• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Weight Loss Drinks: આ ડ્રિંક્સ સાથે કોર્ટિસોલ મેનેજ કરી ઈન્ફ્લેમેશન ઘટાડો, કમરની સાઈઝ જાતે જ 34 માંથી 28 થઈ જશે

Weight Loss Drinks: આ ડ્રિંક્સ સાથે કોર્ટિસોલ મેનેજ કરી ઈન્ફ્લેમેશન ઘટાડો, કમરની સાઈઝ જાતે જ 34 માંથી 28 થઈ જશે

Weight Loss Drinks: શરીરનું વધેલું વજન ચરબીના કારણે જ હોય તેવું નથી. શરીર વધેલા કોર્ટિસોલ અને સોજાના કારણે પણ જાડુ દેખાઈ શકે છે. આ રીતે વધેલા વજનને મેનેજ કરવામાં 4 ડ્રિંક્સ મદદ કરી શકે છે. 15 દિવસમાં તો આ ડ્રિંક્સ તમને અસર દેખાડવા લાગશે.

Written ByKrupa Shah
Published: Oct 08, 2026, 04:40 PM IST|Updated: Oct 08, 2026, 04:42 PM IST
joinshare
Weight Loss Drinks: આ ડ્રિંક્સ સાથે કોર્ટિસોલ મેનેજ કરી ઈન્ફ્લેમેશન ઘટાડો, કમરની સાઈઝ જાતે જ 34 માંથી 28 થઈ જશે

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    નવરાત્રીમાં કાર ખરીદવી થશે સસ્તી ! આ કંપની આપી રહી છે 1.70 લાખ રૂપિયા સુધીની ઑફર, જાણો

    નવરાત્રીમાં કાર ખરીદવી થશે સસ્તી ! આ કંપની આપી રહી છે 1.70 લાખ રૂપિયા સુધીની ઑફર, જાણો

    2

    મેડ સંધુ હત્યા કેસ: 'શૂટર' પરમિન્દર કાકા અમદાવાદથી ઝડપાયો, ગોલ્ડી ઢિલ્લોન ગેંગ સાથે સંબંધ હોવાનો ખુલાસો

    3

    સરકારી કચેરીઓથી લઈને કોર્ટ સુધી સન્નાટો: મહેસૂલી કર્મચારીઓ અને વકીલોની હડતાળથી સામાન્ય જનતા પરેશાન

    4

    ફરી તૂટ્યું શેરબજાર, ₹11 લાખ કરોડ ડૂબ્યા, હવે કેમ બગડ્યું રોકાણકારોનું મુડ?

    5

    Weight Loss Drinks: આ ડ્રિંક્સ સાથે કોર્ટિસોલ મેનેજ કરી ઈન્ફ્લેમેશન ઘટાડો, કમરની સાઈઝ જાતે જ 34 માંથી 28 થઈ જશે

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Weight Loss Drinks: જો તમારું વજન વધારે છે અને વજન ઓછું કરવા માટે તમે ડાયટ અને એકસરસાઈઝ કરતાં હોય તેમ છતાં ફરક ન પડતો હોય તો તેની પાછળ કોર્ટિસોલ લેવલ અને લાંબા સમયના સોજા જવાબદાર હોય શકે છે. ખરાબ પાચન, વધેલું કોર્ટિસોલ શરીરમાં અલગ અલગ સમસ્યા વધારી શકે છે. જેમાં શરીરનું વધેલું વજન પણ છે. કોર્ટિસોલ અને સોજાના કારણે શરીર ફુલેલું હોય તો તેને ઠીક કરવામાં કેટલાક ડ્રિંક્સ તમને મદદ કરી શકે છે. આ ડ્રિંક્સ સતત 15 દિવસ પીવાથી કમરની સાઈઝમાં ફરક દેખાવા લાગશે.

    પેટની ચરબી ઓછી કરતાં ડ્રિંક્સ

    જીરું, ધાણા અને વરિયાળી

    સૌથી પહેલા દરેક ઘરમાં હોય તેવી વસ્તુઓના હેલ્ધી ડ્રિંક વિશે જાણીએ. 1 ગ્લાસ પાણીમાં જીરું, ધાણા અને વરિયાળી ઉમેરી બરાબર ઉકાળો. 5 મિનિટ પાણી ઉકળે પછી તેને ગાળીને પી લેવું. આ ડ્રિંક્સ પાચન સુધારી સોજા ઓછા કરવામાં મદદ કરી શકે છે.

    લીંબુનું પાણી

    બીજું ડ્રિંક છે લીંબુનું પાણી. એક કપ હુંફાળા પાણીમાં અડધું લીંબુ નીચોવી તેમાં 1 ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો અને પછી આ પાણી પી લો. આ ડ્રિંક પાચન સુધારશે અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત આપશે.

    આદુનું પાણી

    ગટ હેલ્થ સુધારવા માટે આદુનું પાણી પી શકો છો. એક ગ્લાસ પાણીમાં ચિયા સીડ્સ પલાળી દેવા અને બીજા દિવસે સવારે તેમાં આદુનો રસ મિક્સ કરી પી લેવું. આદુના ટુકડા પણ રાત્રે પાણીમાં પલાળી શકો છો. સવારે આ પાણી પી લેવું.

    ઈસબગોલ

    1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ઈસબગોલ પલાળી દો. ઈસબગોલમાં ઘુલનશીલ ફાઈબર હોય છે. ઈસબગોલના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી પીવાથી પેટ સાફ આવે છે. પાચન સુધરે છે જેના કારણે પેટના સોજા ઓછા થાય છે. જો કે ઈસબગોલ પીધા પછી પાણી વધારે પ્રમાણમાં પીવું જરૂરી હોય છે.

    જો તમને પણ લાગે છે કે તમારું વજન છે તેના કરતાં શરીર વધારે ફુલેલું લાગે છે. તો 15 દિવસ આ 4 માંથી કોઈપણ એક ડ્રિક પીવાનું શરુ કરો. આ ડ્રિંક્સ કોર્ટિસોલ લેવલ સુધારવાની સાથે શરીરના સોજા ઉતારવામાં મદદ કરશે.

     

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News