• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Gardening Tips: આ રીત ફોલો કરી ઘરે પાણીના ટબમાં ઉગાડો કમળના ફૂલ, એકદમ સરળ છે રીત

Gardening Tips: આ રીત ફોલો કરી ઘરે પાણીના ટબમાં ઉગાડો કમળના ફૂલ, એકદમ સરળ છે રીત

How to Grow Lotus at Home: કમળના ફૂલ તમે ઘરે પાણીના ટબમાં પણ ઉગાડી શકો છો. આજે તમને ઘરમાં પાણીના ટબમાં કમળ કઈ રીતે ઉગાડવા તેની રીત જણાવીએ.

Written ByKrupa Shah
Published: Oct 22, 2026, 11:27 AM IST|Updated: Oct 22, 2026, 11:30 AM IST
joinshare
Gardening Tips: આ રીત ફોલો કરી ઘરે પાણીના ટબમાં ઉગાડો કમળના ફૂલ, એકદમ સરળ છે રીત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Skin Care: નવરાત્રીના ઉજાગરા પછી ડલ થયેલી સ્કિન પર ગ્લો લાવવાના 3 સરળ ઘરેલુ નુસખા

Skin Care: નવરાત્રીના ઉજાગરા પછી ડલ થયેલી સ્કિન પર ગ્લો લાવવાના 3 સરળ ઘરેલુ નુસખા

2

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ચોંકાવનારું ગુજરાત કનેકશન, આરોપીઓએ મુંબઈથી સુરત વચ્ચે છૂપાવ્યું હથિયાર?

3

Gardening Tips: આ રીત ફોલો કરી ઘરે પાણીના ટબમાં ઉગાડો કમળના ફૂલ, એકદમ સરળ છે રીત

4

હોમ લોન લેતા પહેલા સમજો 'Margin Money'નો આ નિયમ: ઘર ખરીદતી વખતે પોતાની ખિસ્સામાંથી કેટલો ખર્ચ કરવો પડશે?

5

અમદાવાદ: એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ફિલ્મી ઢબે ગોઠવેલા ટ્રેપમાં ઝડપાયા કુખ્યાત ડ્રગ્સ પેડલરો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to Grow Lotus at Home:  કમળના ફૂલ અત્યંત સુંદર હોય છે. ઘણી જગ્યાએ તળાવ કમળના ફૂલથી છલકાયેલા જોવા મળે છે. કમળના ફૂલ સામાન્ય રીતે તળાવમાં ઉગેલા જોવા મળે છે. પણ આ ફૂલ તમે ઘરે પણ ઉગાડી શકો છો. વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ એક સરળ પ્રક્રિયા ફોલો કરી અને તમે પાણીના ટબમાં પણ કમળના ફૂલ ઉગાડી શકો છો.  

પાણીના ટબમાં કમળનું ફૂલ

કમળના ફૂલ ઘરે ઉગાડવા માટે વધારે પડતી તૈયારી કે વધારે જગ્યાની જરૂર પડતી નથી. પાણીના ટબમાં કે પછી કુંડામાં પણ કમળનું ફૂલ ઉગાડી શકાય છે. કમળનું ફૂલ ઉગાડવા માટે યોગ્ય રીત ફોલો કરવાની જરૂર હોય છે અને ફૂલની સંભાળ બરાબર રીતે રાખવાની જરૂર હોય છે. અહીં પાણીના કુંડામાં કમળનું ફૂલ કઈ રીતે ઉગાડવું તેની રીત જણાવેલી છે. આ ટિપ્સ ફોલો કરીને તમે ઘરે સરળતાથી કમળના ફૂલ ઉગાડી શકો છો.

ઘરે કમળના ફૂલ ઉગાડવાની રીત

કમળના ફૂલ ઉગાડવા માટે કમળ કાકડીની જરૂર પડશે. માર્કેટમાંથી સારી ક્વોલિટીની કમળ કાકડી લઈ આવો અને તેના બીજના ઉપરના ભાગને થોડું તોડી નાખો જેથી બીજ અંકુરિત થવાની પ્રક્રિયા ઝડપથી થવા લાગે. કમળ કાકડીનું ઉપરનું લેયર કડક હોય છે જો તેને તોડવામાં ન આવે તો બીજ અંકુરિત થવાની પ્રક્રિયામાં બે થી ત્રણ અઠવાડિયા લાગી શકે છે. આવું ન થાય તે માટે ઉપરનું કડક પણ થોડું તોડી નાખવું.

ત્યાર પછી કમળ કાકડીના બીને પાણી ભરેલી વાટકીમાં પલાળી દો. દર બે દિવસે પાણી બદલી દેવું.. થોડા દિવસમાં દેખાશે કે કમળ કાકડી ના બી અંકુરિત થવા લાગ્યા છે. બીજના અંકુર લાંબા થાય ત્યાં સુધી તેને પાણીમાં રાખો. બીના અંકુર લાંબા થઈ જાય પછી તેને ટબ કે કુંડામાં વાવવા.

દિવસમાં 5થી 6 કલાકનો તડકો જરૂરી

અંકુરિત બીજ ને વાવવા માટે એક મોટું ટબ કે કુંડું લેવું. એક વાતનું ધ્યાન રાખવું કે પાત્ર એવું હોવું જોઈએ જેમાં પાણી ભરાયેલું રહે. આ પાત્રને એવી જગ્યાએ રાખવું જ્યાં દિવસ દરમિયાન પાંચ થી છ કલાક તડકો આવતો હોય. જો તડકો બરાબર નહીં મળે તો કમળના ફૂલ બરાબર નહીં ખીલે. ત્યાર પછી ટબ કે કુંડામાં માટી રાખો. કમળના ફૂલ માટે ભારે અને ચીકણી માટે લેવાની હોય છે. કુંડામાં માટી અને વર્મી કમ્પોસ્ટ બરાબર માત્રામાં મિક્સ કરો. માટી અને વર્મી કમ્પોસ્ટના મિશ્રણમાં પાણી ઉમેરો. પાણી એટલું ઉમેરવું કે ઉગેલા બીજને માટીની અંદર રાખી શકાય અને ઉપરના ભાગે પાણી રહે.

કમળના ફૂલ માટે પાણીમાં નું પ્રમાણ વધારે

કમળ કાકડીના બીને માટીમાં રાખો અને તેની ઉપરનો અંકુરિત ભાગ પાણી પર તરતો રહે તે રીતે વાવો. જેમ જેમ બીજ માંથી અંકુર વધતા જાય તેમ પાણી, ખાતર અને માટીમાં વધારો કરવો. કમળના ફૂલ માટે પાણીમાં નું પ્રમાણ વધારે જરૂરી છે. ઓક્ટોબર મહિનામાં કમળના બીજ વાવો છો તો તેમાં વધારે ખાતર ઉમેરવાની જરૂર પડતી નથી.

સૌથી પહેલા પાણી પર પાન ઉગશે. જે પણ પાન સળી જાય કે કાળું પડી જાય તેને કાઢી નાખવું. પાણીના ટબમાં જો કચરો એકઠો થયો હોય તો તેને પણ હટાવી દેવો. એક વખત કમળના પાન બરાબર ખીલી જશે તો પછી તેમાં ફૂલ ખીલવાની શરૂઆત થશે. આ પ્રોસેસ ફોલો કરવાથી પાણીના ટબમાં પણ કમળના ફૂલ ખીલી શકે છે..

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News