• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સરકારી કચેરીઓથી લઈને કોર્ટ સુધી સન્નાટો: મહેસૂલી કર્મચારીઓ અને વકીલોની હડતાળથી સામાન્ય જનતા પરેશાન

સરકારી કચેરીઓથી લઈને કોર્ટ સુધી સન્નાટો: મહેસૂલી કર્મચારીઓ અને વકીલોની હડતાળથી સામાન્ય જનતા પરેશાન

રાજ્યમાં નવા ભાડા વિધેયક-2026 બાદ વકીલો હડતાલ કરી રહ્યાં છે. તાજેતરમાં વકીલોના સંગઠનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક પણ કરી હતી. બીજીતરફ બોટાદમાં 150થી વધુ મહેસૂલી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. હડતાલને કારણે સામાન્ય લોકોને પરેશાની થઈ રહી છે.

Written ByGokani Dhaval
Published: Oct 08, 2026, 04:55 PM IST|Updated: Oct 08, 2026, 04:59 PM IST
joinshare
સરકારી કચેરીઓથી લઈને કોર્ટ સુધી સન્નાટો: મહેસૂલી કર્મચારીઓ અને વકીલોની હડતાળથી સામાન્ય જનતા પરેશાન

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
નવરાત્રીમાં કાર ખરીદવી થશે સસ્તી ! આ કંપની આપી રહી છે 1.70 લાખ રૂપિયા સુધીની ઑફર, જાણો

નવરાત્રીમાં કાર ખરીદવી થશે સસ્તી ! આ કંપની આપી રહી છે 1.70 લાખ રૂપિયા સુધીની ઑફર, જાણો

2

મેડ સંધુ હત્યા કેસ: 'શૂટર' પરમિન્દર કાકા અમદાવાદથી ઝડપાયો, ગોલ્ડી ઢિલ્લોન ગેંગ સાથે સંબંધ હોવાનો ખુલાસો

3

સરકારી કચેરીઓથી લઈને કોર્ટ સુધી સન્નાટો: મહેસૂલી કર્મચારીઓ અને વકીલોની હડતાળથી સામાન્ય જનતા પરેશાન

4

ફરી તૂટ્યું શેરબજાર, ₹11 લાખ કરોડ ડૂબ્યા, હવે કેમ બગડ્યું રોકાણકારોનું મુડ?

5

Weight Loss Drinks: આ ડ્રિંક્સ સાથે કોર્ટિસોલ મેનેજ કરી ઈન્ફ્લેમેશન ઘટાડો, કમરની સાઈઝ જાતે જ 34 માંથી 28 થઈ જશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાતની પ્રજા બેવડા પ્રહારથી ત્રાહિમામ પોકારી ઊઠી છે! એક તરફ પોતાની 14 પડતર માંગણીઓને લઈને રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે, તો બીજી તરફ ભાડા વિધેયક મુદ્દે વકીલો આર-પારની લડાઈ લડી રહ્યા છે. સુરતથી લઈને બોટાદ અને અમદાવાદ સુધી સરકારી કચેરીઓ અને અદાલતોમાં કામકાજ સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું છે. આ બેવડી હડતાળથી સામાન્ય અરજદારો અને નાગરિકોને કેવી વેઠવી પડી રહી છે હાલાકી,,, જોઈએ જનતાની વાત...

સુરત અને બોટાદ સહિત સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓ આગળ આજે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી. મહેસૂલ વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદત બીજા દિવસે પણ યથાવત રહી. પ્રમોશન, બદલી અને પડતર 14 માંગણીઓ પૂરી ન થતાં કર્મચારીઓએ કામકાજ ઠપ્પ કરી દીધું છે.

તો બીજી તરફ બોટાદ જિલ્લાના તમામ ૧૫૦થી વધુ મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં બોટાદ તાલુકા સેવા સદન પરિસરમાં સન્નાટો છવાઈ ગયો છે. દસ્તાવેજ, નોંધણી અને જુદા જુદા દાખલા મેળવવાની કામગીરી અટકી પડતાં સામાન્ય નાગરિકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

અમદાવાદઃ ભાડા વિધેયકના મામલે સરકાર સાથે થયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ વકીલોમાં ફાંટા! #Gujarat #BreakingNews #News #Ahmedabad https://t.co/cuD87dzFwk

— Zee 24 Kalak (@Zee24Kalak) October 8, 2026

હડતાળથી મુશ્કેલી માત્ર સરકારી કચેરીઓ પૂરતી સીમિત નથી! રાજ્યની અદાલતોમાં પણ ન્યાયની આશા લઈને આવતા લોકો માટે દરવાજા બંધ જેવા જ છે. ભાડા વિધેયક 2026ના મુદ્દે વકીલોનું આંદોલન હવે વધુ ઉગ્ર બની ગયું છે.

અમદાવાદમાં સરકાર સાથે થયેલી બેઠક બાદ વકીલોમાં આંતરિક ફાંટા પડી ગયા છે. કેટલાંક વકીલોનો આરોપ છે કે સામાન્ય સભાને પૂછ્યા વગર જ નિર્ણયો લેવામાં આવ્યા છે! આથી અમદાવાદ બાર એસોસિયેશનના પ્રમુખ જગત ચોક્સી સામે બળવો કરીને કેટલાક વકીલોએ વિનોદ દીક્ષિતની કાર્યકારી પ્રમુખ તરીકે પસંદગી કરી લીધી છે. વકીલોએ સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે જ્યાં સુધી સરકાર તરફથી લેખિત બાંહેધારી નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે!

આ પણ વાંચોઃ રહીમે 'રોહન' બનીને મહિલાને ફસાવી, પવિત્રતાની આડમાં ખેલાયો વાસનાનો એક ભયાનક ખેલ!

એક તરફ મહેસૂલી કર્મચારીઓની હડતાળથી જમીન-મિલકત અને સરકારી કાગળોના કામ અટકી પડ્યા છે, તો બીજી તરફ વકીલોની હડતાળથી કોર્ટના પગથિયાં ઘસતા અસીલો અટવાયા છે! જો સરકાર વહેલી તકે બંને મોરચે મધ્યસ્થી કરીને ઉકેલ નહીં લાવે, તો આવનારા દિવસોમાં સામાન્ય જનતાની મુશ્કેલીઓ બમણી થવાની પક્કી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News