શ્રીલંકાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટ્રાઈ સિરીઝમાં ઐતિહાસિક કમાલ કરતા 430 રનનો ટાર્ગેટ હાસિંલ કર્યો હતો. આ જીતની સાથે હેરી બ્રૂકના નામે અણગમણો રેકોર્ડ પણ નોંધાયો છે. આવો તમને આ ઐતિહાવિક વનડે મેચના રસપ્રદ આંકડા જણાવીએ.
ઈંગ્લેન્ડે રાવલપિંડી વનડેમાં 429 રન બનાવ્યા અને શ્રીલંકાએ 430, એટલે કે મેચમાં કુલ 859 રન બન્યા, જેમાં 93 ચોગ્ગા અને 30 સિક્સ સામેલ છે.
આ વનડે ક્રિકેટના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 2006મા સાઉથ અને ઓસ્ટ્રેલિયાની મેચમાં કુલ 872 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ 435 રન ચેઝ કર્યાં હતા.
શ્રીલંકાએ પોતાના વનડે ઈતિહાસનો સૌથી મોટો લક્ષ્ય ચેઝ કર્યો છે. વર્ષ 2006મા આ ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 322 રન ચેઝ કર્યાં હતા. 2017મા ભારત સામે શ્રીલંકાએ 322 રનનો ટાર્ગેટ હાસિલ કર્યો હતો. પરંતુ હવે ટીમે 430 રન ચેઝ કર્યાં છે.
હેરી બ્રૂકે આ મેચમાં બેવડી સદી ફટકારી. આ વનડે ક્રિકેટના ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદી છે. તેમ છતાં બ્રૂકની ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે બ્રૂક ઈંગ્લેન્ડ તરફથી વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
SL vs ENG વનડે મેચમાં બન્યા મોટા રેકોર્ડ
1. હેરી બ્રૂકે વનડે ક્રિકેટના ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદી ફટકારી (114 બોલમાં)
2. હેરી બ્રૂક બેવડી સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટર બન્યો. ઈંગ્લેન્ડે આઠમી વખત વનડેમાં 400 રનનો આંકડો પાર કર્યો. ભારત (90 ના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે.
3. હેરી બ્રૂક ગ્લેન મેક્સવેલ બાદ વનડે ક્રિકેટમાં બીજો એવો નોન ઓપનર બન્યો છે, જેણે બેવડી સદી ફટકારી હોય.
4. શ્રીલંકાએ વનડે ક્રિકેટના ઈતિહાસમાં બીજો સૌથી મોટો લક્ષ્ય હાસિલ કર્યો. સાઉથ આફ્રિકા (435) ના નામે વર્લ્ડ રેકોર્ડ છે.
5. શ્રીલંકા vs ઈંગ્લેન્ડ મેચમાં કુલ 859 રન બનાવ્યા, જે એક વનડે મેચમાં બીજા સૌથી વધુ રન છે. વર્લ્ડ રેકોર્ડ સાઉથ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા (872) મેચના નામે છે.
6. હેરી બ્રૂક હારમાં બેવડી સદી ફટકારનાર વનડે ઈતિહાસનો પ્રથમ બેટર બન્યો.
7. હેરી બ્રૂક વનડે ક્રિકેટનો પ્રથમ એવો બેટર બન્યો જેણે બેવડી સદી ફટકારવા છતાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ન મળ્યો.
8.સેમ કરને આ મેચમાં 9 ઓવરમાં 103 રન આપ્યા. તે વનડેમાં 9 ઓવરમાં સૌથી વધુ રન આપનાર ત્રીજો બોલર બન્યો.
9. વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક મહિનાની અંદર બીજીવાર 400 પ્લસનો સ્કોર ચેઝ થયો.