તુલા રાશિમાં એક દુર્લભ સંયોગ સર્જાયો છે. દરેક વ્યક્તિને જીવનમાં ધન, સમૃદ્ધિ અને પ્રેમ આપતો શુક્ર ગ્રહ તુલા રાશિમાં ગોચર કરે છે હાલ શુક્ર ગ્રહ વક્રી અવસ્થામાં છે. શુક્ર ગ્રહ 14 નવેમ્બર સુધી તુલા રાશિમાં વક્રી રહેશે. તેવામાં 24 ઓક્ટોબરથી બુધ ગ્રહ પણ તુલા રાશિમાં જ વક્રી થશે. તુલા રાશિમાં બુધ અને શુક્ર એકસાથે વક્રી અવસ્થામાં ગોચર કરશે જેના કારણે 5 રાશિના લોકોના જીવનમાં સંકટ વધી શકે છે.
જ્યોતિષ ગણના અનુસાર તુલા રાશિમાં બુધ અને શુક્ર એમ બંને ગ્રહો વક્રી અવસ્થામાં ગોચર કરશે જેના કારણે લોકોને પ્રેમમાં દગો, આર્થિક નુકસાન જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શુક્ર અને બુધ ની વક્રી ચાલ અનુક્રમે 13 અને 14 નવેમ્બર સુધી રહેશે એટલે કે 5 રાશિના લોકોએ 14 નવેમ્બર સુધી સંભાળીને રહેવું પડશે.
તુલા રાશિમાં શુક્ર ગ્રહ 3 ઓક્ટોબરથી વક્રી અવસ્થામાં છે. શુક્ર 14 નવેમ્બરે માર્ગી થશે. ત્યારબાદ વક્રી શુક્રનો પ્રભાવ સમાપ્ત થશે. જ્યારે બુધ ગ્રહ તુલા રાશિમાં 24 ઓક્ટોબરથી વક્રી થશે. બુધ ગ્રહ 13 નવેમ્બરે માર્ગી થશે. ત્યાર પછી વક્રી બુધનો પ્રભાવ ઓછો થશે. એટલે કે 14 નવેમ્બર સુધીનો સમય 5 રાશિના લોકો માટે પ્રેમ અને પૈસાની બાબતમાં હાનિકારક સાબિત થઈ શકે છે.
મેષ રાશિના લોકોએ 14 નવેમ્બર સુધી સાવધાન રહેવાની જરૂર પડશે. આ સમય દરમિયાન પતિ-પત્ની વચ્ચે મન દુઃખ થવાની શક્યતા વધે છે. ભાગીદારીમાં બિઝનેસ કરતા લોકોને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી આર્થિક નિર્ણય લેતા પહેલા સાવધાન રહેવું.
મિથુન રાશિના લોકોએ 14 નવેમ્બર સુધી નોકરીમાં ધ્યાન રાખવું. કામકાજમાં કરેલી બેદરકારી ભારે પડી શકે છે. આ સિવાય આર્થિક લઈને માં પણ સાવધાની રાખવી. આ સમય દરમિયાન આર્થિક નુકસાન થવાની શક્યતા વધુ છે.
ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. ખર્ચને પહોંચી વળવા અગાઉથી પ્લાનિંગ કરેલું હશે તે લોકોને સમસ્યા નહીં થાય નહીં તો આર્થિક નુકસાની થવાની સંભાવના વધારે છે.
વૃશ્ચિક રાશિના લોકોએ આ સમય દરમિયાન કરજ લેવાથી બચવું. વૃશ્ચિક રાશિના લોકોને સલાહ છે કે આ સમયે બચત કરવી અને સમજી વિચારીને નિર્ણય કરવા. 14 નવેમ્બર સુધી રોકાણ કરવાથી પણ બચવું.
મકર રાશિના લોકોને કારકિર્દીમાં 17 રહેવાની જરૂર પડી શકે છે. સમસ્યાઓ આવી શકે છે. આ સમય દરમિયાન આર્થિક સંકટ પણ વધી શકે છે કોઈને આપેલું ધન અટકી શકે. 14 નવેમ્બર સુધી કોઈપણ નિર્ણય ઉતાવળમાં કરવો નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)