• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Sanjay Leela Bhansali: સેટ પર ઐશ્વર્યા સાથે સલમાનની હરકતથી ભડક્યા ભણસાલી, ગીત શૂટિંગ વચ્ચે ભાઈજાનને લગાવી હતી ફટકાર

Sanjay Leela Bhansali: સેટ પર ઐશ્વર્યા સાથે સલમાનની હરકતથી ભડક્યા ભણસાલી, ગીત શૂટિંગ વચ્ચે ભાઈજાનને લગાવી હતી ફટકાર

Sanjay Leela Bhansali: હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ દરમિયાન ઐશ્વર્યા અને સલમાન ખાન એકબીજાના પ્રેમમાં હતા. આ પ્રેમના કારણે સલમાન ખાને સેટ પર એવી હરકત કરી હતી જેના કારણે સંજય લીલા ભણસાલી સલમાન ખાન પર ગુસ્સે થયા હતા.

Written ByKrupa Shah
Published: Oct 23, 2026, 09:36 AM IST|Updated: Oct 23, 2026, 09:39 AM IST
joinshare
Sanjay Leela Bhansali: સેટ પર ઐશ્વર્યા સાથે સલમાનની હરકતથી ભડક્યા ભણસાલી, ગીત શૂટિંગ વચ્ચે ભાઈજાનને લગાવી હતી ફટકાર

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

2

Sanjay Leela Bhansali: સેટ પર ઐશ્વર્યા સાથે સલમાનની હરકતથી ભડક્યા ભણસાલી, ગીત શૂટિંગ વચ્ચે ભાઈજાનને લગાવી હતી ફટકાર

3

મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી ગેસે સામી દીવાળીએ એક ઝટકે CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો, જાણો CNGનો લેટેસ્ટ ભાવ

4

SL vs ENG: 123 બાઉન્ડ્રી અને 859 રન! બેવડી સદી ફટકારીને પણ બ્રુકના આંખમાં આવ્યા 'લોહીના આંસુ'

5

EPFO Pension Hike: ખાનગી નોકરિયાતને મળશે સારા સમાચાર! વધી શકે છે ન્યૂનતમ પેન્શન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sanjay Leela Bhansali: એશ્વર્યા રાય અને સલમાન ખાનની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ બ્લોકબસ્ટર હતી. આ ફિલ્મમાં પહેલી વખત સલમાન ખાન અને ઐશ્વર્યાએ સાથે કામ કર્યું અને આ ફિલ્મ દરમિયાન તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ સમયે એકબીજાના પ્રેમમાં હતા તે વાતનો ખુલાસો અભિનેત્રી સ્મિતા જયકરે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે.

આ પણ વાંચો: Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, ભારતમાં 4 દિવસમાં 220 કરોડથી વધુની કમાણી કરી

સ્મિતા જયકર એ હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં એશ્વર્યા રાયની માતાની ભૂમિકા ભજવી હતી. સિદ્ધાર્થ કનનને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન સ્મિતાએ એક કિસ્સો પણ સંભળાવ્યો હતો જેમાં એશ્વર્યાને હાથ લગાડવા પર સંજય લીલા ભણસાલી એ સલમાન ખાનને ખખડાવી નાખ્યો હતો.

એશ્વર્યા રાય અને સલમાન ખાનની લવ સ્ટોરી

તાજેતરના ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી સ્મિતા જયકરે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી ની વાત કરી હતી. સ્મિતાએ જણાવ્યું કે 1999 ની આ ફિલ્મ દરમિયાન એશ્વર્યા રાય અને સલમાન ખાન એકબીજાના પ્રેમમાં હતા. સેટ પર હાજર દરેક વ્યક્તિ એ વાત જાણતી હતી કે સલમાન ખાન અને એશ્વર્યા એકબીજાના પ્રેમમાં છે. કારણ કે સેટ પર તેમનો પ્રેમ દેખાઈ જતો.

આ પણ વાંચો: Ranbir Kapoor: રણબીર કપૂરની જીભ લપસી, દશેરાની ઈવેન્ટમાં કરેલી વાત માટે ટ્રોલ થયા બાદ માફી માંગી

ફિલ્મમાં સલમાન અને ઐશ્વર્યાની કેમેસ્ટ્રી જેટલી સારી દેખાય છે એટલો જ પ્રેમ તેમની વચ્ચે સેટ પર જોવા મળતો. તેમની જોડી સુંદર હતી. જો કે સ્મિતાએ એવું પણ કહ્યું કે સેટ પર શરુ થયેલી તેમની લવ સ્ટોરીના કારણે ક્રૂના અન્ય સભ્યોને ખૂબ પરેશાની થતી. કારણ કે શૂટિંગનો કોલ ટાઈમ 7 વાગ્યાનો હોય અને 10-11 વાગ્યા સુધી સલમાન અને ઐશ્વર્યા આવતા નહીં, જેના કારણે બધા લોકો તેમની રાહમાં રહેતા.

સંજય લીલા ભણસાલીએ સલમાનને ખખડાવ્યો

સ્મિતાએ મુલાકાત દરમિયાન એક કિસ્સો પણ સંભળાવ્યો હતો. તેણે કહ્યું કે આંખો કી ગુસ્તાખિયાં ગીતના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણસાલી સલમાન ખાન પર ભડકી ગયા હતા. સ્મિતાના જણાવ્યા અનુસાર ગીતમાં એક સીન હતો જેમાં ઐશ્વર્યા અને સલમાન ખાને એકબીજાની સામે ઊભા રહેવાનું હતું. તે સીનમાં સલમાને કંઈજ કરવાનું ન હતું. પણ સલમાન ખાન ઐશ્વર્યાને જોઈને એવો ઘેલો થયો કે તેણે શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાને હાથ અડાડ્યો. આ જોઈ સંજય લીલા ભણસાલી ગુસ્સે થયો હતો.

સંજય લીલા ભણસાલીએ તુરંત સલમાન ખાનને પુછ્યું કે તેણે આવું શા માટે કર્યું તો સલમાન ખાને બધાની સામે બિંદાસ્ત કહી દીધું કે તેનું મન થયું ઐશ્વર્યાને અડવાનું એટલે... આ વાત સાંભળી ઐશ્વર્યા શરમાઈ ગઈ હતી. અને સેટ પર હાજર લોકો પણ સમજી ગયા કે સલમાન ઐશ્વર્યાના પ્રેમમાં છે.

મહત્વનું છે કે હમ દિલ દે ચુકે સનમમાં સાથે કામ કરતી વખતે ઐશ્વર્યા અને સલમાનની લવ સ્ટોરી શરુ થઈ હતી. જો કે તેમની લવ સ્ટોરી લાંબો સમય ન ચાલી. થોડા સમયમાં જ તેમનું બ્રેકઅપ થઈ ગયું. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news