દશેરાના દિવસે કલકત્તાના સોલ્ટ લેક સેન્ટ્રલ પાર્કમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રણબીર કપૂર લોકોને સંબોધન કરી રહ્યો હતો તે દરમિયાન તેને ભૂલમાં એવું કહી દીધું કે અંત તો હંમેશા સચ્ચાઈ અને અચ્છાઈનો જ થાય છે. સચ્ચાઈ અને અચ્છાઈનો અંત થાય છે તેવા શબ્દોનો પ્રયોગ કરવા બદલ રણબીર કપૂર સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો. આ મામલે તેને ચેન્નઈમાં યોજાયેલી એક ઇવેન્ટ દરમિયાન જાહેરમાં માફી માંગી હતી અને પોતાની ભૂલ સ્વીકારી હતી.
દશેરા પછી ચેન્નઈમાં રામાયણ ફિલ્મના ઓડિયો લોન્ચ કાર્યક્રમ દરમિયાન એક્ટરે પોતાની વાત સ્પષ્ટ કરી અને લોકોની માફી માંગી હતી. રણબીર કપૂર એ કહ્યું કે કલકત્તાની દશેરા ઇવેન્ટમાં તેની ભૂલ થઈ ગઈ હતી. જેના માટે તે માફી માંગે છે. રણબીર કપૂર એ કહ્યું કે દશેરાના કાર્યક્રમ દરમિયાન તેને જ્યારે બોલવાનો મોકો મળ્યો ત્યારે વાત કરતી વખતે તેની જીભ લપસી ગઈ હતી. તે કહેવા માંગતો હતો કે બુરાઈ શક્તિશાળી હોય તો પણ છેલ્લે જીતતો સત્યની જ થાય છે. પરંતુ તેણે જીતને બદલે અંત શબ્દ વાપરી દીધો.
રણબીર કપૂર એ આ તકે તેની ફિલ્મ રોકસ્ટારના ગીત ને યાદ કર્યું અને કહ્યું કે જે પણ તે કહેવા માંગે છે તે તેના શબ્દોના કારણે બરબાદ થાય છે. દશેરાની ઇવેન્ટમાં તેણે ભૂલથી બોલેલા વાક્ય માટે તે માફી માંગે છે. આ ઇવેન્ટ દરમિયાન નમિત મલ્હોત્રા, ડાયરેક્ટર નીતિશ તિવારી અને એક્ટર રવિ દુબે પણ હાજર હતા.
મહત્વપૂર્ણ છે કે 5 નવેમ્બરે દુનિયાભરમાં રામાયણ ફિલ્મ રિલીઝ થવાની છે. રણબીર કપૂર ભગવાન રામનું પાત્ર ભજવે છે. આવા સમયે દશેરાની ઇવેન્ટ દરમિયાન તેણે કરેલી વાતને લઈને તે ટ્રોલ થયો. આ વાત વધે નહીં અને લોકોની નારાજગી ફિલ્મ સામે ઉતરે નહીં તે માટે તેણે જાહેરમાં માફી પણ માંગી લીધી. મહત્વપૂર્ણ છે કે રણબીર કપૂર સિવાય રામાયણ ફિલ્મોમાં સાંઈ પલ્લવ, યશ, સની દેઓલ, રવિ દુબે સહિતના કલાકારો જોવા મળશે
નિતીશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રામાયણનું બજેટ 4000 કરોડ રૂપિયાનું છે. આ ફિલ્મ 2 પાર્ટમાં રિલીઝ થવાની છે.. ભારત સહિત દુનિયાભરમાં આ ફિલ્મનો પહેલો પાર્ટ 5 નવેમ્બર રિલીઝ થશે. જ્યારે બીજો પાર્ટ દિવાળી 2027 પર જોવા મળશે. રામાયણ ફિલ્મ ભારતમાં હિન્દી સહિત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.