ચેતન પટેલ, સુરત : સુરતના ચોક બજાર વિસ્તારમાં કાળો કોટ પહેરતા એક વકીલે કાયદાના લીરેલીરા ઉડાવી દીધા છે. આ શરમજનક ઘટના પાછળ લવ જેહાદની એક સુનિયોજિત સ્ક્રિપ્ટ રચવામાં આવી હતી, જેનો મુખ્ય સૂત્રધાર છે વકીલ રહીમ. જેણે એક ભોળી હિન્દુ મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે 'રોહન' નામ ધારણ કર્યું હતું.
અસલી ઈરાદો માત્ર મહિલાનું શારીરિક શોષણ
આ પાપી વકીલ એટલો શાતિર હતો કે તે પોતાની ઓફિસમાં પણ પોતાની ઓળખ 'રોહન' તરીકે જ આપતો હતો. મહિલાનો આંધળો ભરોસો જીતવા માટે આ પાપીએ ભક્તિનો મોટો ઢોંગ રચ્યો અને મહિલાના ઘરે જઈને ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથા જેવી ધાર્મિક પૂજા પણ કરી. પરંતુ આ આસ્થા પાછળ તેનો અસલી ઈરાદો માત્ર મહિલાનું શારીરિક શોષણ કરવાનો જ હતો.
લગ્નની ખોટી લાલચ આપીને નરાધમ વકીલ રહીમ મહિલા સાથે સતત કુકર્મ આચરતો રહ્યો. પરંતુ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે મહિલાએ તેના પર લગ્ન કરવાનું દબાણ કર્યું. હવસ સંતોષાઈ જતાં જ વકીલે લગ્નનો સાફ ઈનકાર કરી મહિલાને તરછોડી દીધી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો કે પીડિતાને અંધારામાં રાખીને રહીમે ગુપચુપ બીજી મુસ્લિમ યુવતી સાથે નિકાહ પણ પઢી લીધા હતા.
કાયદાના ભક્ષકની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
આખરે છેતરાયેલી પીડિતાએ ચોક બજાર પોલીસ મથકમાં વકીલ રહીમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો.ધરપકડથી બચવા માટે ભાગતા ફરતા આ કાયદાના ભક્ષકની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી. જામીન નામંજૂર થતાં જ ચોક બજાર પોલીસે ત્વરિત એક્શન લઈને આરોપી વકીલ રહીમને દબોચી લીધો છે. જે કાળા કોટને સમાજ ન્યાયનું પ્રતીક માને છે, તેને કલંકિત કરનાર આ વકીલને કાયદો હવે જેલના સળિયા પાછળ ધકેલી પોતાનો પાઠ ભણાવશે.
હિન્દુ યુવતીઓ માટે એક મોટી લાલબત્તી સમાન કિસ્સો
આ ઘટના સમાજની હિન્દુ યુવતીઓ માટે એક મોટી લાલબત્તી સમાન કિસ્સો છે. સમય આવી ગયો છે કે આપણી દીકરીઓ અને બહેનો નકલી ઓળખ અને ભક્તિનો ઢોંગ રચીને ફરતા આવા કપટી વરુઓને ઓળખે અને તેમનાથી સાવચેત રહે. હાલ તો આ કાયદાનો જાણકાર લોકઅપની હવા ખાઈ રહ્યો છે અને પોલીસ આગળની કડક કાર્યવાહી કરી રહી છે.