ઉદય રંજન, અમદાવાદ: યુવાધનને નશામાં ડૂબાડવાના બદઈરાદાઓને ગુજરાતે ફરી એકવાર મરણતોલ ફટકો માર્યો છે. સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં સપાટો બોલાવીને આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કને સફળતાપૂર્વક તોડી નાખ્યું છે.
મળતી માહિતી મુજબ આ દરોડામાં પોલીસે કરોડો રૂપિયાની કિંમતના ઝેરી પદાર્થો સાથે ત્રણ કુખ્યાત અપરાધીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે. નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે.
બીજો આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર 38, રહે. મેરઠ) છે, જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે.
જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે. નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.
અધધધ...એમડી અને હેરોઈન પકડાયું
ટૂંકમાં સમાચાર...