાં લાચારી અને ભારે હૈયે યુપી-બિહાર પરત ફર્યા શ્રમિકો! સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું

સુરતમાં ગાઉ ચલો આંદોલન તેજ બન્યું છે. એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા કામદારો વતન પરત ફરી રહ્યા છે. અનેક શ્રમિક ગામ પરત ફરી રહ્યા છે. સપ્તાહમાં એક દિવસ રજા આપવાની માંગ કરવામાં આવી છે. કેટલાક કારખાનેદારો દ્વારા રજા આપવામાં આવી નથી. જો કોઈ કારીગર રજા લે છે તો તેમનો પગાર કાપી લેવામાં આવે છે, જેથી કામદારો પોતાના માદ રે વતન જઈ રહ્યા છે. કામદારો ભારે હૈયે જણાવી રહ્યા છે કે ગામમાં ખેતી અથવા અન્ય મજૂરી કામ કરીશું. હાલ વતન જવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. આ તમામ લોકો યુપી અને બિહારના રહેવાસીઓ છે.

Written ByKinjal Patel
Published: Oct 08, 2026, 03:48 PM IST|Updated: Oct 08, 2026, 03:53 PM IST
joinshare
રજા ન મળતાં લાચારી અને ભારે હૈયે યુપી-બિહાર પરત ફર્યા શ્રમિકો! સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શરીફ અને ઝરદારી ખાનદાનની કબર ખોદવાનું કાવતરું : ગૃહમંત્રીએ જાહેરમાં કરી PMની ટીકા, જાણો શું છે મામલો

શરીફ અને ઝરદારી ખાનદાનની કબર ખોદવાનું કાવતરું : ગૃહમંત્રીએ જાહેરમાં કરી PMની ટીકા, જાણો શું છે મામલો

2

'નિષ્પક્ષ ચૂંટણી જ લોકશાહીનો જીવ': CEC વિવાદ પર ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની પ્રતિક્રિયા

3

રહીમે 'રોહન' બનીને મહિલાને ફસાવી, પવિત્રતાની આડમાં ખેલાયો વાસનાનો એક ભયાનક ખેલ!

4

ODI ટીમના એલાન પર બ્રેક! ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં વધ્યું સસ્પેન્સ, શેની રાહ જોઈ રહ્યું છે BCCI?

5

રજા ન મળતાં લાચારી અને ભારે હૈયે યુપી-બિહાર પરત ફર્યા શ્રમિકો! સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Surat Migrant Workers Protest: સુરત શહેરના એમ્બ્રોઇડરી અને ડાઇંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો ભારે રોષ અને લાચારી વચ્ચે વતન પરત ફરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તહેવારોમાં અઠવાડિયાની રજા અને યોગ્ય વળતરની માગણીઓ સામે કારખાનેદારોના આકરા વલણથી કંટાળીને સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' શરૂ થયું છે. પરિણામે સુરત રેલવે સ્ટેશન પર યુપી અને બિહાર જતી ટ્રેનો માટે શ્રમિકોની લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

માત્ર એક દિવસની રજા મેળવવી પણ તેમના માટે મુશ્કેલ
સુરતમાં કમાવવા માટે આવેલા યુપી અને બિહારના અંદાજે 10 લાખ જેટલા લોકો રહે છે, આ લોકો રાત-દિવસ જોયા વગર કારખાનામાં મજૂરી કામ કરે છે. પરંતુ, તહેવોરામાં એક અઠવાડિયાની રજા તો છોડો સપ્તાહમાં માત્ર એક દિવસની રજા મેળવવી પણ તેમના માટે મુશ્કેલ બની ગઈ છે. કારીગરોનો આક્ષેપ છે કે સપ્તાહમાં એક દિવસ રજા આપવાની માગ કરી હોવા છતાં કેટલાક કારખાનેદારો રજા આપવા માટે તૈયાર નથી. સતત કામના બોજ અને માનસિક ત્રાસથી કંટાળીને શ્રમિકોએ ભારે હૈયે પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરવાનું શરૂ કર્યું છે.

 

'રજા માગી તો શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો'
સુરત રેલવે સ્ટેશન પર વતનની વાટ પકડીને બેઠેલા શ્રમિકોનું દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. અહીં કામદારોની વ્યથા જાણીને પથ્થર દિલ પર ઓગળી જાય એમ છે. એક કારીગરે આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતા ભારે હૈયે જણાવ્યું હતું કે, અમે અઠવાડિયામાં માત્ર એક જ દિવસની રજા માગી હતી, પણ શેઠે સાંભળવાને બદલે સીધા નોકરીમાંથી જ કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં, જો કોઈ શ્રમિક બીમાર પડે કે ઈમરજન્સીમાં રજા લેવી પડે, તો કારખાનેદારો દ્વારા તેમનો સીધો પગાર કાપી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં કામ કરવું હવે તેમના માટે અશક્ય બની ગયું છે.

સુરત રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની લાંબી લાઈનો લાગી...
સુરત રેલવે સ્ટેશન પર 'ગાંવ ચલો આંદોલન' તેજ બનતા જ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એમ્બ્રોડરીના કારખાનાઓમાં કામ કરતા હજારો કામદારો પરિવાર અને સામાન સાથે સ્ટેશન પર લાઈનોમાં ઉભા છે. યુપી અને બિહાર તરફ જતી તમામ ટ્રેનોમાં હાલ ભારે ભીડ જોવા મળી રહી છે. રેલવે સ્ટેશનમાં માત્ર શ્રમિકોની લાચારી અને વતન પાછા ફરવાની ઉતાવળ જ દેખાઈ રહી છે.

'ગામમાં ખેતી કે મજૂરી કરીશું, પણ અન્યાય સહન નહીં કરીએ'
સુરતના કારખાનાઓમાં રોજીરોટી કમાવવા આવેલા લોકો હાલ ભારે હૈયે પાછા ફરી રહ્યા છે. વતન પાછા ફરી રહેલા શ્રમિકોએ જણાવ્યું હતું કે, સુરતમાં આટલું શોષણ વેઠ્યા કરતાં તો અમારા ગામમાં જઈને ખેતી કે અન્ય મજૂરી કામ કરીને ગુજરાન ચલાવી લઈશું. તેઓનું કહેવું છે કે કારખાનેદારોને જ્યારે શ્રમિકોની અછત વર્તાશે અને તેમની જરૂર પડશે, ત્યારે તેઓ જાતે જ ગામડેથી બોલાવશે. પોતાના હક માટે અવાજ ઉઠાવનારા શ્રમિકોએ હવે રોજીરોટી કરતા પોતાના સ્વાભિમાનને પ્રાધાન્ય આપ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News